તમે પણ જાણીલો પોસ્ટની આ સ્કીમ વિષે, રોજના જમા કરો રૂપિયા ૯૫ અને મેચ્યોરીટી ઉપર મળશે રૂપિયા ૧૪ લાખ…

પોસ્ટ ઓફિસમાં અનેક વીમા પોલીસ હોય જ છે. તેમાંથી જ એક સ્કીમ છે ગ્રામ સુમંગલ રૂરલ પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ. આ સ્કીમ એક એન્ડોમેન્ટ છે. તે જે લોકો ગામડામાં રહે છે તેને મનીબેક સાથે ઇન્સ્યોરન્સ કવર પણ આપે છે. આ સ્કીમમાં બે પ્રકારના પ્લાન હોય છે. આ યોજનાનો વધુ એક ફાયદો એ છે.

જો તમે નિયમિત ૯૫ રૂપિયાના હિસાબે તમે તેમાં રોકાણ કરશો, તો આ સ્કીમના અંતે તમને ૧૪ લાખ રૂપિયા મેળવી શકશો. રૂરલ પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમની શરૂઆત ૧૯૯૫ માં કરવામાં આવી હતી. આ સ્કીમમાં પોસ્ટ ઓફીસમાં છ અલગ અલગ વીમા યોજના શરૂ થઈ હતી. તે છ માંથી એક છે ગ્રામ સુમંગલ યોજના.


શું છે ગ્રામ સુમંગલ યોજના :

આ વીમા પોલીસી તે લોકો માટે ખુબ ફાયદાકારક છે, જેને સમયે સમયે પૈસાની જરૂર પડતી હોય. મની બેંક ઇન્સ્યોરન્સ પોલિસી ગ્રામ સુમંગલ યોજના વધુમાં વધુ દસ લાખ રૂપિયાનો સમ અન્સ્યોડ મળે છે. જો કોઈ વ્યક્તિએ પોલિસી લીધી છે, અને તેના સમય દરમ્યાન જો તે વ્યક્તિની કોઈ કારણસર મુત્યુ થાય તો તેનો લાભ પણ મળે છે. તે વ્યક્તિનું મૃત્યુ થવા પર નોમિનીને સમ અન્સ્યોડ સાથે બોનસ પણ આપવામાં આવે છે.

પોલિસી કોણ લઈ શકે છે :

પોલિસી સુમંગલ સ્કીમ બે પીરીયડ માટે આપે છે. તેમાં પંદર અને વીસ વર્ષ હોય છે. આ પોલિસી મેળવવા માટે વ્યક્તિની ઉમર ઓગણીસ વર્ષની તો હોવી જ જોઈએ. વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષના વ્યક્તિ આ પોલિસી પંદર વર્ષ માટે લઈ શકે છે. જો વીસ વર્ષની પોલિસી જોતી હોય તો તેના માટે જે વ્યક્તિની ઉમર ચાલીસ વર્ષની હોય તે લઈ શકે છે.

મની બેકનો નિયમ :

જે વ્યક્તિએ પંદર વર્ષની પોલિસી લીધે છે તેને છ વર્ષ, નવ વર્ષ અને બાર વર્ષ પુરા થાય ત્યારે વીસ વીસ ટકા મની બેક મળે છે. અને સાથે મેચ્યોરિટી પર બોનસ સહિત ચાલીસ ટકા પૈસા આપવામાં આવે છે. તેજ રીતે જો વીસ વર્ષની પોલિસી હોય તો તેમાં આઠ વર્ષે, બાર વર્ષે, સોળ વર્ષેના સમય ગાળા પર વીસ વીસ ટકા પૈસા આપવામાં આવે છે. બીજા ચાલીસ ટકા પૈસા બોનસ સાથે આપવામાં આવશે.

ફક્ત ૯૫ રૂપિયામાં દરરોજનું પ્રીમીયમ :

જો પ્રીમીયમની વાત કરીએ તો પચીસ વર્ષનો વ્યક્તિ સાત લાખ રૂપિયા સાથે તેની પોલિસી વીસ વર્ષ માટે લઈ શકે છે. દર મહીને ૨૮૫૩નું પ્રીમીયમ પડે છે, એટલે કે દરરોજનું પંચાણું રૂપિયાનું પ્રીમીયમ પડશે. તેનું ત્રિમાસિક પ્રીમીયમ આશરે ૮૪૪૯ રૂપીયા રહેશે. અને તેનું છમાસિક પ્રીમીયમ ૧૬૭૧૫ રૂપિયા રહેશે. અને એક વર્ષનું પ્રીમીયમ ૩૨૭૩૫ રૂપિયા રહેશે.

આ રીતે મળશે ૧૪ લાખ રૂપિયા :

પોલીસીમાં આઠ, બાર અને સોળ વર્ષમાં વીસ વીસ ટકાના હિસાબે ૧.૪ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે. અંતે વીસ વર્ષમાં ૨.૮ લાખ રૂપિયા સમ અશયોર્દના રૂપમાં પણ આપવામાં આવે છે. ત્યારે પ્રતિ હજાર વાર્ષિક બોનસ અડતાલીસ રૂપિયા છે. સાત લાખના સમ અશયોર્દ પર વાર્ષિક બોનસ ૩૩૬૦૦ રૂપિયા થાય. એટલે કે વીસ વર્ષના બોનસમાં કુલ રૂપિયા ૧૩.૭૨ લાખ રૂપિયાનો ફાયદો થાય છે. તેમાં મની બેક તરીકે પહેલાથી જ ૪.૨ લાખ રૂપિયા તમને મળી રહે છે. અને મેચ્યોરિટી પર એક સાથે ૯.૫૨ લાખ રૂપિયા આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *