મોટી ઉમરે પણ રાખવા છે હાડકા ને મજબુત, આજથી જ શરુ કરી દો આ વસ્તુઓનું સેવન અને નજરે જુઓ પરિણામ…

મિત્રો, કેલ્શિયમ શરીર માટે ખૂબ જરૂરી તત્વ છે. શરીરમાં કેલ્શિયમની કમી હોવાથી ઘણી સમસ્યા થઈ શકે છે. બદલતી જીવનશૈલી અને ખોરાકને લીધે આજે લોકોના શરીરમાં કેલ્શિયમની કમી સર્જાય છે. તેથી આહારમાં કેલ્શિયમ યુક્ત ખોરાક સામેલ કરવો જરૂરી છે. જેથી કેલ્શિયમ ની કમી પૂરી કરી શકાય. શરીરમાં કેલ્શિયમ ની અછતના લીધે હાડકા નબળા પડવાની સમસ્યા થઈ શકે છે. તેને લીધે કમર, ઘૂંટણ, કોણી, ખભા, કાંડા વગેરે ના દુ:ખાવા થઈ શકે છે. આજે આપણે આ લેખમા અમુક એવી વસ્તુઓ વિશે માહિતી મેળવીશુ કે, જેનુ સેવન કરવાથી આપણને ભરપૂર માત્રામા કેલ્શિયમ મળી રહે છે.


દહી :

દહીં આહારમાં લેવું ખુબ જ ફાયદાકારક છે. ઉનાળામાં દહીં નું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. આ ઉપરાંત દહીં શરીરમાં કેલ્શિયમની કમી પૂરી કરે છે. તેથી જે લોકોને કેલ્શિયમની ઉણપ વર્તાતી હોય તેને બપોરના ભોજનમાં દહીં નો સમાવેશ કરવો. દહીંના ૧૦૦ ગ્રામ માં ૧૧૦ મિલી ગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. આ ઉપરાંત દહીમાં ફોસ્ફરસ, વિટામિન બી ૨, બી ૧૨ અને પોટેશિયમ પણ હોય છે. તેથી દહીં સહત માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

બદામ :

બદામનો ઉપયોગ સૂકા મેવામા પણ કરવામાં આવે છે. આખો દિવસ દરમિયાન હાલતા ચાલતા બદામ ખાવાની ટેવ સારી હોય છે. બદામમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેથી બદામ ખાવાથી શરીરમાં કેલ્શિયમની કમી પૂરી થાય છે. બીજા સુકામેવા કરતાં બદામ માં વધુ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેમા કોલેસ્ટ્રોલ હોતું નથી તેથી તેનું સેવન કરવું ફાયદાકારક હોય છે. રાત્રે બદામ પલાળીને સવારે પીવાથી તેના પોષકતત્વો વધી જાય છે. તે શરીર માટે વધુ ફાયદાકારક હોય છે.

પાલક :

લીલા પાન વાળા શાકભાજી માં કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે. પાલક નું સેવન કરવાથી દિવસના ૮% કેલ્શિયમ મળે છે. પાલકમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. કેલ્શિયમની ઉણપ વાળા લોકો પાલક નું જ્યુસ કે સલાડ નું સેવન કરવું જોઈએ. તેનાથી દાંત અને ત્વચાની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

ભીંડા :

એક કપ ભીંડા માં ૧૭૫ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ઉનાળામાં ભીંડા સરળતાથી મળી આવે છે. તેનું શાક બનાવીને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તે શરીરની કેલ્શિયમની કમી પૂરી કરે છે. ભીંડાને પકવતી વખતે ધ્યાન રાખવું કે તેને વધુ પ્રમાણમાં ન પકાવવું નહીં તો કેલ્શિયમ નો નાશ થઈ જશે. આ ઉપરાંત તેમા પ્રોટીન, ફાઈબર, આયર્ન અને જિંક પણ રહેલા હોય છે. તેથી ભીંડા નું સેવન કરવું શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *