સ્કુલ બસ માં એક છોકરીના શરુ થઇ ગયા પીરીયડસ, પછી આ છોકરા એ જે કર્યું તે દુનીયા માટે એક મિસાલ છે

ક્યારેય ક્યારેક એવી ખબરો આવે કે આપણે અંદર થી ખુબ દુખ થાય  કે છોકરીઓ માટે આ દુનિયામાં જીવવું સહેલું નથી પણ અમુક ખબરો એવી પણ હોય છે. જે સાંભળીને આપણને સંતોષ થાય કે હજુ દુનિયામાં સારા લોકો જીવતા છે. છોકરીઓ ની પરિસ્થિતિ ને સમજી અને તેનો સપોર્ટ કરે એવા લોકો આજે પણ આ દુનિયા માં છે. જેઓ છોકરીઓ નું સન્માન કરે છે અને છોકરીઓ ને નીચે જોવું પડે એવું કરવા કરતા છોકરીઓ ની સ્થિતિ ને સમજી અને તેની મદદ કરે છે.

આજે અમે તમને આવા જ એક કિસ્સા વિષે જણાવીશું.  એક છોકરી સ્કુલ બસ માં પોતાના ઘરે આવી રહી હતી  ત્યારે અચાનક તેના પીરીયડશ શરુ થઇ ગયા. આ જોઈ ને છોકરી ખુબ જ ગભરાઈ ગઈ. તેનું બ્લીડીંગ થઇ રહ્યું હતું આ માટે તે ખુબ જ પરેશાન થઇ ગઈ. આ બધુ એક છોકરા એ જોયું અને તેણે જોયું કે છોકરી ખુબ જ ડરી ગઈ હતી. આ છોકરો તે છોકરી કરતા એક વર્ષ મોટો હતો.

આ છોકરા એ વધુ વિચાર્યા વિના તરત જ તે છોકરી ના કાન માં જઈ ને કીધું કે આ લે મારું સ્વેટર  અને કમર નીચે બાંધી લે. પણ છોકરી ને બહુ જ સંકોચ થઇ રહ્યો હતો. તે હજુ ખુબ જ ડરેલી હતી. ત્યારે છોકરા એ તે છોકરી ને કાન માં કહ્યું કે  તમે ચિંતા ન કરો તમારી જગ્યા એ મારી બહેન હોય તો તેની સાથે પણ આ સમસ્યા થઇ શકે છે. પછી આ છોકરી કોઈ પણ દિક્કત વિના સ્વેટર બાંધી અને ઘરે પહોચી શકી.

પછી ઘરે જઈ અને આ છોકરી એ આખી વાત તેની મમ્મી ને કહી. આ વાત સાંભળી ને તેની મમ્મી એ ફેસબુક માં એક ગ્રુપ માં આ ઘટના લખી અને કહ્યું કે  હું તે છોકરા અને તેની મમ્મી નો ખુબ જ ધન્યવાદ કરવા માગું છુ. આ છોકરા એ  મારી છોકરી ની મદદ કરી એ માટે અને તેની મમ્મી ને એટલા માટે કે તેણે પોતાના છોકરા ને આટલા સારા સંસ્કાર અને શિક્ષા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *