જાણો આ કળિયુગમાં સતયુગી સાસુ-સસરા વિશે, વિધવાને સમાજે માની અપશુકનિયાળ, પરંતુ તેમને તેમની પુત્રવધુના કરાવ્યાં દીકરીની જેમ બીજા લગ્ન..

સાલ ૨૦૦૬માં રાણી મુખર્જી, હેમા માલિનિ, સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને જોન અબ્રાહમની એક ફિલ્મ આવી હતી. તેનુ નામ બાબુલ હતુ. તેની કહાની વિધવા વહુના બીજા વિવાહ અંગેની છે. અમિતાભ ને હેમાના પુત્ર સલમાન સાથે રાણીના લગ્ન થયા હતા. પરંતુ ફિલ્મમા થોડા સમય બાદ તે મરી જાય છે અને તે લોકો રાણીના બીજા લગ્ન જોન સાથે કરાવે છે.

આ એક એવી ફિલ્મ હતી જે બધાને એક અલગ સમજ આપે છે. પરંતુ આજે આપણે આવી જ એક હકિકતમા બનેલ વાત વિશે જાણીશુ. આ વાત ઉત્તરાખંડના દેહરાદુન શહેરના બાલાવાળા વિસ્તારમા બનેલી છે. ત્યાના એક વ્યક્તિએ વિધવા વહુના બીજા વિવાહ કરાવ્યા હતા. તેમણે તેણીનુ કન્યાદાન કર્યુ હતુ. આ ૨૦૧૮મા બનેલ વાત છે.

તેમનુ નામ વિજયચંદ છે જે બાલાવાળામા રહે છે. તેમના પુત્ર સંદીપના વિવાહ ૨૦૧૪મા કવિતા નામની છોકરી સાથે થયા હતા. તેઓએ ખુબ જ શાનદાર રીતે વિવાહ કર્યા હતા. તેમના લગ્નના એક વર્ષ બાદ ૨૦૧૫મા એક અકસ્માતમા સંદીપનુ મોત થાય છે. ત્યારબાદ કવિતા વિધવા બની ગઇ હતી. કવિતાની ત્યારબાદ પોતાના પિયર જવાની ઇચ્છા હતી. ત્યારે તેણીને એવો વિચાર આવ્યો કે આવી પરિસ્થિતિમા તેના સસરા અને સાસુ બિલકુલ એકલા થઇ જશે. ત્યારે તેણી પોતાના પિયર ના ગઇ અને સાસુ અને સસરા સાથે રહેતી હતી.

સંદીપના મૃત્યુ પછી તે પોતે જ તુટી ગઇ હતી. તે પોતાની જાતને એકલી છે તેમ મહેસુસ કરતી હતી. તે સમયે તેના સાસુ સસરાએ તેણીને હિંમત આપી હતી અને તે કવિતાને દીકરીને જેમ રાખતા હતા. ત્યારે તેણીના સાસુ અને સસરાએ બીજા લગ્ન કરવાનુ વિચાર્યુ. તે સમયે તે લોકોને સમાજના લોકો તરફથી ઘણુ બધુ સાંભળવા મડતુ હતુ. તે લોકોએ રીત રીવાજ નએ સમાજના લોકોને બાજુમા રાખીને છોકરો ગોતવા લાગ્યા.

તે લોકોએ રૂશિકેષમા રહેતા તેજપાલસિંહને કવિતા માટે પસંદ કર્યા. તે લોકોએ ધામધુમથી આમના વિવાહ કરાવ્યા હતા. વિજયચન્દ અને કમલાએ તેણીનુ કન્યાદાન કર્યુ હતુ. ત્યારે કવિતા કહે છે કે જો તે પોતામા પિયર ગઇ હોત તો આ લોકો એકદમ એકલા પડી જાત અને પોતાની સંભાળ પણ ના કરી શકત. ત્યારે તેણીના સસરા એમ કહે છે કે મારા પુત્રના મૃત્યુ બાદ સમાજના બધા લોકો એમ કહેતા કે તેણીને પોતાના પિયર મોકલી દેવી જોઇએ.

સમાજના લોકો એમ કહેતા કે તે આ પરીવાર માટે અશુભ રહી ગણાય. પરંતુ તેણીના સાસુ અને સસરાએ કોઇની પણ વાત ન સાંભળી. તે લોકોએ તેણીનો સાથ ન છોડ્યો. તે સંકટના સમયમા તે લોકોએ પોતાની વહુને પુત્રીને જેમ રાખી હતી. આપણે બધાએ આમની પાસેથી શિખવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *