મહત્વ ની ખબર: આધાર કાર્ડમા કોઇપણ પ્રકાર ના સુધારા કરતા પહેલા જરૂર થી જાણીલો આ નવો નિયમ, જાણો આ નવા નિયમ વિશે…

મિત્રો, હવે જો તમે તમારા આધારકાર્ડમા બાયોમેટ્રિક , મોબાઇલ નંબર જેવા સામાન્ય સુધારા કરાવવા ઈચ્છતા હોવ તો તમારે કોઇપણ અધિકારી અથવા તો જનપ્રતિનિધિ પાસે વેરિફિકેશન કરાવવા માટે તણાવ લેવાની આવશ્યકતા નથી. યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ હાલ આ પાંચ સામાન્ય ઓળખના સુધારા માટે સક્ષમ ઓથોરિટી પાસેથી વેરિફિકેશન લેવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે, માત્ર નામ , જન્મતિથિ તથા સરનામામા બદલાવ કરાવવા પર જ તમારે સક્ષમ અધિકારી અથવા તો જનપ્રતિનિધિ પાસે વેરિફિકેશન કરાવવાની જરૂરિયાત રહેશે.

આ સુચના માટે યુ.આઇ.ડી.એ.આઇ. દ્વારા એક વિશેષ ફોર્મેટમા પત્ર પણ તૈયાર કરવામા આવ્યો છે. આ પત્રમા જે માહિતી બદલાવવાની છે તે સંબંધિત માહિતી ભરીને જ વેરિફિકેશન કરાવવાનુ રહેશે. આ ફોર્મેટ પત્રના આધાર તથા કેન્દ્ર તથા યુ.આઇ.ડી.એ.આઇ.ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

જો તમારા આધારકાર્ડમા ઓળખ અંગે કઈ પરિવર્તન હોય તો જે-તે સક્ષમ વ્યક્તિ પાસેથી વેરિફિકેશન કરવાનુ રહેશે. આ સિવાય જો તમારા નામ અથવા તો જન્મતારીખમા કોઈપણ પ્રકારનો બદલાવ હોય તો ગ્રુપ વન ગેજેટેડ ઑફિસર પાસેથી વેરીફીકેશન કરવાનુ રહેશે. આ સિવાય સરનામુ બદલવા અને નવા આધાર કાર્ડ માટે તમારે સ્થાનિક કાઉન્સિલર પાસે જવું પડશે અને વેરીફીકેશન કરાવવુ પડશે પરંતુ, જો તમારે તમારા આધારકાર્ડમા ફોટો , મોબાઇલ નંબર , ઇ-મેલ આઇ.ડી. , લિંગ બાયોમેટ્રિક વગેરે બદલવુ હોય તો કોઇ પાસે વેરિફિકેશન કરાવવાની જરૂર નથી.

આ જગ્યાએથી ડાઉનલોડ કરો આખુ ફોર્મેટ :

યુ.આઇ.ડી.એ.આઇ.ની ઑફિશિયલ વેબસાઅટ uidai.gov.in પર જાઓ. ત્યારબાદ ત્યા My Aadhar વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ ડોક્યુમેન્ટ લિસ્ટનો વિકલ્પ પસંદ કરો. અહી ત્રીજા પેજ પર આ ફોર્મેટ ઉપલબ્ધ છે. ત્યા જઈને તમે તેને ડાઉનલોડ કરી શકો છો. યુ.આઇ.ડી.એ.આઇ. આધાર કેન્દ્ર સવારે ૯:૨૦ થી સાંજે ૫:૩૦ સુધી ખુલ્લુ હોય છે. સાંજન ૫:૩૦ વાગ્યા સુધી કોઇપણ સમયે અહીં આધાર સેવાનો લાભ લઇ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *