એસીડીટી ગમે તેટલી ભયંકર જ કેમ ના હોય, આ ઘરેલું ઉપચાર કરશે તેનું જડમુળથી નિદાન અને અપાવશે કાયમ માટે મુક્તિ….

આજના લોકો જંક ફૂડ અને ના પચે એવો ભારે ખોરાક ખાવાના શોખીન બનતા જાય છે. આવામાં પેટની તકલીફ તો થવાની જ છે. પેટમાં ખોરાક સરખો ન પચવાને લીધે ગેસ, એસિડિટી, કબજિયાત અને પેટના દુખાવા જેવી અનેક સમસ્યાઓનો ભોગ બન્યા છે. આજે આપણે એક એવો ઉપાય જોઈશું જેનાથી તમને પેટની બધી સમસ્યાથી જલ્દી છુટકારો મળી જશે.

આજે લોકો ખરાબ પાણી અને ખાણીપીણી ના લીધે પેટની તકલીફો નો શિકાર થાય છે. તેમજ તે તકલીફોને દૂર કરવા માટે તે ઘણી દવા પણ ખાતા હોય છે, આજે આપણે ઘરેલુ ઉપચાર જોશું જેનાથી તમારા પેટની બધી સમસ્યા માત્ર ૧ મિનિટ માજ દૂર થઈ જશે. તો ચાલો જોઈએ આ ઘરેલું ઉપચાર વિષે.

આ રેસીપી બનાવવા માટે એક પાત્રમા પાણી ગરમ થવા મૂકો. ત્યારબાદ તેમા એક ચમચી જીરું નાખો. આ મિશ્રણ ને ૨-૩ મિનિટ સુધી હલાવો અને ઉકળવા દો. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી ગેસ બંધ કરી તે વાસણ ને ૫ મિનિટ સુધી ઢાંકી રાખો. આમ કરવાથી જીરું નું બધા ગુણો પાણીમાં આવી જશે ત્યારબાદ આ પાણીને ગાળી લો. તેમજ તેનું ગરમ ગરમ જ સેવન કરો.

આ પાણીમાં તમે થોડું નમક અને લીંબુ પણ નાખી શકો છો. તેનાથી તેના સ્વાદમા વધારો થશે તેમજ મીઠું અને લીંબુ સેહત માટે પણ સારા હોય છે. ખાસ ધ્યાન રાખવું કે આ પાણી નવશેકું ગરમ હોય ત્યારે જ પીવું. આ પાણી પીવાથી ૧ જ મિનિટમાં પેટની બધી તકલીફો દૂર થશે.

આ ઉપરાંત આ ઉપાય તમે વગર પૈસા ખર્ચે ઘરે જ બનાવી શકો છો અને તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ પણ થતો નથી. જ્યારે પણ તમને ગેસ કે એસિડિટી થાય અથવા પેટ ભરી લાગે કે દુખાવો થાય ત્યારે તમે આને તુરંત જ ઘરે બનાવીને પી શકો છો. તેનાથી તમને જલ્દી જ રાહત મળશે.

આ ઉપરાંત આ બધી તકલીફો થી દૂર રહેવા માટે બાર નું ન ખાવું. તીખું, તળેલું , જંક ફૂડ આ બધી વસ્તુ થી દૂર જ રહેવું. તે આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી. આ ઉપરાંત પાણી હંમેશા સ્વચ્છ પીવું. આ વસ્તુનું ધ્યાન રાખવું અને સાદો અને સાત્વિક ભોજન કરવાથી અને નિયમિત યોગ્ય કરવાથી તમને ક્યારેય પેટની સમસ્યા નહીં થાય.

નોંધ :

આ પ્રયોગ બધા માણસ ની પ્રકૃતિ અનુસાર જુદી જુદી અસર કરે છે. તેથી જો આ પ્રયોગ થી કોઈ આડ અસર તો તકલીફ થાય તો ડોક્ટર ની સલાહ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *