શરદી-ઉધરસ જેવી સામાન્ય બીમારીઓથી લઈને કીડની સ્ટોન જેવી પચાસ કરતા પણ વધુ બીમારીઓ થશે દૂર, આજે જ જાણો આ ઔષધી વિશે અને અજમાવો…

મિત્રો, આજે આપણે શરદી અને ઉધરસ જેવી સામાન્ય બીમારીઓથી લઇને કીડની સ્ટોન જેવી જટિલ બીમારીઓને દૂર કરવા માટેના અમુક ઉપાયો વિશે જાણીશું. આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે, જેની અંદર અનેક પ્રકારના ફળોની ખેતી થાય છે. અને આવા અનેક ફળોની અંદર એવા ગુણધર્મ રહેલા છે જેના દ્વારા આપણે અનેક રોગોને દૂર કઈ શકીએ છીએ.

તો આજે આપણે બીજોરૂ લીંબુની જાતનું એક વૃક્ષ છે. જે વૃક્ષ પર લીંબુથી મોટા અને નારંગી અને મૌસંબીથી નાના લીંબુ જેવા ફળ આવે છે. જેને બીજોરું તરીકે આપણે ઓળખીએ છીએ.આ બીજોરાનો સ્વાદ ખાટોઅને તૂરો હોય છે. તેના પાંદડા લાંબા અને મોટા હોય છે. બીજોરા કાચા હોય ત્યારેલીંબુની જેમ લીલા અને પાકે ત્યારે પીળા રંગના થઈ જાય છે.

આ ફળનો ઉપયોગ આપણે દમ, ઉધરસ, કાયમી ખાંસી જેવા રોગોને દૂર કરવા માટે કરી શકીએ છીએ.આ ઉપરાંત નશાને દુર કરવામાં ફાયદાકારક છે. તેના પાકા ફળો પાચક, ઉતેજના આપનારા અને પોષ્ટિક હોય છે. આ ફળ કોઢ દુર કરે છે, વાગેલા ઘાને દુર કરનાર, અને કફ, દમ, તરસ, અને ઉધરસને દુર કરે છે. ગળાની સમસ્યા દુર કરે છે, કાનના રોગને પણ મટાડે છે.

આ ફળના રસની અંદર વિટામીન સી હોય છે જે દરેક રોગમાં ફાયદાકારક હોય છે. તેની છાલમા પુષ્કળ માત્રામા પેક્ટીન સમાવિષ્ટ હોય છે, જે ઔષધિઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમા પણ આ ફળની ખુબ જ માંગ વધી રહી છે. આ ઉપરાંત શરીરમાં એસીડીટી જેવી સમસ્યા હોય અને આવી સમસ્યાને કારણે માથામાં દર્દ થાય છે અથવા તો માથુ દુખે છે તો આ ફળનો રસ કાઢીને તેનું સરબત પીવાથી એસીડીટી મટે છે. આ ઉપરાંત આ ફળના મૂળની છાલના ચૂર્ણમાં ઘી ભેળવીને સેવન કરવાથી માથાનો દુખાવો મટે છે.

આ ઉપરાંત જો કોઈને દાતને લગતી સમસ્યા હોય તો તેમાં બીજોરાના મૂળનો પેસ્ટ બનાવી આ છુન્દાને દાંત પર રાખીને ચાવવાથી દાંતમાં પડેલા જીવાણુઓ અને કીડા નાશ પામે છે. જેના લીધે આ કીડાના હુમલાથી થતી દાંતોની પીડા દૂર થાય છે. જેનાથી મોઢામાં જમતી વખતે થતી પીડામાં રાહત મળે છે.

ત્યારબાદ આ ફળના મૂળની છાલ અને ફૂલોને ચોખાની ખીચડીના પાણી સાથે પીસીને જેમાં પાણી અને મધ નાખીને પીવાથી મસાની સમસ્યા વખતે લોહી નીકળતું બંધ થાય છે, બીજોરું કબજિયાત અને પેટ તથા કીડની સંબંધી સમસ્યા દુર કરે છે જેથી મસા પણ દુર થાય છે.આમ આ આયુર્વેદિક ફળ આપણને અનેક રોગોની અંદર ખુબજ ઉપયોગ થાય છે.અને જેનાથી આપણને અનેક ફાયદાઓ પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *