શું તમારા ધંધામા થઇ રહ્યા છે અવારનવાર નુકશાન…? તો જરૂર લાગી હશે કોઈની કુદ્રષ્ટિ, આજે જ અજમાવો બજરંગબલીના આ વિશેષ ઉપાય અને મેળવો અપાર સુખ અને સમૃદ્ધિ…

નમસ્તે મિત્રો આજે આપણે ધંધા રોજગારમાં આવતી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે અનેક ઉપાયો કરીશું.આવી અનેક સમસ્યાને દૂર કરવાં માટે આપણે હનુમાનજીના ઉપાયો કરીશુ. હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજીની પૂજા આરાધનાથી કષ્ટો દૂર થાય છે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. હનુમાન ભક્તોની પરેશાનીને દૂર કરે છે. મંગળવાર અને શનિવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે હનુમાનજીની વિશેષ કૃપાથી કષ્ટભંજનની કૃપા મેળવી શકાય છે.

હનુમાનજીની પુજાપાઠ કરવાથી આપણાં પર આવનારા અનેક સંકટો દૂર થાય છે. હનુમાનજીની કૃપા મળતા શનિદેવ પણ પ્રસન્ન રહે છે. શનિદેવ હનુમાનજીના ભક્તોને પરેશાન નથી કરતી. શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે એટલા માટે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેમને શનિની સાડાસાતીમાં પણ એક રક્ષાક્વચ મળી જાય છે.

જો કોઈ વ્યક્તિને રાત્રે ભૂતપ્રેતના સપના આવતા હોય તો આવી સમસ્યાની અંદર હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઇ એક મંત્ર સમાન છે. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ વિશેષ લાભકારી સાબિત થાય છે. હનુમાન ચાલીસાની રચના કવિ તુલસી દાસે કરી છે.

આ ગ્રંથમા ચાલીસ છંદ હોવાના કારણે તેને ચાલીસા તરીકે સંબોધવામા આવે છે. તેનો પાઠ કરવાથી બળ બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માન્યતા છે કે. જો કોઇપણ કાર્ય કરતા પહેલા જો હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો આ કાર્યની સફળતાની સંભાવના વધી જાય છે.

હનુમાનજીની પુજા અર્ચના કરવાથી ધંધા રોજગારની અંદર વૃદ્ધિ થાય છે તેમજ ધંધા રોજગાર માં આવેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે.હનુમાનજી રામના પરમ ભક્ત છે. તેમજ હનુમાનજીને શિસ્ત ખૂબ જ પ્રિય છે. આ માટે હનુમાનચાલીતાન પાઠ દરમિયાન સ્વચ્છતા અને અનુસાશનનું વિશેષ ધ્યાન રાખવું અનિવાર્ય છે. હનુમાન ચાલીસાના પાઠ માટે સવાર અને સાંજનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટે તમે પણ દરરોજ આ ચાલીસાનું પઠન કરો અને સુખ-સમૃદ્ધિ મેળવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *