શું તમે જાણો છો આ ફળ વિશે, લીવરની બીમારી તેમજ શરીરની ઇમ્યુનિટી માટે છે ખુબ જ ફાયદાકારક, એકવાર જરૂર જાણી લો આના વિશે…

ઉનાળામાં બધા લોકોને મોસંબી ખુબ પ્રિય હોય છે. તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. મોસંબીમાં વિટામીન બી 9 અને વિટામીન સી રહેલું છે. તે આપણા શરીરના ઘણા રોગને દુર કરે છે. તો ચાલો મોસંબીથી થતા ફાયદા વિષે જાણીએ. મોસંબી આપણા શરીરને સ્વસ્થ રાખે છે. તેની સુગંધ મીઠી હોય છે. જયારે આપણે મોસંબીનો રસ પીતા હોઈએ ત્યારે તેની લાળ ગ્રંથી દ્વારા સ્ત્રાવ થાય છે. તે લાળ પાચનને સુધારવામાં ખુબ ઉપયોગી બને છે.

મોસંબી ખાવાથી વિટામીન સી નો સ્ત્રોત મોસંબીથી દાંત અને પેઢાને સુરક્ષા મળે છે. મોસંબી નું જ્યુસ પીવાથી હ્રદય રોગીઓ માટે હાર્ટ એટેક ની શક્યતા ઓછી થઇ જાય છે કેમ કે તેનો રસ રક્તવાહિનીમાં કોલેસ્ટ્રોલના અવરોધને દુર કરે છે. ગર્ભાવસ્થા માં વમન કે ઉલટીને કારણે સ્ત્રીઓ વધુ પોષ્ટિક આહાર નથી લઇ શકતી. આવી સ્થિતિમાં તેને રોજ મોસંબીનું જ્યુસ પીવું જોઈએ.

મોસંબીના જ્યુસમાં અનાર કે સંતરાનો રસ ભેળવીને પીવાથી ઉલટીની તકલીફ દુર થાય છે. શરીરમાં જયારે પાણીની ઉણપ હોય તો તમે વધુમાં વધુ મોસંબીનું સેવન કરો. કોઈ પણ રોગથી વધુ સમય સુધી પીડિત રહેવા થી કે શારીરિક નબળાઈ વધુ હોવા ઉપર મોસંબીનો રસ પીવરાવવાથી નબળાઈ દુર થાય છે. મોસંબીના રસ આંતરડામાં એકઠા થયેલ ઝેરિલા અંશને પણ કાઢે છે.

મોસંબીના રસનું સેવન કરવાથી શારીરિક નબળાઈને કારણે ઉત્પન થયેલ થાકને તે દુર કરે છે. ટાઈફોઈડ જેવા તાવમાં જ્યારે દર્દી ને કોઈ આહાર નથી આપવામાં આવતો, તે સમયે મોસંબીનો રસ દેવો ગુણકારી છે. તેનાથી શારીરિક ક્ષીણતા દુર થાય છે. રક્તવિહાર ને કારણે વધુ ફોડકા ફૂસીઓ નીકળવા, ખરજવું, ખંજવાળ જેવી તકલીફ ઉપર રોજ સવારે સાંજે મોસંબીનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે, અને બધી વિકૃતિઓ દુર થાય છે.

મોસંબીનો જ્યુસ પીવાથી પાચનતંત્ર ને ફાયદો થાય છે. પાચનશક્તિ માં વધારો થાય છે. જેના કારણે શરીર માં મેટાબોલીઝમ સારું રહે છે. એટલે જ મોસંબીનું જ્યુસ પીવાથી વજન ઘટાડી શકાય છે. પેશાબ કરતી વખતે બળતરા થાય છે, પેશાબ રોકાઈ રોકાઈ ને આવે છે તો મોસંબીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. મોસંબીના રસને નિયમિત પચાસ કે સો મિલી પીવાથી જલ્દી ફાયદો થાય છે.

વજન ઘટાડવા માટે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે મોસંબીનો જ્યુસની સાથે નવસેકા પાણીમાં મધ નાખીને પીવું. મોસંબીના જ્યુસનું સેવન કરવાથી વાળની દરેક સમસ્યા માંથી છુટકારો મળે છે. અને વાળ વધવાનો ગ્રોથ પણ ઝડપ થી વધે છે.

મોસંબી નું જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થાય છે, અને લોહી શુદ્ધ થવાથી ત્વચા ને લગતી તમામ સમસ્યાઓ માંથી છુટકારો મળે છે. મોસંબીના રસમાં વિટામીન અને ખનીજો રહેલા છે. જે આપણા શરીરના હાડકાને પણ મજબુત બનાવે છે. આ ફળનું સેવન કરવાથી ઉર્જા અને શક્તિ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *