શું તમે જાણો છો ઉનાળાની ગરમી તેમજ ચામડીના કોઈપણ પ્રકારના રોગો નો એકદમ સચોટ ઈલાજ છે આ, જાણો આ ઉપાયની રીત…

ઉનાળાની શરૂઆત થતા જ લોકોને તેના શરીરમાં પાણીની અછત થવા લાગે છે, જેને ડીહાઈડ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પણ શરીરમાં પાણીની અછત હોય તો કેટલાક ઘરેલું ઉપાય કરવાથી આ સમસ્યા દુર થાય છે. તો ચાલો તેના ઘરેલું ઉપાય જાણીએ. ઉનાળામાં પાણી વધુ પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ પાણી પીવું.

તે ઉપરાંત લીબું સરબત, નાળીયેલ પાણી જેવા પાણીનું વધુ સેવન કરવું જોઈએ. જે ફળમાં પાણીના માત્રા વધુ તેવા ફળો ખાવા. જેમ કે તરબૂચ, નારંગી, મોસંબી, પૈપયા, કાકડી વગેરે ફળનું સેવન કરવું જોઈએ. તે સિવાય આપણા શરીરમાં ઠંડક મેળવવા માટે શેરડીનો રસ પણ પી શકાય છે.

ગરમીમાં દહીં જરૂર ખાઓ. તેનાથી શરીરને ઠંડક મળે છે. આ સિવાય ફોદીનાની ચટની પાચન માટે ફાયદાકારક છે. ઉનાળામાં બની શકે તો આવી ચટની વધારે ખાઓ. ઉનાળામાં ભૂખ કરતાં થોડું ઓછું ખાવુ જોઈએ. પણ ખાલી પેટ બિલકુલ ન રહેવું. તેનાથી બીપી લો થઈ જાય છે અને ચક્કર આવવાનું પ્રમાણ પણ વધી જાય છે.

ઘરેલું ઉપાયની સાથે ડિહાઇડ્રેશનથી બચવા આર્યુવેદિક ઉપાય પણ કરી શકાય છે. આપણા આર્યુવેદમાં ઘણી દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ ઉનાળમાં ડિહાઇડ્રેશનની અસરને ઓછી કરવા માટે થાય છે. આર્યુવેદ પ્રમાણે વરીયાળીને ઠંડી ગણવામાં આવે છે. જે વ્યક્તિને ઝાડા થયા હોય તેને દુર કરવામાં મદદ કરે છે. તે માટે વરીયાળીનું પાણી બનાવવા માટે અડધી ચમચી વરિયાળીને એક લિટર પાણીમાં નાખી તેને ઉકાળવી. ત્યારબાદ તેને ઠંડું થવા દો.

ત્યાર પછી તેનું સેવન દિવસમાં ત્રણ થી ચાર વખત કરવાથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે. તુલસીના પાનમાં પણ ઘણા ઔષધીય તત્વો રહેલા છે. તેનાથી શરીરના ઘણા રોગ દુર થાય છે. ભારતમાં તુલસીજી ની પૂજા કરવામાં આવે છે. જયારે પણ ડિહાઇડ્રેશન થાય ત્યારે તે આપણા શરીરને ઠંડું રાખે છે. તુલસીના ઘટકો બજારમાં તમને સરળતાથી મળી જાય છે. એક ગ્લાસ પાણીમાં બે ટીપા તુલસીનો રસ મિક્સ કરવો. અને તે પાણીનું સેવન દિવસમાં બે વખત કરવું. તેનાથી શરીરમાં ક્યારેય પાણીનો અભાવ નહિ થાય.

ઉનાળામાં શરીરને ઠંડું રાખવા છાસ ખુબ ઉપયોગી છે. તેની અંદર લેક્ટિક એસીડ રહેલું છે, જે મલાઈ વિનાના દૂધ કરતા આરોગ્યપ્રદ છે. તેને ભોજન કાર્ય પછી કે તેની સાથે પીવાથી વધુ લાભ આપે છે. તે આપણા ખોરાકને પચાવવામાં ખુબ ઉપયોગી છે. તેની અંદર કેલ્શિયમ, પોટેશિયમ અને ઝીંકની માત્રા વધુ પ્રમાણમાં હોય છે, અને તે શરીરને ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે.

જસુદનું ફૂલ આર્યુવેદિક દવામાં પણ ખુબ ઉપયોગી બને છે. તેના ફૂલની ચા પીવાથી અનેક રોગ દુર થાય છે. તેના ફૂલમાં વિટામીન સી રહેલું છે. માટે જયારે શરીરમાં પાણીનો અભાવ હોય ત્યારે આનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસના ચોથા ભાગનું પાણી લો. તેમાં એક ચોથા કપ જેટલા જાસુદના ફૂલના પાન અને ગુલાબના પાન મિક્સ કરી તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળામાં એક ચમચી એલોવેરાનો રસ મિક્સ કરવો, અને તેનું સેવન નિયમિત દિવસમાં બે વખત સેવન કરવાથી ડિહાઇડ્રેશનથી તે આપણને બચાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *