એકપણ રૂપિયાનો દવાનો ખર્ચ કર્યા વગર તાવ, કળતર અને સરદર્દની સમસ્યાથી મેળવો અસરકારક રીતે રાહત, આજે જ જાણો આ ઉપાય વિશે…

મેલેરિયા તાવ મચ્છર કરડવાથી થતો રોગ છે. આ રોગ થાય ત્યારે આપણા શરીરમાં કળતર અને પેટની લગતી સમસ્યા થાય છે. માટે આ રોગમાં આહારને વધુ મહત્વ આપવું જોઈએ. જો તમે પણ આ તાવથી પીડાતા હોય તો આ ઉપાય કરવાથી ફાયદો થાય છે. મેલેરીયાના તાવમાં સમતોલ આહાર લેવો જોઈએ. જયારે આ તાવની અસર થાય ત્યારે તે વ્યક્તિએ મોસંબી, સંતરા જેવા ફળોનો રસ પીવો જોઈએ.

પેટને સારી રીતે સાફ કરવા માટે દર્દીએ ગરમ પાણી પીવું જોઈએ. જયારે તાવમાં રાહત થાય ત્યારે ત્રણ દિવસ સુધી ફક્ત જ્યુસ જ પીવું જોઈએ. દર પાંચ કલાકમાં ત્રણ વખત આ ખોરાક લઈ શકાય છે. આ ફળો નારંગી, દ્રાક્ષ, સફરજન, અનાનસ, કેરી, પપૈયા જેવા રસદાળ ફળનું જ સેવન કરવું જોઈએ. દુધી ખાવાથી પણ તાવમાં ઘણો ફેર પડે છે.

તાવમાં રાહત થયાના ત્રણ દિવસ પછી દર્દી સંતુલિત આહાર લઈ શકે છે. તમારે તમારા આહારમાં શકભાજી, ફળ, અનાજને પણ લઈ શકાય છે. તાજા ફળ અને કાચા શાકભાજી પણ મેલેરિયા તાવ માટે ખુબ ઉપયોગી છે. કોઈ તળેલી વસ્તુ ખાવાનું બંધ કરવું. કોઈ પણ આલ્કાહોલનું સેવન પણ ન કરવું જોઈએ.

તાવ દરમિયાન તેને કુદરતી રીતે ઘટાડવાનો સૌથી સરળ ઉપાય માથા પર ઠંડા પાણીના પોતા મુકવા. તેને આપણા આખા શરીર પર પણ લગાવી શકો છો. આ ઉપાય દિવસમાં ત્રણ થી ચાર વખત કરવો જોઈએ. આ ઘરેલું ઉપાય મેલેરિયા તાવમાં ફાયદાકારક છે. તે ઉપરાંત એ બીજો ઉપાય દ્રાક્ષના સેવનનો પણ છે. તેમાં કુદરતી ક્વિનાઇન રહેલું છે.

દ્રાક્ષને પાણીમાં ઉકાળી જે વ્યક્તિને તાવ આવતો હોય તેણે પીવો જોઈએ, તે પીવાથી તાવમાં ફાયદો થાય છે. આંબલીનું પાણી પીવાથી પણ તાવમાં રાહત મળે છે. તે માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી આંબલીને ઉકાળવું. ત્યાર બાદ આ પાણીનું સેવન કરવાથી મેલરિયાના તાવમાં થતા માથાના દુખાવામાં રાહત થાય છે.

તે ઉપરાંત લીમડાના પાનને ઉકાળી તેનું પાણી પીવાથી પણ તાવમાં રાહત થાય છે. મેલીરીયા જેવા તાવમાં હરસીંગારના પાન, આદુનો રસ અને ખાંડ આ બધી વસ્તુને મિક્સ કરી પીવાથી તાવમાં ફાયદો થાય છે અથવા આદુ અને કિશમિશને પાણીમાં ઉકાળી પીવાથી ફાયદો થાય છે. ધતુરાના પાનમાં ઘણા પ્રકારના ગુણો હોય છે. બે થી ત્રણ તાજા પાનને લઈ તેમાં ગોળ મિક્સ કરી તેની ગોળી બનાવવી. જયારે તાવ આવે ત્યારે આ ગોળી તેને વ્યક્તિને આપવાથી તાવમાં ઘણી રાહત મળે છે.

જો તાવ આવવાની સંભાવના હોય ત્યારે દસ ગ્રામ જેટલા તુલસીના પાનનો રસ લઈ, તેમાં કાળા મરીનો પાવડર નાખી પીવાથી ફાયદો થાય છે. તમામ પ્રકારના તાવ અને શરદી દુર કરવા માટે તજ ખુબ ઉપયોગી છે. તેનો પાવડર બનાવીને પાણીમાં નાખી તેનું પાણી પીવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *