હે ભગવાન ! મેં જીવનમા ક્યારેય પણ જાણતા અજાણતા પાપ નથી કર્યું, તેમ છતા આટલું દુખ કેમ વેઠવુ પડે છે?

મહાભારત વિષે બધા જાણતા જ હશે. તેમાં ભીષ્મ પિતામહને આપણે સૌ જાણીએ છીએ. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ૧૭૯ વર્ષના ભીષ્મ પિતામહ પોતાની બાણશૈયા પર સુતા હતા ત્યારે તેઓ ઈચ્છતા હતા કે તેને કરેલી ભક્તિ સાચી હોય તો ભગવાન શ્રી કૃષ્ણ તેમને દર્શન આપે. તે પિતામહની સામે આવે. તે વખતે પ્રશ્ન કરે છે કે હું અખંડ બ્રમ્હ્ચારી છું અને મેં મારા જીવનમાં મેં ક્યારેય કોઈ પાપ કર્યું નથી. તે છતા પણ મને મારી છેલ્લી ઘડીએ દુખ પડે છે. અત્યારે મારું આખું શરીર બાણોથી વિંધાયેલું છે.

તે છતા પણ મારા પ્રાણ કેમ છુટતા નથી? ત્યારે દ્રૌપદી આવે છે પિતામહના છેલ્લા દર્શન કરવા. ત્યારે પિતામહને દ્રૌપદી કહે છે કે મારા સસરાજી, જ્યારે દુશાસન મારું ચીરહરણ કરતો તો ત્યારે મારા વાળ પકડીને તેને મને ભર સભામાં ઢસડી હતી. ત્યારે મારા ૯૯૯ વસ્ત્ર વેચવામાં આવ્યા હતા. ત્યારે તમે કશું બોલ્યા નહિ. ત્યારે તમારી બુદ્ધિમતા ક્યા હતી ? તમે તો આ ઘરના સૌથી મોટા છો. અમારા વડીલ છો. તે છતાં પણ મારા ચિરહરણ થતું હતું ત્યારે તમે દુશાશનને કેમ રોક્યો નહિ. તમે આ પાપ તમારી નજરે જોતા રહ્યા.

પિતામહને તેની ભૂલ સમજાઈ અને તેમને માફી માંગતા પહેલા કહ્યું કે દીકરી! હું તારી માફી માંગુ છું. મારા શરીરમાં કૌરવોનું અન્ન માંથી બનેલું લોહી વહેતું હતું. તેના કારણે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગયેલી હતી. મને માફ કરી દે દીકરી. કોઈનું ખરાબ કાર્ય કરતા આપણે જોઈએ તે પણે એક મહાન પાપ છે. ભગવાન શ્રી કૃષ્ણે તેના ગીતામાં કહ્યું હતું કે કર્મની એ ઘન છે. ત્યારે કલિયુગમાં કાળા બજારીયા ખુલા આમ લાંચ લેતા શરમાતા નથી.

તેથી તેને આગળ કરેલા સારા કામની મૂડી પતિ જશે ત્યારે તેની ખરાબ દશા બેસશે. ભગવાનની ઘરે બધા કરલા કર્મોનો હિસાબ સારી રીતે થાય છે. આપણા જીવનમાં કરેલા સારા કર્મોના ફળ પુરા થાય ત્યાર પછી ખરાબ સમય ચાલુ થવા લાગે છે. ત્યારે ધ્રુતરાષ્ટ્રનાં એક સાથે સો પુત્ર મૃત્યુ પામ્યા ત્યારે તેને ભગવાનને પૂછ્યું કે મારાથી એવું કયું પાપ થયું છે જેની સજા મને અત્યારે મળી રહે છે.

ત્યારે ભગવાને પાછલાં જન્મ વિષે જણાવે છે તેમાં તે પારધી બન્યા હતા. ત્યારે તેને પક્ષીઓને પકડવા માટે એક સળગતી ઝાડી તે ઝાડ પર ફેંકી હતી. ત્યારે તે સળગતી જાતિના ફેંકવાથી ૧૦૦ જેટલા પક્ષીઓ એક સાથે મૃત્યુ પામ્યા હતા. જ્યારે આપનું પુણ્ય પૂરું થાય ત્યારે આપણને પાપની સજા મળે છે. તેથી તમારા સો દીકરા એક સાથે મૃત્યુ પામ્યા તે પાછળનું કારણ તમારા દ્વારા થયેલા કર્મોનું ફળ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *