શુ અજમાવી છે ક્યારેય આ ટીપ્સ, આ ટીપ્સ ની મદદ થી ફોલેલા લસણ ને પણ રાખી શકાય છે બાર માસ સુધી તરોતાજા…

મિત્રો, લસણની છાલ કાઢી અને તેને ફોલવુ અને લાંબા સમય સુધી તાજુ રાખવુ તે ખૂબ જ મુશ્કેલ સાબિત થઇ શકે છે. તે એક એવી ચીજવસ્તુ છે કે જે લગભગ દરેક રસોઈઘરમા જોવા મળે છે અને તે ભોજનનો સ્વાદ વધારવા માટે બહોળા પ્રમાણમા ઉપયોગી બને છે પરંતુ, ઘણા લોકો તેના સ્ટોરેજને લઈને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરે છે જેમકે, એકસાથે તમે વધારે પડતુ લસણ ફોલીને તેનો સંગ્રહ કરી શકતા નથી અથવા તો તમે લસણને લાંબા સમય સુધી તાજુ રાખી શકતા નથી.

જો તમે આખા અઠવાડિયાનુ લસણ એકસાથે ફોલી કાઢો છો અને પછી આખા અઠવાડિયા માટે તેનો ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તો આ માટે એક ખૂબ જ સરળ રીત છે. આ ફોલેલા લસણની કળીઓને એક એરટાઈટ બરણીમા સંગ્રહિત કરો અને તેને ફ્રિજમા રાખી મુકો. એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે આ બરણીમા કોઈપણ પ્રકારનો ભેજ હોવો જોઈએ નહીં. જો તેમા ભેજ હોય તો આ લસણ બગાડી શકે છે.

જો તમે ફોલેલી લસણની કળીઓને બે થી ત્રણ અઠવાડિયા સુધી સંગ્રહ કરીને રાખી મુકવા માંગતા હોવ તો સૌથી પહેલા લસણને યોગ્ય રીતે સમારી લો. ત્યારબાદ એક કડાઈમા ૧ ચમચી ઘી ગરમ કરો અને ત્યારબાદ તેમા આ લસણ ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમા થોડુ નમક પણ ઉમેરી શકો. આ નમક એક પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરે છે જેથી, તમે તેને બે થી ત્રણ અઠવાડિયા માટે સંગ્રહ કરીને રાખી શકો છો. લસણને સંપૂર્ણપણે તળવુ આવશ્યક નથી તેને માત્ર થોડુ રાંધવાની જરૂર છે.

એક બ્લેન્ડરમા લસણ સાથે થોડુ નમક ઉમેરીને તેને યોગ્ય રીતે પીસી લો, કે જો તમે 1 બાઉલ ફોલેલી લસણની કળીઓની પેસ્ટ તૈયાર કરી રહ્યા હોવ તો તેમા ૧ ચમચી નમક ઉમેરો. આ લસણની પેસ્ટમા બે ચમચી સરસવનુ ઓઈલ ઉમેરીને તેને સંગ્રહ કરો. તમે તેને એક માસ સુધી ફ્રીઝરમા નાના એરટાઇટ કન્ટેનરમા સંગ્રહ કરીને રાખી શકો છો. જો તમને સબ્જીમા તીખાશ વધુ પડતી પસંદ હોય તો આ પેસ્ટ ખુબ જ લાભદાયી સાબિત થશે.

તેલ અને નમક ઉમેરીને આપણે જે રીતે લસણની પેસ્ટ તૈયાર કરીએ છીએ, તે જ પેસ્ટને જો આપણે અલગ રીતે સંગ્રહ કરીએ છીએ, તો તે એક વર્ષ સુધી ચાલી શકે છે. આ માટે સૌથી પહેલા લસણની પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ એક પ્લેટમા એક પારદર્શક શીટ મુકો કે જેમા ખોરાક પેક કરી શકાય છે અને ત્યારબાદ તેને સૂકવવા માટે એક દિવસ તડકામાં રાખો.

આ પ્રક્રિયા બાદ તમે જોશો કે, લસણની કળીઓ બ્રાઉન રંગની થઈ ગઈ છે. માત્ર એક દિવસના સૂર્યપ્રકાશમા લસણની પેસ્ટ એટલી સૂકાઈ ગઈ હશે કે તમે તેનો એક વર્ષ માટે સંગ્રહ કરી શકો છો. આ સુકાઈ ગયેલી પેસ્ટને એરટાઇટ કન્ટેનરમા સ્ટોર કરો અને જ્યારે પણ તમે તેનો ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તુરંત જ તેને બહાર કાઢો અને ગરમ તેલમા ઉમેરો. તમારા ભોજનનો સ્વાદ બે ગણો વધી જશે.

જો તમે ઇચ્છતા હોવ કે તમારે બજારમાથી લસણનો પાવડર નથી ખરીદવો અને ઘરે જ લસણનો સ્વાદિષ્ટ પાવડર બનાવવો છે તો તે માટે લસણની કળીઓને પીસવી પડશે જેથી, લસણનો પાવડર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તમે તેનો ઉપયોગ કોઈપણ ડીશમા કરી શકો છો. તેને સૂકા લસણની ચટણી પણ કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *