સુવાના અડધી કલાક પહેલા દરરોજ એક ચમચી આ વસ્તુનું કરો સેવન, જીવનમાં ક્યારેય પણ નહિ પીડાવું પડે ગેસ અને એસીડીટીની સમસ્યાથી, આજે જ જાણો…

મિત્રો, આજે આપણે ગેસ અને એસીડીટી જેવી સમસ્યાઓ થવાના કારણો અને નિદાન અંગેની ચર્ચા કરીશુ. ઘણીવાર કબજિયાતની સમસ્યા પેટમા ગેસ થવાનુ કારણ બને છે અને પેટ ફૂલી જાય છે અને તેના કારણે પેટની અંદર અન્ય અનેકવિધ બીમારીઓ પણ થાય છે.જો સમયસર કબજિયાતની સારવાર ન કરવામાં આવે તો આ રોગ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. તેથી આવી બીમારીને જરાપણ નજરઅંદાજ ના કરો.

આ સમસ્યાથી રાહત મેળવવા માટે અનેકવિધ પ્રાકૃતિક ઉપચાર આવેલા છે. આજે આ લેખમા આપણે આ ઉપાયો વિશે માહિતી મેળવીશુ. આ ઉપાયોની મદદથી તમને પેટ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ સામે રાહત મળશે. જો તમને પણ ગેસની સમસ્યા રહેતી હોય તો ત્રિફલાનો પાવડર તેના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે અને તેના સેવનથી તમારી ગેસની સમસ્યા પણ સુધરે છે.

ત્રિફલા પાવડરનુ સેવન પાચનની પ્રક્રિયાને મજબુત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેથી, જે લોકોને ગેસની સમસ્યા હોય છે તેમણે ત્રિફળા પાવડરનો ઉપયોગ કરવો. આ સિવાય કિસમિસ પણ આ સમસ્યાના નિદાન માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેમા ફાઈબર પુષ્કળ માત્રામા જોવા મળે છે અને ફાઈબરયુક્ત આહાર ખાવાથી ગેસની ફરિયાદ પણ રહેતી નથી.

જે લોકો ગેસ્ટ્રીકની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમના માટે અંજીરનું સેવન પણ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી તમને કબજિયાતમા ખુબ જ સારી એવી રાહત મળે છે. આ ઉપરાંત કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે તમે સૂકા અથવા પાકેલા અંજીર ખાઈ શકો છો. થોડા દિવસ સતત અંજીર ખાવાથી પેટને લગતી તમામ બીમારીઓ દૂર થશે અને કબજીયાતની સમસ્યા સામે પણ રાહત મળશે.

આ સિવાય તમે દૂધ સાથે પણ અંજીરનું સેવન કરી શકો છો. એક ગ્લાસ દૂધ ગરમ કરવા માટે તેને ગેસ પર મુકો અને તેની અંદર થોડી અંજીર ઉમેરો. આ દૂધને થોડો સમય માટે ઉકાળો અને તેને ઠંડુ કરો અને પીવો. દરરોજ રાત્રે આ દૂધ પીવાથી સવાર સુધીમાં તમારું પેટ સાફ થઈ જશે.જો તમે ઇચ્છો, તો તમે ફળો તરીકે અંજીર પણ ખાઈ શકો છો.

આ ઉપરાંત હીમેજ એક અત્યંત ઉપયોગી આયુર્વેદિક ઔષધિ છે, આ ઔષધિ દ્વારા આપણે અનેક રોગોનો સામનો કરી શકીએ છીએ. આ ઔષધિનું ચૂર્ણ કરીને ચાટવાથી પેટને લગતી તમામ બીમારીઓનો નાશ થાય છે.આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને વાળની સમસ્યા છે તો એવામાં આપણે આ ઔષધિનો ઉપયોગ કરી શકીએ છીએ આ ઔષધિમાં વિટામિન,લોહતત્વ,મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી આવી બીમારીની અંદર આપણે આ વનસ્પતિનો ઉપયોગ કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *