કોરોના ની મહામારી વચ્ચે કેટલું રાખવું એ.સી. નુ તાપમાન? CPWD દ્વારા તૈયાર કરી આ માર્ગદર્શિકા

મિત્રો, હાલ સમગ્ર દેશમા અનેક જગ્યાએ ગરમી નુ પ્રમાણ વધી રહ્યુ છે. જેના કારણે લોકો હવે તેના ઘરોમા એ.સી. નો ઉપયોગ વધારે પડતો કરવા લાગ્યા છે. પ્રશ્ન એ છે કે, હાલ કોરોનાના સંક્રમણ વચ્ચે એ.સી. ને કેટલા તાપમાન પર ચલાવવુ જોઈએ? નિષ્ણાતો ના મત મુજબ ઘરના એ.સી.ને કોરોના થી કોઈ ભય નથી પરંતુ, સેન્ટ્રલ એ.સી. ને લઈને અમુક બાબતોની કાળજી અવશ્યપણે રાખવી પડશે. કારણકે, સેન્ટ્રલ એ.સી.નો ઉપયોગ એક સાથે અનેક લોકો કરતા હોય છે.

આ માટે કેન્દ્રીય લોક નિર્માણ ભવન વિભાગ તરફ થી એ.સી.ના ઉપયોગ માટે એક ગાઇડલાઇન બહાર પાડવામા આવી છે. વાસ્તવિકતામા આ ગાઇડલાઇન આઇશેર તરફ થી તૈયાર કરવામા આવી છે. આ એક સંસ્થા છે જે દેશમા એ.સી.અને ફ્રીજ ની ક્વોલિટી પર નિયંત્રણ રાખે છે. ગાઇડલાઇન મુજબ એ.સી.નુ તાપમાન ૨૪-૩૦ ડિગ્રી વચ્ચે રહેવુ જોઈએ. આ દરમિયાન હ્યુમિડિટીનુ પ્રમાણ ૪૦-૭૦ વચ્ચે રહેવુ જોઇએ.

આ વાત પર પણ વિશેષ ધ્યાન આપવુ :

ગાઇડલાઇનમા એવુ પણ દર્શાવવામા આવ્યુ છે કે જે રૂમમા એ.સી. હોય ત્યા બારી પણ હોવી જોઈએ, જેનાથી વચ્ચે-વચ્ચે તાજી હવા રૂમની અંદર આવતી જતી રહે. આ સિવાય એક્ઝૉસ્ટ ફેન નો ઉપયોગ કરવાનુ પણ કહેવામા આવ્યુ છે.

આ એક્ઝૉસ્ટ ફેન ના કારણે ખરાબ અને દુષિત હવા બહાર નીકળી શકે. સાથોસાથ એમ પણ કહેવામા આવ્યુ છે કે ગરમીની શરૂઆત થઈ છે ત્યારે એ.સી. નો ઉપયોગ કરતા પહેલા તેનુ સર્વિસિંગ કરાવી લેવુ હિતાવહ છે.

ચીન મા સેન્ટ્રલ એ.સી. થી કોરોના નો કિસ્સો :

ગયા દિવસોમા કરેલા અભ્યાસ પરથી એવુ તારણ નીકળ્યુ હતુ કે ચીનમા એ.સી.ના કારણે ૯ લોકો કોરોના થી સંક્રમિત થયા હતા. આ બધા જ લોકો એક હોટેલ મા ડિનર કરવા માટે ગયા હતા. જેમા એક લક્ષણવાળો કોરોના સંક્રમિત પણ હતો. હોટેલમા ચાલી રહેલા એ.સી.ના કારણે ૯ લોકો ને વાયરસનુ સંક્રમણ લાગ્યુ હતુ. જો કે, આ હોટેલ મા હાજર અન્ય ૮૨ લોકો ને કોરોના નુ સંક્રમણ લાગ્યુ ના હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *