ઓહો આશ્ચર્યમ! એક ગજબ નુ જાડવુ જેમા લાગે છે ૪૦ પ્રકાર ના જુદા-જુદા ફળ, કિંમત સાંભળીને ઉડી જશે હોશ…

મિત્રો, વિશ્વમા અનેકવિધ પ્રકારના વૃક્ષ મળી આવે છે. દરેક વૃક્ષની પોતાની એક આગવી વિશેષતા છે. દરેક વૃક્ષ કોઈ ને કોઈ વિશેષતા ધરાવતુ હોય છે જેનાથી તેની ઓળખ થાય છે પરંતુ, શુ તમે ક્યારેય એવુ વૃક્ષ જોયુ છે જેના પર એક નહી પરંતુ, ૪૦ પ્રકારના જુદા-જુદા ફળ ઉગે છે. આજે, અમે તમને આવા એક વૃક્ષ વિશે માહિતી આપીશુ.

આ વૃક્ષ ‘ટ્રી ઓફ ૪૦’ ના નામથી ઓળખાય છે. તેને અમેરિકામા એક વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસરે તૈયાર કર્યુ છે. તેની વિશેષતા એ છે કે, તેમા અનેકવિધ સ્વાદિષ્ટ ફળો સમાવિષ્ટ હોય છે જેમકે, પ્લમ, જરદાળુ, ચેરી, યામ, નેક્ટેરિન વગેરે. અમેરિકા સ્થિત સેરાક્યુઝ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સના પ્રાધ્યાપક સેમ વોન એકેન આ વિશિષ્ટ વૃક્ષના જનકપિતા છે.

આ વૃક્ષને ઉગાડવા માટે તેમણે વૈજ્ઞાનિક તકનીકોની સહાય લીધી છે. તેમણે આ કામની શરૂઆત વર્ષ ૨૦૦૮ મા કરી હતી. તેમણે ન્યૂયોર્ક રાજ્ય કૃષિ પ્રયોગમા એક બગીચો જોયો, જેમા ૨૦૦ જેટલા પ્લમ અને જરદાળુના છોડ રોપવામા આવ્યા હતા. તે સમયે ભંડોળના અભાવને કારણે બગીચો બંધ થવાનો હતો જેમા ઘણી જૂની અને દુર્લભ પ્રજાતિના છોડનો સમાવેશ થતો હતો.

આ પ્રાધ્યાપક વોન એક કિસાન પરિવારના છે. તેથી, તેમને ખેતીમા ખુબ જ સારો રસ હતો. તેણે પોતાના શોખ ખાતર આ બગીચાને લીઝ પર લઇ લીધો છે અને કલમ બનાવવાની તકનીકની મદદથી તેઓ ‘ટ્રી ઓફ ૪૦’ જેવા અદભૂત વૃક્ષ ઉગાડવામા સફળ થયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ‘ટ્રી ઓફ ૪૦’ નુ મુલ્ય અંદાજે ૧૯ લાખ રૂપિયા છે. આ કલમ બનાવવાની તકનીકમા છોડને તૈયાર કરવા માટે વૃક્ષની સાથે તેની એક શાખા કાપીને શિયાળામા અલગ કરવામા આવે છે. ત્યારબાદ આ ડાળીને મુખ્ય વૃક્ષમા વીંધીને વાવેતર કરવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *