રોગીઓ માટે રામબાણ ઈલાજ છે આ રાસાયણિક ચૂરણ, આજે જ જાણો ઘરેબેઠા આ ચૂરણ તૈયાર કરવાની રીત અને અજમાવો…

આર્યુવેદમાં આ ચૂર્ણ ખુબ ઉપયોગી છે. તે શરીરના બધા રોગને દુર કરવામાં ખુબ મદદ કરે છે. કોઈ બીમારીથી પરેશાન છો તો આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી તેમાં તમને છુટકારો મળશે. આજે આપણે આ ચૂર્ણ વિશેની માહિતી આ લેખ દ્વારા જાણીશું. તે રસાયણ ચૂર્ણ આપણા બધા રોગને દુર કરવામાં ખુબ ઉપયોગી છે.

રસાયણ ચૂર્ણ પેટને લગતી સમસ્યા જેવી કે પિત, વાત રોગમાં ખુબ ઉપયોગી છે. તે આપણા શરીરમાં કુદરતી કફ બનાવે છે. આ રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી થતો કફ આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તે આપણી ત્વચા માટે પણ ખુબ ઉપયોગી છે. તેનાથી આપની ઈમ્યુનીટીમાં વધારો થાય છે.

તે ચૂર્ણ આપણા વાળના ગ્રોથમાં પણ વધારો કરે છે. આપણા વાળ સફેદ થવાનું કારણ પિત વિકાર પણ હોઈ શકે છે. તેવામાં આ ચૂર્ણનું સેવન કરવાથી વાળ સફેદ થતા અટકે છે. રસાયણ ચૂર્ણ આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ બધી વસ્તુને કાબુમાં રાખે છે.

જો કોઈ વ્યક્તિને હાય બ્લડ પ્રેશરની સમસ્યા હોય, કીડની સબંધિત બધી બીમારીને પણ દુર કરે છે. તે ઉપરાંત પથરીની સમસ્યામાં પણ આ ચૂર્ણનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ બધી બીમારીને તે મૂળ માંથી દુર કરે છે. તે એક શ્રેષ્ઠ એન્ટીઓક્સીડેંટની જેમ કાર્ય કરે છે. તો ચાલો આ રસાયણ ચૂર્ણ બનવાની રીત જાણીએ.

સામગ્રી :

સુકા આંબળા પચાસ ગ્રામ, પચાસ ગ્રામ સુકા ગોખરું, પચાસ ગ્રામ સુકી ગળો અને ૧૫૦ ગ્રામ સાકર. આ બધી વસ્તુને ભેગી કરવી. ગળો તમને વૃક્ષ પર મળે છે. તેને લીમડાના ઝાડ પરથી મળેલો ગળો ખુબ ઉપયોગી બને છે. આ બધી વસ્તુ તમને દુકાન પર મળી રહેશે.

ચૂર્ણ બનાવવાની રીત :

આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને કોઈ સાફ કપડા વડે ગાળી લો. તેમાં રહેલો કચરો અલગ નીકળી જાય છે. તેથી પાતળું ચૂર્ણ પચવામાં પણ સરળ રહે છે. આ બધી વસ્તુને ભેગું કરતી વખતે તેનું પ્રમાણ સરખું રાખવું. તમે જો ૧૫૦ ગ્રામ ચૂર્ણ બનાવ્યું હોય તો તેટલી જ સામે સાકર ઉમેરવી. આ ચૂર્ણ તૈયાર થઈ ગયું છે.

સેવન કરવાની માત્રા અને રીત :

આ ચૂર્ણનું સેવન સાંજે સુતા પહેલા એક ચમચી લેવું, અને એક ચમચી સવારે ખાલી પેટે પાણી સાથે પણ લઈ શકો છો. આ રસાયણ ચૂર્ણ લેવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. તે આપણા બધા રોગને દુર કરે છે.

મૂત્ર સાથે સંકળાયેલ સમસ્યા દૂર થાય :

આ ચૂર્ણનું સેવન કરવાથી પેશાબને લગતી સમસ્યા દુર થાય છે. આ ચૂર્ણ પીવાથી પેશાબમાં થતા બળતરા, લોહી નીકળવું, સફેદ પાણી પાડવા જેવી અનેક સમસ્યામાં ફાયદાકારક છે. જે વ્યક્તિને યુરીયન જતી વખતે તકલીફ થતી હોય ત્યારે આ ચૂર્ણનું સેવન કરવાથી તેમાં પણ રાહત થાય છે. ઘણા યુવાનોને રાત્રે શીઘ્રપતન થવાની સમસ્યા પણ રહેતી હોય છે તેમાં આ રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી આ સમસ્યા દુર થાય છે.

ત્વચા સબંધિત સમસ્યા દૂર થાય :

ઘણી વખતે આપણે કામ કરતી વખતે દાઝી જાયે છીએ. કોઈ ગરમ પાણી અડવાથી પણ દાઝી જાએ છીએ. આ સમસ્યામાં રસાયણ ચૂર્ણ ખુબ ઉપયોગી બને છે. સાથે તેની પેસ્ટ બનાવીને દાઝી ગયેલા ભાગ પર લગાવાથી તે જલ્દીથી રૂઝાય જાય છે.

શરીરમા નબળાઈ આવવી :

આ રસાયણ ચૂર્ણ શક્તિ આપે છે. તે આપણા શરીરમાં રહેલી નબળાઈને દુર કરે છે. તેનું સેવન નિયમિત કરવાથી તે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે આપણા શરીરમાં તાકાત વધારે છે.

લોહીમા વૃદ્ધિ થાય :

આ રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી આપણું હિમોગ્લોબીનમાં વધારો થાય છે. જે વ્યક્તિને લોહીની કમી હોય તેને આ ચૂર્ણનું સેવન કરવું જોઈએ. જે લોકો એનીમિયાની સમસ્યા છે તેના માટે પણ આ ચૂર્ણનું સેવન ઉપયોગી બને છે.

ડાયાબીટીસ :

જે વ્યક્તિને ડાયાબીટીસની સમસ્યા હોય તેના માટે રસાયણ ચૂર્ણ ખુબ ઉપયોગી છે. જે આપણા સુગરને ઘટાડે છે. લોહીમાં ગળપણ વધવાથી ડાયાબીટીસ વધે છે. આ ચૂર્ણનું સેવન કરવાથી તેમાં ફાયદો થાય છે. તે આપણા બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખે છે.

હાડકા મજબુત બને :

આ ચૂર્ણમાં કેલ્શિયમ વધુ હોવાથી તે આપણા હાડકાને મજબુત કરે છે. કોઈ પણ કારણો સર હાડકામાં ઇજા થઈ હોય ત્યારે આ ચૂર્ણનું સેવન કરવાથી હાડકા સુરક્ષિત રહે છે. આ ચૂર્ણનું સેવન કરવાથી આપણા દાંત પણ મજબુત બને છે. તે આપણા હાડકાના બધા રોગને દુર કરે છે. તે સાંધાને લગતી બધી સમસ્યાને દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *