જો ગુજરાત ની અંદર એક જિલ્લા માથી બીજા જિલ્લામા જવુ છે? તો આ રહી માર્ગદર્શિકા

મિત્રો, હાલ ગુજરાત સરકારે રાજ્યમા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમા જણાવ્યા મુજબ રેડ ઝોન અથવા ઝોનથી બહાર જવાની મંજૂરી આપવામા આવશે નહી. એટલુ જ નહી પણ અન્ય ઝોનના લોકોને પણ રેડ ઝોન કે કન્ટેઈમેન્ટ ઝોનની અંદર જવા માટે મંજૂરી આપવામા આવી નથી.

સરકારી ગાઇડલાઇન અનુસાર જે કોઈ વ્યક્તિ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા ઈચ્છતો હોય તેણે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મામલતદાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. મામલતદાર પાસેથી મંજૂરી મળ્યા બાદ જિલ્લા કંટ્રોલરૂમ મંજૂરીનો રિપોર્ટ જયા પહોંચવાનુ છે તે જિલ્લાને મોકલવાનો રહેશે.

૧૪ દિવસ ફરજિયાત કવોરોન્ટાઈન રહેવુ પડશે :

રાજ્યમા જેટલા પણ ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમા અવરજવર માટે મંજૂરી આપવામા આવી છે તેમણે અવરજવર કરવા માટે પણ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો તમે એક જિલ્લામાંથી અન્ય જિલ્લામા જાવ તો ૧૪ દિવસ ફરજિયાત કવોરોન્ટાઈન રહેવુ પડશે અને કવોરોન્ટાઈન સમય પૂર્ણ થયા બાદ જ તમે તે જગ્યાએ કાર્યરત થઈ શકશો. ગુજરાત રાજ્યમા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમારે આ અમુક બાબતોનુ પાલન કરવુ પડશે.

તમને ફક્ત ગુજરાત રાજ્યની અંદર જ અવરજવર માટે મંજૂરી મળશે. એક જિલ્લામાંથી અન્ય જિલ્લામા જવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ધંધા-રોજગારની પ્રવૃત્તિ અથવા તો ખેડૂતો ને ખેતી ના કાર્ય માટે મંજૂરી આપવામા આવશે. તે સિવાયના પ્રસંગો માટે મંજૂરી મળશે નહિ. રેડ ઝોન અથવા કન્ટેનમેન્ટ ઝોનથી અન્ય જગ્યાએ જવા માટે અથવા તો રેડઝોન કે કન્ટેનમેન્ટ ઝોનમા અન્ય જગ્યાએ થી આવવા માટે મજૂરી નહી મળે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમા અંદર જવાની પરવાનગી મળશે.

એક જિલ્લા માથી બીજા જિલ્લામા જવા ઈચ્છતા માણસે ડિજિટલ ગુજરાત પોર્ટલમા રાજ્ય ની અંદર આવવા જવા માટે અરજી કરી જે-તે જગ્યા ના મામલતદાર પાસેથી મંજૂરી લેવી પડશે. જિલ્લા કક્ષાએ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા અપાતી મંજુરીનો સંકલિત રિપોર્ટ વ્યક્તિનુ નામ, તેની ઓળખની વિગતો, વાહનનો પ્રકાર આ બધીજ માહિતી જે સ્થળે જવાનુ છે ત્યા મોકલવાની રહેશે.

આ ઉપરાંત મંજુરી આપનાર જિલ્લાએ મંજુરી આપતા પહેલા જે જિલ્લામા વ્યક્તિ જવા ઈચ્છે છે તે જિલ્લા સાથે ચર્ચા-વિચારણા કરીને વધુમા વધુ કેટલા લોકોને ત્યા મોકલી શકાશે તે અંગે પણ નક્કી કરવાનુ રહેશે.  શરૂઆતના સમયમા ઓછી સંખ્યામા મંજૂરી આપવાની રહેશે. ત્યારબાદ તબક્કાવાર આ સંખ્યામા વૃધ્ધિ થશે.આ સિવાય દરેક વ્યક્તિનુ મેડિકલ સ્ક્રિનીંગ કરીને તેનામા કોરોનાના લક્ષણ ના દેખાય તે ચેકિંગ કરીને જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામા જવાની મંજૂરી મળશે.

જે જિલ્લામા વ્યક્તિ અન્ય જિલ્લામાંથી આવે છે ત્યા આરોગ્ય સંસ્થા ની ગાઈડલાઈન અનુસાર ૧૪ દિવસ કવોરોન્ટાઈન રહેવુ પડશે. ધંધા-રોજગાર, ખેડૂત કોઈપણ વ્યક્તિ જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામા સ્થળાંતર કરે છે તે ફરજિયાત ૧૪ દિવસ ક્વોરન્ટાઈન થયા બાદ જ કાર્ય પર જઈ શકશે.

જે-તે વ્યક્તિએ મુસાફરી દરમિયાન પણ ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સિંગ નુ પાલન કરવુ પડશે અને માસ્ક પણ ફરજિયાતપણે પહેરવુ પડશે. સરકારી એજન્સીના કોન્ટ્રક્ટના કાર્ય અર્થે અથવા મેડિકલ ઈમરજન્સી અને અન્ય આકસ્મિક સંજોગોમા અપાતી પરવાનગી રાબેતા મુજબ અપાશે. કેન્દ્રિય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન અને સૂચનાઓ જે મુજબ આવે તે મુજબ તેનુ પાલન કરવાનુ રહેશે.

3 thoughts on “જો ગુજરાત ની અંદર એક જિલ્લા માથી બીજા જિલ્લામા જવુ છે? તો આ રહી માર્ગદર્શિકા

 1. અમે ધર ના ચાર સભીયો છે
  જાવા
  વિનંતી છે કલેટાર ‌શ્રી સાહબ
  મારે બે બાળકો છે અને મારી પત્ની મૂ જયેશભાઈ બી મકવાણા ગામ જામ ખંભાળીયા જાવા વિનંતી કારુ છું
  મારી ધારમં પત્ની ભાભીને
  ડીલીવરી ટાઈમ છે તેની તબીયાત
  બંગડી છે તેમ ની સારવાર કરવા માટે જાવું જરૂર રીયાત છે
  મુ જાવા દિયો ઈ વિનંતી કરું છું
  રજા પાસ મેળવવા માટે વિનંતી

  1. [email protected]
   Mo 9979226537
   અમે ધર ના ચાર સભીયો છે
   જાવા વિનંતી કલેટાર શ્રી સાબ મારે બે બાળકો છે અને મારી પત્ની મૂ જયેશ બી મકવાણા રહેવાસી રાજકોટ
   દ્વારકા દેવભૂમિ ગામ જામ ખંભાળિયા જાવા વિનંતી કારુ છું મારી પત્ની ભાભીને
   ડીલીવરી ટાઈમ છે તેની તબીયાત બંગડી છે તેમ સારવાર માટે જાવું જરૂર રીયાત છે મૂજ ને જાવા દિયો ઈ વિનંતી કરું છું
   રજા પાસ મેળવવા એ વિનંતી છે કલેટાર શ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *