કોઇપણ પુરુષ આ વસ્તુ અંગે મહિલાને ક્યારેય પણ નથી કહેતા જે પુરુષોનું છે સૌથી ખાસ, જાણો શું છે આ રોચક સિક્રેટ

મિત્રો, સ્ત્રી અને પુરુષ એ પ્રભુ દ્રારા ઘડવામા આવેલી એક તદ્દન અદભૂત રચના છે અને આ બંને રચનાઓ પોત પોતાની જગ્યાએ વિવિધ આવડતો તથા વિવિધ નબળાઈઓ પણ ધરાવે છે. સ્ત્રી અને પુરુષ ની વિવિધ પડતી વૃતિ અને સ્વભાવ ના લીધે જ તેમને એકબીજા ને સમજવા મા ઘણો ખરો સમય વીતી જતો હોય છે. આપણે સૌ એ વાત જાણીએ છીએ અને ઘણીવાર અનુભવી પણ હશે કે, સ્ત્રીઓ પોતાની બધી જ વાત પોતાના પતિ અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે શેયર કરીને પોતાનુ મન હળવુ કરી લેતી હોય છે.

પરંતુ તેની સાપેક્ષ મા પુરુષો ગમે તેટલી હદ સુધી દુ:ખી હોય છે પરંતુ , તે પોતાનુ દુ:ખ સરળતા થી કોઈ સાથે શેયર કરી શકતા નથી. એવુ નથી કે પુરુષો પાસે હ્રદય હોતુ નથી તે લાગણી વિહિન હોય છે. તેમની પાસે પણ હ્રદય છે તેમને પણ લાગણી અનુભવાય છે પરંતુ , તે સરળતા થી તેને કોઈ અન્ય સામે વ્યક્ત કરી શક્તા નથી અને બધી વાતો પોતાના મન મા જ રાખતા હોય છે.

હાલ તમને આ લેખ મા પુરુષો આવુ ક્યા કારણોસર કરે છે અને શુ કામે તે પોતાની અમુક ખાસ વાતો સ્ત્રીઓ સાથે શેયર નથી કરતો તે વિશે ચર્ચા કરીશુ. મિત્રો, તમે સ્ત્રી ને ઘણી વખત રુદન કરતા નિહાળી હશે પરંતુ , તમે કોઈ પુરુષ ને ભાગ્યે જ ક્યારેક રડતા જોયો હોય એવુ બને પરંતુ, લોકો આ પરિસ્થિતિ ને એવી રીતે વર્ણવે છે કે સ્ત્રીઓ વધુ પડતી લાગણીશીલ હોય છે. પરંતુ, હાલ તમને જણાવી દઈ એ કે પુરુષો સ્ત્રીઓ કરતા પણ વધુ લાગણીશીલ હોય છે.

તેમને પણ રડવુ આવતુ હોય છે પરંતુ , તે ક્યારેય કોઈ સામે રડી શક્તા નથી અને આ એક એવી વાત છે કે જે કોઈ પુરુષ કોઈ સ્ત્રી ને ક્યારેય જણાવતો નથી અને હંમેશા પોતાના મન મા જ રાખે છે. વર્તમાન આધુનિક સમય મા એક યુવક અને યુવતી મિત્ર પણ હોય છે પણ , હાલ નો આ સમાજ આ સંબંધ ને ક્યારેય પણ અપનાવી શક્યુ નથી. તેઓ એવી માનસિકતા ધરાવે છે કે, કોઈ યુવક કોઈ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જ સંબંધ બનાવતો હોય છે.

પરંતુ, બધા જ યુવકો આ પ્રકાર ની વિચારસરણી વાળા ના હોય. ઘણીવાર એક યુવક તેની સ્ત્રી મિત્ર સાથે ના મિત્રતા ના સંબંધ ના બગડે તે માટે તેને પ્રેમ કરતો હોવા છતા પણ ક્યારેય આ વાત તેની સમક્ષ રજુ થવા દેતો નથી. પોતાની આ સ્ત્રી મિત્ર ને સાચો પ્રેમ કરતો હોવા છતા પણ ફક્ત મિત્રતા ના સંબંધ ને ટકાવી રાખવા માટે તે પોતાના પ્રેમ ની કુરબાની આપવા પણ તૈયાર થઈ જાય છે આ વાત પણ કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે ક્યારેય પણ શેયર કરતો નથી અને પોતાના મન મા જ રાખે છે.

પુરુષો ફક્ત એટલી જ ઈચ્છા ધરાવતા હોય છે કે જ્યારે પણ તે નિરાશ હોય અથવા દુ:ખી હોય ત્યારે તેમને કોઈ સહારો આપે અને આશ્વાસન આપે. તેમના ખોળા મા અથવા તેમના ખભા પર તેમનુ માથુ રાખી ને પોતાનુ મન હળવુ કરે, જ્યારે તે દુ:ખી હોય ત્યારે તેના આ દુ:ખ ને કોઈ સાંભળે અને સમજે તથા તેનો સાથ આપે તેવુ પણ એ ઈચ્છા તો હોય છે. ઘણી વાર તો તે લાગણીઓ ના પુર મા એટલો ઊંડાઈપૂર્વક ડૂબી જતો હોય છે પરંતુ, તેમ છતા તે કયારેય પણ પોતાની લાગણીઓ ને કયારેય બહાર આવવા દેતો નથી અને પોતાની લાગણીઓ ને નિયંત્રિત કરી પોતે એકલો જ દુ:ખ – દર્દ સહન કરે છે.

પુરુષો ના માથા પર ઢગલા બંધ જવાબદારીઓ હોય છે તથા તે હંમેશા પોતાના કાર્યો સમયસર પૂર્ણ કરવા ના તણાવ મા હોય છે અને આ તણાવ તે કયારેય પણ કોઈ સ્ત્રી સાથે શેયર કરતા નથી તે હંમેશા એવુ ઈચ્છાતા હોય છે કે તેની પત્ની અથવા તો તેની ગર્લફ્રેન્ડ હંમેશા ખુશ રહે અને તેના પર કોઈપણ જાત નો તણાવ કે મુશ્કેલી ના આવે તેથી, આ બાબત મુખ્ય તો તે સ્ત્રીઓ સાથે શેયર કરવા નુ ટાળતા હોય છે.

જો કોઈ પુરુષ સ્ત્રી મિત્ર ધરાવતો હોય અને તેણી ને પોતાના બધા જ સુખ – દુ:ખ શેયર કરતો હોય તો તે સ્ત્રી તેને જીવ કરતા પણ વ્હાલી હોય છે. આ લાગણી એક પ્રેમ ની જ હોય છે પરંતુ , આ પ્રેમ એ પ્રકાર નો નથી કે જેવો સામાન્ય લોકો વિચારતા હોય છે આ વાત પણ એક પુરુષ એક સ્ત્રી સાથે ક્યારેક પણ શેયર નથી કરતો. શુ તમે જાણો છો કે પુરુષો મા પણ સ્ત્રીઓ ની જેમ ગપશપ કરવા ની ટેવ હોય છે.

પરંતુ , તે ક્યારેય પણ કાર્ય ના સમયે નથી ગપશપ કરતા પરંતુ, જયારે નવરાશ ના બે પળ મળે ત્યારે તેઓ પણ ગપશપ મારતા હોય છે અને વિશેષ તો એક પુરુષ ક્યારેક પણ જાહેર સ્થળે આ પ્રકાર ની ગપશપ કરવા નુ ટાળે છે અને આ વાત નો પણ એક સ્ત્રી ને ક્યારેય પણ ખ્યાલ હોતો નથી. સ્ત્રીઓ ની સમાન પુરુષો ને પણ ઘણીવાર નાની – નાની વસ્તુઓ થી આનંદ પ્રાપ્ત થતો હોય છે જેમ કે , કોઈ ની કેયર કરવી દરેક પુરુષ ની અંદર પણ એક નાનુ એવુ બાળક છુપાયેલુ હોય છે.

જે હંમેશા એવી અપેક્ષા રાખતુ હોય છે કે તેની પત્ની અથવા તેની પ્રેમિકા તેની એક બાળક ની જેમ કેયર કરે. જેમ, એક માતા પોતાના બાળક ને પ્રેમ આપતી હોય તેવી જ રીતે પુરુષો પણ ઈચ્છાતા હોય છે કે તેની પત્ની, ગર્લફ્રેન્ડ અથવા સ્ત્રી તેની બાળક ની જેમ કેયર કરે. પરંતુ, આ વાત પણ પુરુષ ક્યારેય કોઈ સ્ત્રી ને નથી જણાવતો.

તો મિત્રો આ હતી અમુક વાતો કે જે એક પુરુષ એક સ્ત્રી ને ક્યારેય નથી જણાવતો. પરંતુ, મિત્રો મારુ માનવુ એવુ છે કે જો એક પુરુષ અને એક સ્ત્રી પોતાની આવી વાતો એક બીજા સમક્ષ રજૂ કરી દે ને તો તેને એક બીજા ને સમજવુ અત્યંત સરળ પડી જાય તમારુ શુ કહેવુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *