કોઈ પણ નવી ફિલ્મ શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે? ૯૦% લોકોને ખબર નથી, જાણો હકીકત…

આખા સપ્તાહ દરમિયાન બોલીવુડમાં માત્ર રાહ જોય ને બેઠા હોય છે શુક્રવારની કેમકે આ દિવસે નવી ફિલ્મો પ્રશારિત થાય છે. ફિલ્મો ના શોખીન લોકો પણ આ દિવસ ની રાહ જોતા હોય છે. વર્ષ ૧૯૬૦ ના દાયકા બાદ બોલિવૂડ માં આ નવા વલણ ની શરૂઆત થઈ કે જેમાં ફિલ્મો શુક્રવારે જ પ્રશારિત થાય છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે આખરે શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે ?

શું આની પાછળ કોઈ ખાસ કારણ છે કે પછી એમજ આ વલણ ની શરૂઆત હોલિવૂડ માં શરૂ થવાને લીધે આજે પણ ત્યાં અમલમાં લેવામાં આવે છે પરંતુ ભારત ની ફિલ્મો શુક્રવારે જ પ્રશારિત થાય એવું શરૂઆત માં નહોતું થતું. ભારતીય સિનેમા માં કેમ શરૂ થયું શુક્રવારે ફિલ્મ પ્રશારિત કરવાનો ટ્રેન્ડ,ચાલો બતાવીએ અમે તમને આ ખાસ એહવાલ માં.

આખરે શુક્રવારે જ કેમ પ્રશારિત થાય છે ફિલ્મો ?

હોલિવૂડ માં આ વલણ ની શરૂઆત ૧૯૩૯ માં થઈ જ્યારે ત્યાં ફિલ્મ ગોન વિથ ધ વિન્ડ પ્રસારિત થઈ. આ ફિલ્મને શુક્રવારે પ્રસારિત કરવામાં આવી અને આનો ફાયદો શનિવાર અને રવિવારે મળ્યો. આ વાત ત્યાં ના ફિલ્મ નિર્માતાઓ ને ફાયદાવાળી લાગી અને ત્યારથી જ ત્યાં ફિલ્મો શુક્રવારે પ્રસારિત કરવા માં આવવા લાગી.

ભારત માં શુક્રવારે ફિલ્મ પ્રસારિત કરવાનો વલણ વર્ષ ૧૯૬૦ મા ફિલ્મ મુગલે-આઝમ ને પ્રસારિત કરીને શરૂ કરવામાં આવ્યું. આ ફિલ્મ ને પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો જેમાં શનિવાર અને રવિવાર નો મોટો હાથ હતો. વાસ્તવ માં ઘણા લોકો ના સરકારી અથવા તો ખાનગી ઓફિસ શનિવાર અને રવિવારે બંધ રહે છે, આની સાથે જ કેટલાક લોકો ને માત્ર રવિવારે રજા હોય છે.

આનો ફાયદો માણસ પોતાના મિત્રો,પરિવારજનો અને કોઈ ખાસ ની સાથે ફિલ્મ જોઈને ઉઠાવે છે. આમાં બે ફાયદા થાય છે લોકોનું મનોરંજન પણ થઈ જાય છે અને ફિલ્મ-જગત ફિલ્મો ના માધ્યમ થી પૈસા પણ સારા કમાવી લે છે. ત્યાર થી જ બોલિવૂડ ની દરેક ફિલ્મો શુક્રવારે જ પ્રશારિત કરવામાં આવવા લાગી કેમકે ઇન્ડસ્ટ્રી ને વીક એન્ડ નો પૂરેપૂરો ફાયદો મળે છે.

આના સિવાય હિન્દુ માન્યતા મુજબ શુક્રવારને માં ધન-લક્ષ્મી નો વાર ગણવામાં આવે છે અને એવું પણ મનાય છે કે એટલા માટે નિર્માતા ફિલ્મ શુક્રવારે પ્રશારિત કરાવી ને પોતાની ફિલ્મોથી સારો કારોબાર કરવાનું ઇચ્છે છે અને આમાં કંઈ ખોટું પણ નથી.

કેટલાક સ્ટાર ની ફિલ્મ પ્રસારિત બુધવાર અથવા ગુરુવારે પણ થાય છે

બોલિવૂડમાં બધાની પોતાની અલગ જ બોલબાલા હોય છે. ફિલ્મ-ઈન્ડસ્ટ્રી માં જો કોઈ મોટો સ્ટાર છે તો ફિલ્મ ની સ્ટાર કાસ્ટ થી લઈને ફિલ્મ ના પ્રસારિત થયા સુધી ની દરેક બાબત માટે સલાહ ફિલ્મના નાયક થી લેવામાં આવે છે.

સીને-જગતમાં સલમાન, શાહરૂખ અને આમિર ખાન એવા મોટા અભિનેતા છે જે પોતાની ફિલ્મો બુધવાર અને ગુરુવારે અથવા કોઈ તહેવાર ઉપર પ્રસારિત કરાવે છે, જેનાથી એમની ફિલ્મો ને મોટો મોનાફો થઈ શકે. એ પોતાની ફિલ્મની પ્રસારિત થાય એ માટે શુક્રવાર નો નહીં પરંતુ કોઇ મોટા તહેવાર ની રાહ જુએ છે.

એવીજ રીતે સલમાન પોતાની ફિલ્મો માટે હંમેશા ઈદ, શાહરુખ પોતાની ફિલ્મો માટે હંમેશા દિવાળી અને આમિર પોતાની ફિલ્મો માટે હંમેશા ક્રિસમસ નો સમય પસંદ કરે છે. આમની ફિલ્મો ની પ્રસારિત આ તહેવારો પર થાય છે અથવા તો એક-બે દિવસ આગળ પ્રસારિત થઈ જાય છે અથવા તો એક બે દિવસ પાછળ, પછી એ દિવસ કોઈપણ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *