શું તમને પણ મુસાફરી કરતા સમયે વારંવાર ઉલટી થાય છે? તો લેખ તમારા માટે જ છે, ઉલ્ટી બંધ કરવાના આ ઉપાય વિશે જરૂર જાણો…

તમે ક્યારેય બહાર મુસાફરી કરી રહ્યા છો અને મુસાફરી કરતી વખતે તમને પેટમાં અપચો જેવી સમસ્યા થાય છે. તેને લીધે ધણી વખત ઉલટી પણ થાય છે. તેવી પરીસ્થિતિમાં ઉલટીને બંધ કરવા માટે આપણે દવાનો સહારો લેતા હોએ છીએ. તે દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી, તે આપણા આરોગ્ય માટે ખુબ નુકશાન કારક પણ હોય શકે છે. તેવી સ્થિતિમાં ઉલટીને બંધ કરવા માટે કેટલાક આર્યુવેદ ઉપચારો વિષે વાત કરીશું. તે માટે તમારે કોઈ પણ પૈસાનો ખર્ચ કરવો નહિ પડે. તેની બધી વસ્તુઓ તમારા રસોડામાં જ તમને મળી રહેશે.

જો તમને ઉલટી થતી હોય ત્યારે તુલસીના રસમાં પાણીમાં મિક્સ કરી પીવાથી તેમાં જલ્દી રાહત મળે છે. તે ઉપરાંત તુલસીના પાનના રસમાં મધ મિક્સ કરીને પણ પી શકાય છે. જયારે ઉલટી થાય તેવું લાગે ત્યારે ઘરમાંથી મરીના બે થી ચાર દાણા ચગરવા. કાળા મરી સાથે કારેલાના પાનનો રસ પણ પી શકાય. તે પીવાથી થોડા સમયમાં જ તમને ઉલ્ટીમાં રાહત થતી જોવા મળશે. જો તમને વારંવાર ઉલ્ટીની સમસ્યા રહેતી હોય ત્યારે ડુંગળીના રસમાં મધ મિક્સ કરી પીવાથી તેમાં રાહત મળે છે.

તે ઉપરાંત તમારે આદુ અને લીબુના રસને એકસરખા પ્રમાણમાં લો, અને તેને પાણીથી પીવું. આદુના રસમાં વરીયાળીનું તેલ મિક્સ કરી સવાર સાંજ તેનો ઉપયોગ કરવો. જયારે પણ ઉલટી થાય ત્યારે તમારે મોઢામાં લવિંગ રાખવુ અથવા લવિંગ અને તજનો ઉકાળો બનાવીને પીવો. લીમડાના છાલનો રસ મધ સાથે મિક્સ કરીને પણ પી શકાય છે. આ ઉપાયો ઉપરાંત, તમારે દસ ગ્રામ કપૂર, સેલરિ અને ફુદીનો નાખીને બરાબર મિક્ષ કરીને તેને કાચની બોટલમાં રાખવું જોઈએ. આ બધાનું મિશ્રણ તડકામાં રાખો તેને છત અથવા આંગણામાં મુકવું.

તે થોડી વારમાં ઓગળી જશે, પછી તેના ત્રણ થી ચાર ટીપા દિવસમાં બે કે ચાર વખત પીવાથી ઉલ્ટીમાં ફાયદો થાય છે. કોથમીરનો રસ કાઢો, તેમાં થોડો સેંધાલુ મીઠું, એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નાખી પીવાથી તમને ઉલ્ટીમાં ઘણી રાહત આપશે. તમે બીજી વસ્તુ પણ કરી શકો છો. કોથમીર પાવડર અને અડધી ચમચી વરિયાળીનો પાઉડર લો, તેને એક ગ્લાસ પાણીમાં નાખો અને તેમાં થોડી ખાંડ અથવા સાકર મિક્સ કરવી.

આ સિવાય તમે ગિલોય ના પીણાં મા સાકર ભેળવીને આ બે ચમચી જ્યુસ પી શકો છો. આ ઉપચારનો ઉપયોગ દિવસમાં ત્રણ વખત કરવાથી. જલ્દી ઉલટી બંધ થય જશે. ગિલોયનો ઉકાળો પણ ઉલટી માટે અસરકારક રહેશે. લીંબુનો રસ, ફુદીનાનો રસ અને મધ સરખા પ્રમાણમાં મિક્સ કરો. અને તેને દિવસમાં બે કે ત્રણ વખત પીવો. આ પ્રયોગ કરવાથી ઉબકા અને ઉલટીની સમસ્યામાંથી તમને ટૂંક સમયમાં રાહત થતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *