ટૂંક સમય મા જ તમારા પેટને સાફ કરી જડમૂળથી દુર કરો જૂનામા જૂની કબજિયાત, આજે જ ઘરે બનાવો આ ફાકી, જાણો તમે પણ…

મિત્રો, કબજિયાત એ આ પ્રવર્તમાન સમયની સર્વસામાન્ય ફરિયાદ બની ચુકી છે. આજના સમયમા સો ટકા લોકોમાથી ૬૦ ટકા યુવા સ્ત્રી અને પુરુષોને કબજિયાતની સમસ્યા રહેતી હશે. કબજિયાત એ કોઈ વિશેષ સમસ્યા નથી પરંતુ, જો તે લાંબો સમય તમારા શરીરમા રહે તો તમારા શરીરમા અનેકવિધ ગંભીર બીમારીઓને જન્મ આપે શકે છે.

પરંતુ, જો વહેલી સવારે ઊઠતા જ જો તમારુ પેટ ખાલી થઈ જાય તો તેના જેવું સુખ બીજુ કઈ જ નથી. તેનાથી આખો દિવસ આનંદથી ભરપૂર રહેશે. ઘણીવાર કબજિયાતની સમસ્યાના કારણે સરદર્દની સમસ્યા પણ રહેતી હોય છે. આંતરડામા જે મળ ભરાઈ જાય છે, તેનુ ઝેર શરીરમા અને લોહીમા મિક્સ થઇ જાય છે અને અનેકવિધ ભયંકર બીમારીઓ થાય છે.

જો તમે ઈચ્છો તો રાત્રે સૂતી વખતે તાંબાના સાફ લોટામા પાણી ભરીને રાખી શકો છો. વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠીને મોઢુ સાફ કરીને આ લોટામાનુ પાણી પી જાવ. ત્યારબાદ સૂવુ હોય તો સૂઈ જવુ. વહેલી સવારે આ ઉપાય અજમાવવામા આવે તો આ કબજીયાતની સમસ્યામાંથી તમને તુરંત રાહત મળી શકે છે.

આ સિવાય જો તમને અવારનવાર પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા રહેતી હોય તો હરડેનુ ચૂર્ણ એક ગ્રામ, ખાવાનો સોડા એક ગ્રામ, હિંગાષ્ટક એક ગ્રામ આ ત્રણેયની ફાકી ઠંડા પાણી સાથે સવાર-સાંજ લેવી. આ ફાકીનુ નામ છે શિવાક્ષાર પાચન. આ ફાકીના સેવનથી તમે અર્જીણ, ગૅસ, અરુચિ, કબજિયાત તમામ સમસ્યાઓમા રાહત મેળવી શકો છો.

જો તમે ઈચ્છો તો ભોજનમા પ્રવાહી ભોજન પણ લઇ શકો. દૂધ, છાશ, ઘી, ફળફળાદિ આવશ્યક માત્રામા લેવાની આદત કેળવવી. શક્ય બને તો રાતનુ ભોજન લેવાનુ બંધ કરી દો અને એક શેર ગરમ દૂધ પીને જ સૂઈ જાવ. આ સિવાય દાળનુ પાણી પીવુ અને શાકને તેલ યા ઘી નો વઘાર મૂકી થોડુ પાણી નાખીને બાફવું.

આ ઉપરાંત આખો દિવસ કામ કરતી વખતે ટટાર બેસી રહેવાની આદત કેળવવી. જો તમે વળીને બેસો તો તેના કારણે હોજરી અને આંતરડા પર દબાણ આવે છે એટલે પાચનક્રિયા નબળી પડે છે. ચાલતી વખતે પણ છાતી કાઢીને ટટાર રાખો. આ સિવાય ખાટા લીંબુનો રસ અથવા તો થોડાક ગરમ પાણી સાથે તેની અંદર સહેજ મધ નાખીને પીવામા આવે તો તમને કબજિયાતની સમસ્યામા રાહત મળી શકે છે.

આ સિવાય ભોજન કરતા સમયે વચ્ચે-વચ્ચે ક્યારેય પણ પાણી ના પીવુ જોઈએ. ભોજન પછી ઘણા લોકોને વધારે પડતુ પાણી પીવાની આદત હોય છે, એ ખરાબ છે. ભોજન પછીના ૪પ મિનિટ બાદ પાણી પીવું જોઈએ. ભોજનની વચ્ચે પણ વારંવાર પાણી ના પીવુ જોઈએ. આ સિવાય અમુક વિશેષ આસનો જેમકે, પશ્ચિમોત્તાનાસન, મત્સ્યાસન, મયૂરાસન, શીર્ષાસન વગેરે આસનો કરીને પણ તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકો છો તો એકવાર આ ટીપ્સ ને અવશ્ય અજમાવજો, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *