શું તમે જાણો છો હનુમાનજી સાથે જોડાયેલી આ પાંચ અગત્ય ની વાતો વિશે? નક્કી જાણીને ચોંકી જશો!

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, પ્રભુ શ્રી રામના બજરંગબલી કેટલા મોટા ભક્ત છે? અને તેમણે માતા જાનકીને પાછા લાવવામા કેવી રીતે પ્રભુ શ્રી રામની સહાયતા કરી હતી તે પણ આપણે જાણીએ છીએ. પ્રભુ શ્રી બજરંગબલી એ મહાદેવના રુદ્રાવતાર છે, ખુબ જ ઓછા લોકો જાણે છે કે, તેમનો જન્મ તેમની માતા અંજનીના શ્રાપને હરાવવા માટે થયો હતો. તો ચાલો આજે આપણે બજરંગબલીને લગતા અમુક રસપ્રદ તથ્યો વિશે માહિતી મેળવીએ.

શા માટે ધારણ કર્યો ભગવો સ્વરૂપ :

માતા સીતાએ પ્રભુ શ્રી રામના લાંબા આયુષ્ય માટે માંગમાં સિંદૂરનો ઉપયોગ કર્યો, આ વાત સાંભળીને બજરંગબલીએ પોતાના આખા શરીરમા સિંદૂર લગાવ્યો. એવુ માનવામા આવે છે કે, ત્યારથી જ બજરંગબલીને સિંદૂર ચડાવવાની પરંપરા ચાલી રહી છે.

બજરંગબલી કેવી રીતે બન્યા હનુમાન :

એવુ કહેવામા આવે છે કે, બજરંગબલી આખો દિવસ રામ નામની ધૂન કરતા રહેતા હતા તેના કારણે તેમનુ નામ “હનુમાન” રાખવામા આવ્યુ હતુ. સંસ્કૃતમા હનુમાનનો અર્થ થાય છે, એક બગડેલ ઢોડી.

તે છે એક પુત્રના પિતા :

ખુબ જ ઓછા ભક્તો જાણે છે કે, બજરંગબલી બ્રહ્મચારી હોવા છતા એક પુત્રના પિતા છે. તેમના પુત્રનુ નામ મકરધ્વજ છે.

તેમને આપવામા આવી હતી મૃત્યુની સજા :

એકવાર પ્રભુ શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર કોઈપણ બાબતે બજરંગબલી પર ક્રોધિત થયા હતા અને તેમણે પ્રભુ શ્રી રામને હનુમાનજીને મૃત્યુની સજા આપવા કહ્યુ હતુ. ત્યારે પ્રભુ શ્રી રામે તેમના સૌથી પ્રિય ભક્તને મૃત્યુદંડની સજા સંભળાવી હતી પરંતુ, આ સજા દરમિયાન બજરંગબલી પ્રભુ શ્રી રામના નામનો જાપ કરતા રહ્યા અને શસ્ત્રોથી તેમના પર કરવામા આવેલા તમામ હુમલાઓ નિષ્ફળ ગયા.

તેમને મોકલવામા આવ્યા હતા પાતાલલોક :

વાસ્તવમા પ્રભુ શ્રી રામ ખૂબ જ સારી રીતે જાણે છે કે, બજરંગબલી દ્વારા તેમના મૃત્યુને ક્યારેય સ્વીકારવામા આવશે નહીં અને તે પૃથ્વી પર ખળભળાટ મચાવી દેશે. તેથી તેમણે સૃષ્ટિના સર્જક બ્રહ્માનો આશરો લીધો અને પ્રભુ બજરંગબલીને મૃત્યુના સત્યથી વાકેફ કરવા પાતાળલોક મોકલવામા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *