કોઈપણ જાતના ખર્ચ વગર આજે જ મેળવો શરદી-કફ અને ગેસની સમસ્યાઓમાંથી મુક્તિ, આ ઘરેલુ ઉપચાર અપાવશે તમને સો ટકા રાહત, આજે જ અજમાવો અને જુઓ ફરક…

મિત્રો, એક ઘરેલુ ઔષધ તરીકે અજમાનો ઉપયોગ પુરાતન કાળથી આપણા દેશમા થતો આવ્યો છે. ઇન્દોર અને દક્ષિણ હૈદરાબાદમા તેનુ ખુબ જ મોટા પ્રમાણમા વાવેતર કરવામા આવે છે. આપણા ગુજરાત રાજ્યમા પણ તેનુ વાવેતર કરવામા આવે છે. તે એક પાચન કરનાર, રુચી ઉત્પન્ન કરનાર, તીક્ષ્ણ, ગરમ, તીખો, હલકો, અગ્નિને પ્રદીપ્ત કરનાર, કડવો અને પિત્ત ઉત્પન્ન કરનાર છે. તેનુ નિયમિત સેવન આપણને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે, ચાલો જાણીએ તેના ફાયદા વિશે.

અજમો એ ઝાડા, મરડો અને શરદીની સમસ્યાને જડમુળથી દૂર કરે છે. આ ઉપરાંત જો તમે નિયમિત અજમાની ફાકી લો તો તેના કારણે પણ તમને શરદી અને ઉધરસની સમસ્યા સામે રાહત મળી શકે છે. આ સિવાય જો તમે અજમાનુ નિયમિત સેવન કરો તો તમને તાવની સમસ્યા સામે પણ રાહત મળી શકે છે. આ સિવાય જો તમે અજમો વાટી અને તેમા ડુંગળીનો રસ ભેળવી આખા શરીરે લગાવો તો તમને એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિનો એહસાસ થાય છે.

આ સિવાય જો તમે પીપર, અરડૂસી અને ખસખસના ડોડાનો ઉકાળો કરી તેમા વાટેલો અજમો નાખી તેનુ સેવન કરો તો તમને કફ અને ઉધરસની સમસ્યા સામે પણ રાહત મળે છે. આ સિવાય જો અજમાના ફુલ એક-એક રતી દિવસમા ત્રણવાર ઘી અને મધ સાથે મિક્સ કરીને સેવન કરવામા આવે તો પણ તમને કફની સમસ્યા સામે રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે ગરમ પાણીમા અજમાનો અર્ક મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો તમને શ્વાસ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ સામે રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે શીળસની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિદાન માટે અજમા અને ગોળનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમે અજમાને વાટીને તેની પોટલી તૈયાર કરીને તેને સુંઘો તો તમને સળેખમની સમસ્યા સામે પણ રાહત મળી શકે છે.

આ ઉપરાંત જો અજમાને તમે ચલમમા તમાકુની માફક મિક્સ કરી તેનુ ધૂમ્રપાન કરવામા આવે તો પણ તમને શ્વાસ સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળી શકે છે. આ સિવાય જો તમે સંધિવાની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિવારણ માટે અજમાનુ ઓઈલ ગરમ કરીને તેનાથી તમારા શરીરની માલીશ કરો, જેથી તમને રાહત મળે છે. આ સિવાય હૃદયના હુમલા સામે રક્ષણ મેળવવા માટે પણ અજમો ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત જો તમે દાદર કે ખરજવાની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિવારણ માટે પણ અજમા ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. આ સિવાય અડધી ચમચી અજમાના ચૂર્ણ સાથે બે લવિંગ ચાવીને ખાવામા આવે તો સગર્ભાવસ્થાની ઊલટીઓ પણ બંધ થઇ જાય છે. આ સિવાય જો તમે દિવસમાં બે વખત સવાર-સાંજ અડધી ચમચી અજમો બે થી ત્રણ મૂળાના પાન સાથે ચાવીને ખાવ તો તેનાથી પથરીની સમસ્યા સામે તમે રાહત મેળવી શકો છો અને તમારુ શરીર નીરોગી અને તંદુરસ્ત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *