ઘરના ફીલ્ટરમાં TDS ની માત્રા કેટલી રાખવી જોઇએ કે જેથી હાડકાના અને સાંધાના દુખાવાથી બચી શકાય

દોસ્તો આજે દિન પ્રતિદિન પ્લાસ્ટીક નો વપરાશ વધતો જાઈ છે. જો પ્લાસ્ટિક ના આ કચરા ને જમીનમાં દાટવામાં આવે તો તેને પ્રાકૃતિક રીતે ગળવામાં ૫૦૦ વર્ષ થી પણ વધારે સમય લાગે છે. એટલા માટે કહેવામાં આવે છે કે પ્લાસ્ટીકને રીસાયકલ નથી કરી શકાતું. એટલા માટે પ્લાસ્ટીકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. જે વસ્તુને આપણી ધરતી પણ નથી પચાવી શક્તિ તેને આપણું પેટ તો બિલકુલ પણ ન પચાવી શકે.

આપણે ઘરે ફિલ્ટર વાપરીએ છીએ પણ તેમાં જ્યારે RO માઠી પાણી નીકળે છે ત્યારે તેમાં રહેલું પ્લાસ્ટીક તેમાં ભળતું જાય છે અને સાથે પાણીમાં TDS કમી હોવાના કારણે દરેક પ્રકારની વસ્તુ પાણીમાં ખુબ જ જલ્દી ભળી જાય છે. બોટલમાં બંધ પાણી જ્યારે તડકાના સંબંધમાં આવે છે અને વધારે દિવસો સુધી રાખવામાં આવે તો તેમાં પણ પ્લાસ્ટીક ભળતું જાય છે. પાણીમાં પ્લાસ્ટીક ભળવાના કારણે કેન્સર અને કિડની ફેલ જેવી સમસ્યા થાય છે. તેની સાથે જ બોટલમાં મળતું પાણી CHLORATE અને CHLORITE નામના કેમિકલ પણ તેમાં રહેલા હોય છે. હેરાન થવા જેવી વાત એ છે કે આ બધા કેમિકલ સાધારણ પાણીમાં બિલકુલ પણ નથી હોતા.

આપણે બધા અત્યરે સારું અને સ્વસ્થ પાણી પીવા માટે ઘરે RO પ્લાન્ટનો ઉપયોગ કરીએ છીએ પણ આ માટે સૌથી પહેલા તમારા ROનું TDS ૨૦૦ થી ૩૫૦ ની વચ્ચે સેટ કરવું પડશે. પછી ROના પાણીને તેમાંથી કાઢીને કોઈ સ્ટીલ, માટી અથવા તાંબાના વાસણમાં પાણી કાઢીને મૂકી દો. અને પાણીને આ વાસણોમાંથી જ પીવું જોઈએ. બોટલનું પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ. અને પોસીબલ હોય તો સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ. કેમ કે બોટલમાં મળતું પાણી જ આપણા માટે હાનીકારક નથી હોતું પરંતુ પ્લાસ્ટીક બોટલ સાથે જોડાયેલી વસ્તુ પણ આપણને ઘણી બધી સમસ્યા કરાવી શકે છે.

પાણી પીધા પછી બાકી રહેતી બોટલ ને આપણે ગમે ત્યાં ફેકી દઈએ છીએ. જ્યારે આપણે ચાર બોટલ ફેંકિએ તો તેમાં ચાર બોટલમાંથી માત્ર એક જ બોટલ સફળતા પૂર્વક રીસાયકલ થાય છે. બાકીની બોટલ નદી તળાવ અથવા કચરામાં નાખી દેવામાં આવે છે અથવા જમીનમાં દાટી દેવામાં આવે છે. આ કારણે જ આપણું વાતાવરણ, ધૂળ, અને પાણી ખુબ જ વધારે પ્રદુષિત થાય છે. એટલા માટે વધારેમાં વધારે માટીના વાસણમાં પાણી પીવું જોઈએ અથવા સ્ટીલ અથવા કાચની બોટલનો ઉપયોગ કરવો જોઈએ.

બની શકે તો આ ફિલ્ટર ના ચક્કર દૂર કરીને માટીના મટકા નું પાણી પીવું જોઈએ ની ખાસ વાત એ છે કે તે પ્રાકૃતિક ફિલ્ટરની જેમ કામ કરે છે. જો તેમાં વધારે TDS વાળું પાણી નાખવામાં આવે તો તે તેમાંથી મિનરલ્સને કાઢી નાખે છે. અને જો ઓછા TDS વાળું પાણી તેમાં નાખી દેવામાં આવે તો તેમાં મિનરલ્સને વધારી દે છે. પાણી આમ તો આપણી સેહદ માટે ખુબ જ જરૂરી હોય છે. જો આ પાણીનો ખુબ જ સાચી રીતે અને સાચા નિયમ અનુસાર સેવન કરવામાં આવે તો ઘણી બીમારીઓમાં દવાથી પણ વધારે ફાયદાકારક બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *