શું તમને ખ્યાલ છે ચેહરા તેમજ વાળ માટે કોઈ વરદાન થી કમ નથી કુંવારપાઠુ, આવા છે ગજબના ફાયદા, જાણો તમે પણ…

કુંવારપાઠું એટલે કે એલોવેરા ના આયુર્વેદિક ગુણો વિષે તો તમે જાણતા જ હશો. તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત તે સૌંદર્યવર્ધક પણ છે. ત્વચા ની ઘણી સમસ્યાઓ સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ત્વચાની સમસ્યા દૂર કરે છે અને તેને પોષણ પણ આપે છે. વાળ અને ત્વચાની સુંદરતા વધારવા માટે આ ખુબ જ સારો ઉપાય છે.

તે ચહેરાને કુદરતી રીતે નિખારે છે અને વાળને સિલ્કી અને મજબૂત કરે છે. કુંવારપાઠામાં વિટામિન, મિનરલ્સ અને એમીનો એસિડ અને બીજા પણ ઘણા પોષક તત્વો હોય છે. જે તમારા ચહેરાના ડેડ સ્કિન સેલ દૂર કરી કુદરતી નિખાર આપે છે. તો ચાલો તેના ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે થોડું જાણી લઈએ.

ત્વચા માટે :

જો તમે ચહેરા પરથી ખીલ અને ડાઘ ધબ્બા દૂર કરવા માંગતા હોય તો દરરોજ કુંવારપાઠું લગાવો. કુંવારપાઠાનું જ્યુસ અથવા જેલ દરરોજ ૨૦ મિનિટ સુધી લગાવી ત્યારબાદ પાણીથી ધોઈ લો. તે ત્વચાને સુવાળી કરે છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમારી ત્વચા યુવાન રહેશે અને વાન નિખારશે.

એલોવેરા જેલ મેકઅપ દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ જેલનો મેકઅપ દૂર કરવા માટે ઉપયોગ કરવાથી કોઈ આડઅસર થતી નથી. તેમા એન્ટી-એજિંગ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણ પણ હોય છે. જે ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ કુંવારપાઠું ચહેરા પર ઘસવાથી ત્વચા ચમકીલી અને ખૂબસૂરત બનશે.

વાળ માટે :

જો તમને વાળ ખરવાની તકલીફ હોય તો તમે કુંવારપાઠા નો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ લગાવવાથી તૈલીય વાળ ની સમસ્યા દૂર થાય છે. તે ખોપરી માંથી આવતા તેની માત્રા ઓછી કરે છે. એલોવેરામાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે વાળને ચમકદાર બનાવે છે. આ ઉપરાંત તેમા રહેલા વિટામિન બી-૧૨ અને ફોલિક એસિડ વાળને ખરતા અટકાવે છે.

કુંવારપાઠુ એ લોહીનું ભ્રમણ વધારે છે. તેથી જ્યારે તમે તેને માથામાં લગાવો છો ત્યારે ત્યાં લોહીનું ભ્રમણ વધી જાય છે અને વાળનો વિકાસ સારી રીતે થાય છે તેમજ નવા વાળ પણ ઊગવાનું ચાલુ થાય છે. આ સિવાય તે ટાલ દૂર કરવામાં પણ મદદ કરે છે. તે લોહીનું ભ્રમણ વધારે છે તથા નવા વાળ ઉગાડવામા પણ મદદરૂપ થાય છે. તેથી વાળનો ગ્રોથ વધે છે. તે વાળને મજબૂત અને લાંબા બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *