હવે નોકરીની ટેન્શન છોડો અને “Amul” જેવી નામચીન કંપની સાથે શરૂ કરી દો આ ધંધો, પહેલા દિવસથી જ થશે મોટી આવક…

અત્યારે ઘણા લોકો નોકરીની શોધ કરી રહ્યા છે. તેના માટે આજે એવા ધંધા વિષે જાણીએ કે તેની તમે જ્યારથી શરૂઆત કરો છો ત્યારથી જ તમે મોટા પ્રમાણમાં કમાણી કરી શકો છો. તેના માટે તમને ડેરીની વસ્તુ બનાવટી અમૂલ કંપની સાથે ધંધો કરવાની સારી તક મળી રહી છે. તે આ વર્ષમાં પણ તેની નવી ફ્રેન્ચાઇઝી ઑફર કરી રહી છે. તેનો લાભ ઉઠાવનારને નાના રોકાણમાં દર મહિને એક નિશ્ચિત કમાણી કરવાણી તક આપી રહ્યા છે. આની ફ્રેન્ચાઇઝી લેવાથી ઘણા ફાયદાઓ થઈ શકે છે. તેમાં તમને નુકશાન ન થવા બરાબર છે. તેથી આ સોદો ફાયદાનો છે.

૨ લાખમાં જ તમારો ધંધો શરૂ કરી શકાય છે :

તે તમને કોઈ પણ રોયલ્ટી અથવા તો નફામાથી ભાગ વગર જ તમને તેની ફ્રેન્ચાઇઝી આપી રહી છે. આને લેવાનો ખર્ચ વધારે થશે નહીં. તેના માટે તમે ૨ લાખથી લઈને ૬ લકહ સુધીનો ધંધાની શરૂઆત કરી શકો છો. તમે જ્યારે આ ધંધો શરૂ કરો ત્યારથી જ તમને સારો એવો નફો મળી શકે છે. આના માધ્યમથી તમને દર મહિને ૫ થી ૧૦ લાખનો વેપાર કરી શકો છો. આ બાબત એના પર આધાર રાખે છે કે તમે આ ધંધો કઈ જગ્યાએ શરૂ કરો છો.

તે આપણને બે પ્રકારની ફ્રેન્ચાઇઝીની ઓફર આપી રહે છે. પહેલી એ કે તે અમુલની આઉટલેટ, રેલવે પાર્લર અથવા કિયોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી તક એ કે આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર ફ્રેન્ચાઇઝી આપી રહી છે. જો તમે પહેલી ફ્રેન્ચાઇઝી શરૂ કરશો તો તમારે બે લાખ જેટલું રોકાણ કરવું જોઈશે. અને તમારે બીજા પ્રકારની ફ્રેન્ચાઇઝી અપનાવી હોય તો તમારે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેના માટે તમારે રિફન્ડેબલ સિક્યોરિટી માટે ૨૫ હજારથી લઈને ૫૦ હજાર સુધી રૂપિયા આપવાના રહેશે.

તેમાં કેટલું કમિશન મળી શકે છે :

આઊટલેટ લેવા પર તમને અમુલની કંપની ઘણા પ્રકારની તેણી ચીજો પર ઓછામા ઓછા કિમતે એટલેકે MRP ઉપર કમીશન આપે છે. તેમાં એક દુધની થેલિ પર તમને ૨.૫%, મિલ્કની વસ્તુઓ પર ૧૦% અને આઇસ્ક્રીમ પર તમને ૨૦% જેટલું કમીશન આપે છે. તમે જો બીજા પ્રકારની ફ્રેન્ચાઇઝી લેવા માંગતા હોવ તો તમને રેસિપી બેઝ્ડ આઇસક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હૉટ ચૉકલેટ ડ્રિંગ વગેરે પર તમને ૫૦% જેટલુ કમીશન મળી શકે છે. તેની સાથે બીજા કોઈ પણ અમુલની વસ્તુઓ પર તમને ૧૦% જેટલુ કમીશન આપે છે.

તેના માટે આટલી જગ્યાની જરૂર પડશે :

તમારે અમૂલનું પાર્લર શરૂ કરવું હોય તો તેના માટે તમારે ૧૫૦ વર્ગ ફૂટ જગ્યા હોવી જરૂરી છે. તમારે જો અમૂલ આઇસ્ક્રીમની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો તમારે તેના માટે ઓછામાં ઓછી ૩૦૦ વર્ગ ફૂટ જેટલી જગ્યા હોવી જોઈએ.

તેના માટે કેવી રીતે અરજી કરવી :

તમારે આની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો તેના માટે તમારે [email protected] પર ઈમેલ કરવો. આ સિવાય તમારે આ લિન્ક (http://amul.com/m/amul-scooping-parlours) પર જઈને બીજી કોઈ પણ જાણકારી મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *