શું તમે પણ બની ગયા છો ડાયાબિટીસ, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ જેવી ખતરનાક બીમારીઓના શિકાર…? તો ગભરાશો નહિ આજે જ અજમાવો આ સરળ ઘરેલું ઉપચાર અને મેળવો રાહત….

મિત્રો, હાલનો સમય ખુબ જ દુષણયુક્ત અને ભેળશેળવાળો બની ચુક્યો છે અને તેના કારણે જ લોકો અવારનવાર બીમાર પડે છે. ઘણા લોકો તો કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ અને બ્લડ સુગર જેવી જીવલેણ સમસ્યાના પણ શિકાર બને છે ત્યારે આજે આ લેખમા અમે તમને આ ત્રણેય સમસ્યા સામે રક્ષણ મળે તેવા અમુક અસરકારક ઉપાય વિશે જણાવીશુ, ચાલો જાણીએ.

સમારેલી અથવા વાટેલી કોથમીર એક ચમચી ખાઈ ઉપર પાણી પી જવું. તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. કોથમીર લોહીનું વહન કરતી નસો ને સાફ કરે છે. તેથી તેનો બધા જ શાકમાં, દાળમાં કે ફરસાણ માં ભરપૂર ઉપયોગ કરવો. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ખાવા પીવા માં પણ થોડો ફેરફાર કરો. ઘી, તેલ, માખણ વગેરે ખાવાનું સાવ બંધ કરો. રોટલી કરતાં રોટલા વધુ ખાવા. શાક ખાલી બાફેલું જ ખાવું.

ખાટી વસ્તુઓ જેવી કે આમળા, લીંબુ, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા, આમલી, ખાટી દ્રાક્ષ વગેરે નુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. દરરોજ સાંજે શેકેલા છોતરાં વાળા ચણા એક મુઠી ખાઈને પાણી પીવાથી પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને તે હૃદયને મજબૂત બનાવે છે.

તજ આપણા રસોડામાં આસાનીથી મળી જાય છે. દરરોજ ૧ ગ્રામ તજનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. સવારે ચા પીતા પહેલા તજ નું સેવન કરવું તેનાથી ફાયદો થશે. દરરોજ લીમડાના પાનનો રસ પીવાથી શરીરમાં ઇન્સ્યુલિન નું ઉત્પાદન વધે છે અને તે સુગર ને નિયંત્રણમાં રાખે છે. લીમડાનો રસ બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે પણ ઉપયોગી થાય છે. તેથી દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાનના રસનું સેવન કરવું.

મેથી નો ઉપયોગ પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કરી શકાય છે. તેના માટે દરરોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી પલાળી દો. સવારે આ પાણી પી જવું અને મેથી પણ ગળી જાવી. નિયમિત આનું સેવન કરવાથી સુગર કંટ્રોલમાં રહેશે. સરગવાની સિંગ સાથે તેના પાન પણ ખૂબ ઉપયોગી છે. સરગવાની સિંગ અને તેના પાન નું જ્યુસ બનાવીને પીવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહેશે. તેથી ડાયાબિટીસ વાળા લોકોએ દરરોજ તેનું સેવન કરવું જોઈએ.

એલોવેરા અનેક રોગોની દવા માટે વપરાય છે. તેનો મોટા ભાગે સ્કિન અને વાળ ની સારવાર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમ એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે બીજા સેલ્સ રીપેર કરવામાં મદદ કરે છે. તેથી ડાયાબિટીસ વાળા લોકોએ તેનો નિયમિત રીતે ઉપયોગ કરવો જોઈએ.

દરરોજ સવારે ખાલી પેરે ૩-૪ તુલસીના પાન ચાવીને ખાઈ જવા. તમે તેની ચા બનાવીને પણ પી શકો છો. તેમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે તેથી તે ઇન્સ્યુલીન ની માત્રા વધારે છે અને સુગરને લોહીમાં ભળતા અટકાવે છે. સવારે ખાલી પેટે તુલસી નું સેવન કરવાથી શરીરમાં બીજા પણ અનેક લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *