શું તમે જાણો છો એસીડીટી ને જડમૂળ માથી નિકાલ કરવો હોય તો છાસમા આ વસ્તુ ભેળવીને પીવો, આ છે અકસીર ઈલાજ….

મિત્રો, દરેક ઘરમા એક વ્યક્તિ તો એવુ હોય જ છે, જેને એસીડીટીની સમસ્યા રહેતી હોય છે. હાલ, વર્તમાન સમયના લોકો કઈપણ તીખુ કે તળેલી વસ્તુનુ સેવન કરે કે તુરંત જ તેને એસીડીટીની સમસ્યા શરુ થઇ જાય છે. જેના કારણે લોકો ખુબ જ હેરાન થાય છે. આજે આ લેખમા અમે તમને છાશનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારી આ એસીડીટીની સમસ્યાને જડમુળથી દૂર કરી શકો છો.

ઉનાળાના દિવસોમા વધુ પડતી ગરમી અને તડકાના કારણે લોકોને અનેકવિધ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. એવામા જો તમે નિયમિત દહીને વલોવીને એની છાસ બનાવીને તેનુ સેવન કરો છો, તો તે તમારા શરીર માટે અમૃત સમાન સાબિત થઇ શકે છે. એની વિશેષ વાત તો એ છે કે, જો તમે ખાધા પછી છાસનુ સેવન કરો છો તો તેનાથી તમને સાંધાના દુ:ખાવામા પણ રાહત મળશે. છાસ પીવાથી આપણા શરીરને ખુબ જ અસરકારક લાભ પહોંચે છે, તો ચાલો જાણીએ.

લાભ :

એસીડીટી દૂર થાય :

જો તમે છાશમા ખાંડ , કાળા મરી અને સિંધવ નમક મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો એસીડીટીની સમસ્યા જડમુળથી દૂર થઇ જાય છે.

આંખો માટે લાભદાયી :

જો તમને આંખોમા અસહ્ય બળતરા થતી હોય તો તમે દહીંની મલાઈને પાંપણ પર લગાવી શકો છો. તેની સાથે જ જો તમે છાશનુ નિયમિત સેવન કરો છો, તો તમને તેમા પણ રાહત મળશે.

પાચનક્રિયા મજબુત બને :

જે લોકોને ભોજન સરખી રીતે ના પચતુ હોય, તેમણે નિયમિત છાશમા વાટેલા જીરાનુ ચૂર્ણ, કાળા મરીનું ચૂર્ણ અને સિંધવ નમક એકસમાન માત્રામા મિક્સ કરીને તેનુ સેવન કરવુ જોઈએ, જેથી પાચનક્રિયા મજબુત બને.

હાડકા મજબુત બને :

છાશમા બાકીના પોષકતત્વોની સાથે-સાથે કેલ્શિયમ પણ સારી માત્રામા હોય છે, જે તમારા હાડકાને મજબુત બનાવવાનુ કાર્ય કરે છે.

કબજિયાતની સમસ્યા દૂર થાય :

છાશનુ સેવન કરવાથી આપણા શરીરમા ઠંડક પહોંચે છે એટલા માટે કબજિયાતની સમસ્યામા તેનુ સેવન કોઈ અમૃતથી ઓછુ નથી હોતું. જ્યારે પણ કબજિયાતની સમસ્યા ઉદ્ભવે ત્યારે છાશમા અજમો મિક્સ કરીને તેનુ સેવન કરવાથી થોડા જ દિવસોમા આ સમસ્યાથી રાહત મળે છે.

આવશ્યક વિટામીન્સ મળી રહે :

છાશમા ભરપૂર પ્રમાણમા વિટામીન સી , વિટામીન એ , વિટામીન ઈ , વિટામીન કે અને વિટામીન બી સમાવિષ્ટ હોય છે. તે તમારા શરીરના પોષણની આવશ્યકતાને પૂર્ણ કરે છે.

લૂ સામે રક્ષણ આપે :

જો તમે ગરમીના કારણે કોઈ શારીરિક સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ અથવા તો પછી લૂ લાગી રહી હોય ત્યારે છાશનુ સેવન સૌથી સારુ રહે છે. તે ઠંડી પ્રકૃતિની હોય છે એટલે તે તમારી લૂ ની સમસ્યા સામે રક્ષા કરે છે.

કોલેસ્ટ્રોલ :

નિયમિત એક ગ્લાસ છાશનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા નિયંત્રિત રહે છે અને હૃદયનો હુમલો આવવાનો ભય પણ ઘટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *