લીંબુ નુ શરબત પીતા લોકો થઇ જજો સાવધાન ! આવા ગેરલાભ વાંચીને ચોંકી ઉઠશો, શું તમે પણ પીવો છો આ શરબત?

મિત્રો, મોટાભાગના લોકો સવારે લીંબુનુ પાણી પીવાનું પસંદ કરે છે. લીંબુ એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે પરંતુ, તેને વધારે માત્રામા પીવાથી શરીરને હાની પણ પહોંચે છે. આવી સ્થિતિમા આજે અમે આ લેખમા તમારા માટે લીંબુના પાણીથી થતા ગેરફાયદા વિશેની માહિતી લાવ્યા છીએ, તો ચાલો આ માહિતી પર એક નજર નાખીએ.

પાણીમા લીંબુ નીચોવીને પીવાથી શરીરને વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર પ્રમાણમા મળે છે, જે શરીરને લાભ પહોંચાડવા સાથે ઘણીવાર હાની પહોંચાડે છે. હવે તમે વિચારતા જ હશો કે, લીંબુનું શરબત પીવુ જોઈએ કે નહીં? તો તમને જણાવી દઈએ કે, તમારે લીંબુનું શરબત પીવુ જોઈએ પરંતુ, જો તમે નિયમિત તેનું સેવન કરો છો તો પહેલા તમારા દાક્તરની સલાહ અવશ્ય લેવી.

ગેરફાયદા :

પેટમા બળતરા થવી :

લીંબુમાં એસિડ સમાવિષ્ટ હોય છે, આવી સ્થિતિમા જો તમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તો તમારે લીંબુ પાણીનુ સેવન તુરંત જ છોડી દેવુ જોઈએ નહીતર તમને તમારી છાતીમાં બળતરા થઈ શકે છે. આ સિવાય તમે એસિડિટીની સમસ્યાથી પણ પીડાઈ શકો છો.

પાચનક્રિયા મંદ પડવી :

જો તમે ભોજન કર્યા બાદ તેને પચાવવા માટે લીંબુનો ઉપયોગ કરો છો તો તે બિલકુલ ના કરો કારણકે, તેનાથી તમને ગેસની સમસ્યા થઈ શકે છે અને તમારી પાચનશક્તિ મંદ પડી શકે છે.

દાંતની સમસ્યા :

તમને ખ્યાલ નાં હોય તો જણાવી દઈએ કે, લીંબુમાં સાઇટ્રસ એસિડ સમાવિષ્ટ હોય છે. તેની વધુ પડતી માત્રાને કારણે દાંત સંવેદનશીલ બને છે. આવી સ્થિતિમાં જો તમે લીંબુ શરબતનુ સેવન કરો તો તમે તમારા દાંતમા કળતરની સમસ્યા અનુભવશો.

કિડનીની સમસ્યા :

લીંબુમાં એસિડિક સ્તરની સાથે-સાથે ઓક્સલેટ પણ સમાવિષ્ટ હોય છે, જે વધારે માત્રાના સેવનથી શરીરમાં રચાય છે, એટલું જ નહીં, તે સ્ફટિકીકૃત ઓક્સલેટ, કિડની સ્ટોન અને પિત્તાશયનું સ્વરૂપ પણ લઈ શકે છે, જેનાથી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે.આ કિસ્સામાં તમારે સંપૂર્ણપણે સાવચેત રહેવું જોઈએ.

ડીહાઇડ્રેશનની સમસ્યા :

લીંબુનું વધુ પડતુ સેવન કરવાથી તમારે વારંવાર પેશાબ કરવા જવુ પડે છે, જેના કારણે તમારે ડિહાઇડ્રેશનની સમસ્યાનો ભોગ બનવુ પડે છે. તેથી, તમારે લીંબુને બદલે વધુને વધુ સાદા પાણીનો ઉપયોગ કરવો જોઈએ, તે તમારા શરીરનું સંપૂર્ણ રક્ષણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *