કોઈપણ પ્રકારના ખર્ચ વિના સંધિવા અને ચામડીની સમસ્યામાંથી મેળવો કાયમી માટે રાહત, આજે જ જાણો આ અસરકારક દેશી ઔષધ વિષે…

ગુલમોહરના ઝાડની સુંદરતા તેના ફૂલોથી આવે છે. ઉનાળામાં તેના ઝાડ તેના પાંદડાને બદલે ફૂલોથી ઉગી નીકળે છે. તેના ઝાડ ગરમ અને ભેજવાળી જગ્યા પર જોવા મળે છે. તે ગરમ સ્થળોએ વધુ જોવા મળે છે. તેના ફૂલને પવિત્ર માનવામાં આવે છે. ગુલમોહોરમાં આર્યુવેદિક ઔષધીય ગુણો રહેલા છે.

તેના ફૂલ દેખાવમાં જેટલા સુંદર છે તેટલા જ આપણા ઘણા રોગને દુર કરવામાં પણ મદદ રૂપ બને છે. ગુલમહોર બે પ્રકારના ફૂલો જોવા મળે છે. લાલ ગુલમહોર અને પીળો ગુલમોહર. તેના રંગના આધારે તેના ગુણધર્મ પણ અલગ રહેલા છે. ગુલમહોરના ફૂલ, મૂળ, પાંદડા, છાલ બધું આર્યુવેદિક દવામાં ઉપયોગી બને છે. તેનો દેખાવ જેટલો સુંદર છે તેટલા જ તેમના અનેક ફાયદાઓ છે.

ગુલમોહરનો ઉપયોગ ડાયાબીટીસના દર્દી માટે પણ કરવામાં આવે છે. તે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તે આપણા શરીરમાં રહેલી નબળાઈ, તરસ, ઝાડા, સફેદ પાણી, કમળો, ડાયાબીટીસ જેવા અનેક રોગને દુર કરે છે. ખોરાકમાં અસંતુલનને કારણે ઝાડની સમસ્યા થાય છે. ત્યારે ગુલમહોરની છાલ એક થી બે ગ્રામ લેવાથી અતિસાર અને ઝાડામાં રાહત થાય છે.

સાંધામાં થતા સોજાને લીધે ચાલવામાં, ઉભા રહેવામાં અને બેસવામાં ઘણી પીડા થાય છે. ત્યારે ગુલમોહરમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો આપણી આ સમસ્યાને દુર કરે છે. જયારે સાંધાના દુખાવામાં પીળા ગુલમહોરના પાંદડાનો ઉકાળો પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. જયારે ઝાડા, અતિસાર વગેરે રોગની સારવાર વહેલી તકે ન કરવામાં આવે ત્યારે આ રોગ ખુબ ખતરનાક પણ બની શકે છે.

આતરડામાં બળતરા થવા જેવી સમસ્યા ઉદ્ભવે છે. ત્યારે ગુલમોહરનું સેવન કરવાથી તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ડાયરીઅલ પ્રોપર્ટીઝ આ સમસ્યા માંથી છુટકારો આપે છે. ત્વચાને લગતી બધી સમસ્યામાં પણ તે ખુબ ઉપયોગી બને છે. જયારે કોઈ ચેપ ત્વચા પર લાગે ત્યારે નાની નાની ફોડલી થાય છે. વૃદ્ધ લોકોને આ સમસ્યા વધારે થાય છે, અને રોગપ્રતિકારક શક્તિને નબળી પડે છે. પરંતુ તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-માઇક્રોબાયલ ગુણધર્મો આ બધી સમસ્યાને દુર કરે છે.

તેના ફૂલને કાચા પણ ખાઈ શકાય છે. તેના ફૂલમાં ખનીજ અને વિટામીન રહેલા છે. તેથી તેને કાચા ખાવાથી શરીરમાં રહેલા પાણીના અભાવને દુર કરે છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય તેણે પણ ગુલમોહરનો ઉપયોગ કરવો જોઈએ. તેનું સેવન કરવાથી ભૂખમાં વધારો થાય છે. તે વાળની સમસ્યાને પણ દુર કરે છે.

વાળમાં ગુલમોહરના પાનને પીસી તેને વાળમાં લાગવાથી વાળની સમસ્યા દુર થાય છે. જયારે વિછીનો ડંખ લાગે ત્યારે તેના મૂળને પીસીને લાગવાથી ઝેરમાં ઘટાડો થાય છે, અને દુખાવો અને સોજામાં પણ રાહત થાય છે. ગુલમહોરના ફૂલનો બે થી છ ગ્રામ પાવડર મધ સાથે ખાવાથી માસિક સ્રાવના રોગમાં ઘણો ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *