વાળની સફેદીની ચમકારથી આજે જ મેળવો મુક્તિ, બસ એકવાર ટ્રાય કરો આ દેસી ઉપચાર અને તમારા વાળને બનાવો લાંબા, ઘાટા અને આકર્ષક…

આજકાલ લોકોમા સફેદ વાળની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે, જેમ-જેમ માણસની ઉમર થતી જાય તેમ તેના વાળ સફેદ થતાં હોય છે. આ એક પ્રાકૃતિક છે પરંતુ, આજકાલ નાના બાળકો અને યંગ લોકોમા પણ સફેદ વાળ જોવા મળે છે, આ એક એવી સમસ્યા છે. જેનાથી યંગ ઉમરના લોકો ખુબ જ શરમ અનુભવે છે અને સફેદ વાળને છુપાવવા માટે અમુક પ્રકારના કલરોનો વાળમા ઉપયોગ કરે છે પરંતુ, આવુ કરવાથી સફેદ વાળ થોડો ટાઈમ માટે જ છુપાવી શકીએ છીએ.

આવા કલરમા અમુક રસાયણોનો ઉપયોગ કરવામા આવે છે, જે આપણા વાળ તેમજ શરીરમા પણ ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. જેનાથી વાળ ખરવા, વાળમા ખોળો થવો તેમજ બીજી અનેક બીમારીઓ વાળમા જોવા મળે છે. આવા રસાયણિક કલરનો ઉપયોગ કરવા કરતા જો આયુર્વેદિક ઈલાજ કરવામા આવે તો કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી અને સાથે-સાથે સફેદ વાળમા પણ રાહત થાય છે તો આજે આપણે આયુર્વેદિક ઇલાજથી સફેદ વાળ કેવી રીતે અટકાવવા તે જાણીએ.

વાળ સફેદ થવાનુ કારણ આપણા શરીરમા ઘટતા પ્રોટીન, વિટામિન, ખનીજ આ ઉપરાંત ઉચ્ચ પાવરવાળી મેડિસિન્સ આવી. અનેક વસ્તુના કારણે સ્ત્રીઓ તેમજ પુરુષો બધામા આ સમસ્યા જોવા મળે છે. આવી સમસ્યાનુ નિરાકરણ લઈ આવવા માટે આપણે આયુર્વેદિક ઈલાજનો આગ્રહ રાખવો, જેથી કરીને શરીરમા બીજા કોઈપણ પ્રકારનુ નુકશાન થતું અટકાવી શકાય છે.

આ ઉપરાંત ભોજનમા કોપરની કમીથી પણ આવી સમસ્યા ઊભી થઈ શકે છે. આવી સમસ્યાને દૂર કરવા માટે શરીરમા કોપર મળી રહે, તેના માટે ભોજનમા મશરૂમ્સ, કાજુ, તલ, બદામ, દાળ, ચિયાના, એવોકાડો, કિસમિસ, આખા અનાજ, કઠોળ, સોયાબીન, લીલા શાકભાજી વગેરે જેવો ખોરાક લેવો જોઈએ. આવા ખોરાકની અંદર કોપર ભરપૂર પ્રમાણમા જ હોય છે, જેથી કરીને આપણે વાળની સમસ્યાથી મુક્તિ મળે છે.

આ ઉપરાંત આયુર્વેદિક ઔષધિ ભૂંગરાજ નામ તમે સાંભળ્યુ જ હશે. આ આયુર્વેદિક ઔષધિ ઠંડી હોય છે જેથી, તેના તેલની માલિશ કરવાથી ઠંડક મળે છે અને માથાના દુ:ખાવામા પણ જો આ તેલથી માલિશ કરવામા આવે તો તેમાં ફાયદો થાય છે અને આ તેલથી વાળનો સારો વિકાસ થાય છે.

આ ઉપરાંત આંબળા અને નારિયેળના તેલનો પ્રયોગ કરવાથી વાળની સમસ્યા દૂર થાય છે. એક ચમચી આંબળાનો પાવડર અને તેમા થોડુ નાળિયેરનુ ઓઈલ ઉમેરી, ત્યારબાદ તેને ગરમ કરીને થોડીવાર માથામા નાખવુ, જેનાથી વાળની સમસ્યા દૂર થશે. ત્યારબાદ વાળને ખરતા અટકાવવા અને મજબૂત સિલ્કી તૈયાર કરવા માટે એરંડા અને સરસવના તેલની માલીશ કરવી જોઈએ.

એરંડાની અંદર પ્રોટીનની વધુ માત્રા હોય છે, જે વાળ તૂટતા અટકાવે છે. સરસવના તેલમા ઝીંક, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને સેલેનિયમ હોય છે. જે વાળને સિલ્કી બનાવવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત પોષણ પૂરું પાડે છે, જેથી વાળ કાળા રહે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *