કે.બી.સી. મા પૂછવામાં આવેલ પચીસ લાખ નો પ્રશ્ન, શું તમને ખબર છે ભગવાન શ્રીકૃષ્ણ ના ભાભી કોણ હતા?

સોની ટીવી પર આવતો શો કોન બનેગા કરોડપતિ ખુબ જ લોકપ્રીય શો છે. અત્યારે તે ટીરાપીમા બધા શોની ખુબ આગળ છે. તેનુ એક મહત્વનુ ખાસ કારણ શોના હોસ્ટ છે. મહાનાયક અમિતાભ બચ્ચન આ શોનુ હોસ્ટીંગ કરે છે. આ શો એવો છે જે થોડા સમયમા પ્રતિયોગીને લાખો રુપિયા આવે છે. તેના માટે તમારે તમારા નોલેજનો ઉપયોગ કરવો પડે છે. હમણા તેમા એક ૨૫ લાખનો પ્રશ્ન પુછવામા આવ્યો હતો અને તેને આના સાચા જવાબની જાણ હતી નહિ. તેથી તેને ગેમ બંધ કરી દીધી હતી અને ૧૨ લાખ રુપિયા જીત્યો હતો.

તે ૨૫ લાખ રુપિયા નો પ્રશ્ન અમિતાભ બચ્ચને પુછ્યો હતો તે આ છે, શ્રીકૃષ્ણના ભાભીનુ નામ શુ હતુ. ત્યારે તે પ્રતિયોગીને આનો જવાબ ન આવડ્યો. તેથી તેને ગેમ બંધ કરી દીધી હતી. શ્રીકૃષ્ણ વિશેની ઘણી બધી જ માહિતિ બધાને ખબર હોય છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ બહુ ઓછા લોકો જાણે છે. આજે આપણે શ્રીકૃષ્ણ વિશેના અમુક વાતો જે ક્યારે પણ આપણે સાંભળી નહિ હોય.

દેવકીના સાતમા પુત્ર બલરામજી હતા :

ભગવાનના મોટા ભાઇ બલરામજી છે. તેમનો જન્મ વાસુદેવના પહેલા પત્ની રોહિણિના ખોળે થયો હતો. તમને જણાવી દઇએ કે બલરામનો જન્મ ચમત્કારી રીતે થયો હતો. અત્યારના આધુનિક સમયમા તેને બધા સેરોગેસીના નામથી ઓળખીએ છીએ. તે દેવકીના સાતમા પુત્ર તરીકે તેના ગર્ભમા હતા. ત્યારે યોગમાયાએ તેને રોહિણિના ગર્ભમા સ્થાપિત કરી દીધો હતો.

તેમની પત્નિ દિવ્ય કન્યા હતી :

શ્રીકૃષ્ણ તેમના ભાઇ બલરામને પ્રેમથી દાઉ કહેતા હતા. તેમના જન્મની જેમ જ તેમના લગ્નની કહાની ખુબ જ અદભુત છે. તેમના લગ્ન તેનાથી લાખો વર્ષ મોટી દિવ્ય કન્યા સાથે થયા હતા. આ બધાને ખુબ જ અજીબ લાગે છે. આ વાત શ્રીમદ ભાગવતમા કરવામા આવ્યો છે. બલરામની પત્નીનુ નામ રેવતી હતુ અને તેનો જન્મ અગ્નિમાથી થયો હતો.

ભારતિય પુરાણોમા જણાવામા આવ્યુ છે કે ધરતી પર તે સમયે એક રેવત નામનો રાજા હતો. તેણે વિશેષ રીતથી ઉત્પન્ન થયેલ કન્યાને શિક્ષા આપી હતી. તેને બધા જ ગુણોથી પરીપુર્ણ બનાવી હતી. તેણીની ઉમર જ્યારે લગ્ન કરવાની થઇ ત્યારે તે રાજા તેણી માટે તેના જેવા જ ગુણો વારો યોગ્ય વર શોધતા હતા. તેમના ઘણા પ્રયત્નો કર્યાબાદ પણ તેમને યોગ્ય ગુણો વાળો વર ના મડ્યો.

તેથી તેઓ તેમની પુત્રીને લઇને બ્રહ્મલોક ગયા હતા. ત્યા તેમણે તેમની સમસ્યા બ્રમ્હાજીને કહી હતી. ત્યારે બ્રમ્હાજી તેમને પાછુ ધરતીલોક પર જાવાનુ કહ્યુ હતુ અને તેમને જણાવ્યુ કે અત્યારે ભગવાન નારાયણ સામાન્ય માણસના રૂપમા ધરતી પર છે. તેમની સાથે શેષનાગ પણ ત્યા તેમના ભાઇ તરીકે છે. તમે તમારી આ દિવ્ય પુત્રીના વિવાહ તમે તેમા કોઇ સાથે કરાવી શકો છો. જે તમારી પુત્રી માટે યોગ્ય અને સર્વશ્રેષ્ઠ રહેશે.

રાજાના પ્રસ્તાવ સાંભળીને બલરામ લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા હતા. પરંતુ તેમને એક સમસ્યા હતી તે કન્યાની ઉમર અને તેણીની ઊંચાઇ જે તેમના કરતા ખુબ જ વધારે હતી. ત્યારે ભગવાને તેમને જણાવ્યુ કે રાજા તેણીને લઇને બ્રમ્હલોક જવા માટે સત્યયુગ અને ત્રેતાયુગમા પસર થયા હતા. તેથી માનવનો આકાર અને સ્વભાવ બદલાઇ જાય છે. તેથી તેનો આકાર મોટો અને આપણો આકાર નાનો છે.

રાજાને આ વાતથી સંતોષ થયો નહિ અને તે હજી વિચારમા હતા. ત્યારે બલરામે આનો સરળ ઉપાય કાઢ્યો હતો. તેમને પોતાનુ હળ રેવતીના ખંભા પર રાખ્યુ અને તેનો આકાર નાનો થયો હતો. તેણીની ઊંચાઇ બલરામ જેટલી થઇ ગઇ હતી. આ ચમત્કારથી રાજા ખુશ થયા અને રેવતી અને બલરામના લગ્ન કરાવ્યા હતા. રેવતી ભગવાન કૃષ્ણના ભાભી થાય છે તેના વિશે આજે પણ ઘણા લોકો જાણતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *