હઠીલી ચરબીને દૂર કરવા માટે દિવસમા બે વાર કરો આ વસ્તુનુ સેવન, મળશે એવો ફરક કે જાણીને તમને પણ લાગશે નવાઈ…

મિત્રો, આજે આ લેખમા આપણે શરીરમા વધારાની ચરબીને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશુ. પ્રવર્તમાન સમયમાં ઉચ્ચ જીવનશૈલીના કારણે ઉત્પન્ન થતી બીમારીઓમાં સૌથી મોટી બીમારી છે મેદસ્વિતા. આ બીમારીના કારણે શરીરનુ વજન વધે છે. જેનાથી શરીરનો દેખાવ બેડોળ લાગે છે જ્યારે વધારે વજનમા વધારો થાય છે ત્યારે ચાલવામા પણ સમસ્યા પડે છે જયારે બેઠાડુ જીવન થઈ જાય છે.

આપણા દેશમા વધારે વજનની સમસ્યા મોટાભાગના લોકોને થાય છે. વજન વધતા લોકો તેને ઓછુ કરવાના ઉપાયો શોધે છે પરંતુ, યોગ્ય જાણકારીના અભાવે આ વજન ઘટાડી શકાતુ નથી. જ્યારે શરીરનુ સામાન્યથી વધી જાય છે તેને વજન વધારો અને મોટાપણું કહેવામા આવે છે.

આપણે આવી સમસ્યાને દૂર કરવા માટે અમુક ખોરાક ખાવાનુ ટાળવુ જોઈએ. વધારે પડતા વજનના પરિણામે શરીરમા વધારે પ્રમાણમા ચરબી જમા થાય છે. જેની ધીમે-ધીમે અયોગ્ય દિનચર્યા, પ્રદુષણ અને અપચાની કારણે આ સમસ્યા સર્જાય છે. વજન બે કારણોથી વધે છે. અસ્વચ્છ ભોજન ખાણીપીણી અને શારીરિક ગતિશીલતામા ખામી.

આવી સમસ્યાને દૂર કરવા માટે લગભગ ૨૦૦ મિ.લી. પાણીમા ૩-૬ ગ્રામ તજનો પાવડર નાખીને ૧૫ મિનીટ સુધી ગરમ કરો. પાણી હળવુ ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો. સવારમા ભૂખ્યા પેટે અને રાત્રે સુતા પહેલા પીવો. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ છે જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે.

આ ઉપરાંત આદુ અને મધના ઉપયોગ દ્વારા આપણે આવી સમસ્યાનો હલ લાવી શકીએ છીએ.લગભગ ૩૦  મિલી આદુના રસમાં બે ચમચી મધ નાખીને પીવાથી વજન ઘટે છે. આદું અને મધ શરીરની ચયાપચયની ક્રિયાને વધારીને ચરબીને બાળવાનું કાર્ય કરે છે. આદું વધારે પડતી ભૂખ લાગવાની સમસ્યાને દુર કરે છે. તથા પાચન ક્રિયાને યોગ્ય કરે છે. આ મિશ્રણ ખાલી પેટે તથા રાત્રે સુતા પહેલા લેવાથી વજન ઘટે છે.

ત્યારબાદ વધતી જતી ચરબીને રોકવા માટે લીંબુ એક ઉપયોગી ઔષધિ છે. તેની અંદર એન્ટિક તત્વ રહેલા છે, જે શરીરની અંદર વધતી ચરબીને રોકે છે. એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ, એક ચમચી મધ અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સેવન કરવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે.

આ ઉપરાંત આવી સમસ્યાને દૂર કરવા માટે વરિયાળીનો ઉયપયોગ કરી શકાય છે. ૬-૮ વરિયાળીના દાણા એક કપ પાણી પાંચ મિનીટ સુધી ગરમ કરો. તેને ગાળીને સ્વરમાં ખાલી પેટે ગરમાગરમ પીવાથી વજન ઉતરે છે. જેનાથી વધારે ભૂખ લાગવાની સમસ્યા દુર થાય છે અને ખાવાની ઈચ્છા થતી નથી તથા વજન ઉતરે છે. આ ઉપરાંત વજન ઘટાડવામાં પણ ખુબજ ફાયદાકારક છે. તે તમારા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.

તે પાચનક્રિયામા મદદ કરે છે અને ભોજન પચાવવામાં સહાયતા કરે છે. વજન વધતા સમયે લીમડાનો ઉપયોગ કરવાથી વજન ઘટે છે. આ ઉપરાંત તલનું સેવન પણ આપણાં શરીરમાં વધતી ચરબી રોકવામાં મદદરૂપ થાય છે.તલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સલાડ અને રોટલીમાં મેળવીને ખાવાથી અથવા એક મુઠ્ઠી તલ થોડા દિવસો સુધી ખાવાથી વજન ઉતરે છે.આ ઉપરાંત રોજ સવારમાં ઉઠીને ખાલી પેટે લસણની બે કળીઓ ચાવીને અને પછી એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઉતરે છે. આમ માત્ર થોડા દિવસો કરવાથી વજન યોગ્ય પરિણામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *