શું તમને ખ્યાલ છે જૂનામા જૂનો કમરદર્દ દૂર કરવા માટે નો આ છે સૌથી સહેલો તેમજ કુદરતી ઉપાય, એકવાર અજમાવી તો જુઓ…

મિત્રો, એક જ જગ્યા પર સતત બેસી રહેવાથી ઘણી વખત પીઠનો દુ:ખાવો થાય છે. કોઈકવાર આ દુ:ખાવો અસહ્ય બને છે. તેથી લોકો તેને દૂર કરવા માટે કેટલીક દવા કહે છે પરંતુ, તેનાથી થોડા સમય રાહત મળે છે. ત્યારબાદ ફરીથી દુ:ખાવો ચાલુ થઈ જાય છે. જો તમને પણ આવી તકલીફ થતી હોય તો કોઈ પણ દવાનો ઉપયોગ કરવાની જરૂર નાથી. તમે ઘરેલુ ઉપચાર દ્વારા હંમેશા માટે કમરના દુખાવાથી છુટકારો મેળવી શકશો.

પીઠના અથવા કોઈપણ અંગના દુ:ખાવાને દૂર કરવા માટે સૌથી સારો ઉપાય છે કસરત. દરરોજ જે લોકો નિયમિત રીતે કસરત કરે છે તે લોકોને કોઈ દિવસ કમર કે પીઠના દુખાવાની તકલીફ થતી નથી. તેથી દરરોજ કસરત કરવા માટે સમય કાઢી લેવો. કમરના દુ:ખાવામા રાહત મેળવવા માટે ગરમ પાણીનો શેક કરો. તેનાથી તમને જલ્દી જ રાહત મળી જશે. તેના માટે દુ:ખાવાવાળી જગ્યા પર ગરમ પાણી વારંવાર નાખી. તમે બરફ પણ ઘસી શકો છો. તેનાથી પણ તમને કમરના દુ:ખાવામા રાહત મળી જશે.

આ ઉપરાંત સરસવના તેલ ને થોડું ગરમ કરી તેના વડે કમર ના દુખત ભાગ પર મસાજ કરવાથી રાહત મળશે. સંચળ ને શેકી તેની પોટલી બનાવી. તેને દુખતા ભાગ પર મૂકી સેક કરવાથી સ્નાયુઓ હળવા થશે અને પીડામાં રાહત મળશે. પીઠના દુ:ખાવાવાળા લોકો ધૂમ્રપાન કરવાનું બંધ કરવું જોઈએ કારણકે, ધૂમ્રપાન કરવાથી હાડકાં નબળા પડે છે અને અંગોમાં દુ:ખાવો થાય છે.

એક જ સ્થિતિમાં એક જ જગ્યાએ બેસી ન રહેવું. થોડી થોડી વારે શરીરની સ્થિતિ બદલતી રહેતી. એક જ સ્થિતિમાં બેસવાથી કમર પર ખરાબ અસર પડે છે અને દુખાવો થાય છે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તમારું વજન વધુ હોય તો પણ તમને કમરનો દુ:ખાવો થઈ શકે છે.

મોટાભાગના મેદસ્વી લોકો કમરના દુખાવાની ફરિયાદ કરે છે. તેથી જો તમારું વજન વધુ હોય તો તેને ઓછું કરવા પ્રયત્ન કરો. રોજ સવારે નવશેકા ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવું. તેનાથી વજન ઓછો થશે અને શરીરમાં ઉર્જા ભરપુર રહેશે. ભોજનમાં પોષ્ટિક આહાર લો. જેવા કે દૂધ, દહીં, દાળ, ઈંડા, લીલા શાકભાજી વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો. આ વસ્તુ તમારા હાડકા ને મજબૂત બનાવશે. આ ઉપરાંત સવારના કુણા તડકામાં ૧૫ મિનિટ બેસવું તેનાથી શરીરમાં વિટામિન ડી મળે. જે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે. ખોરાકમાં વિટામિન ડી અને કેલ્શિયમ યુક્ત ખોરાક વધુ ખાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *