ઘરે તૈયાર કરેલો આ પ્રાકૃતિક ફેસવોશ એકવાર તમે પણ અજમાવો, વિના કોઈ આડઅસર મળશે સુંદર અને આકર્ષક ત્વચા…

આજકાલ ફેસ વોશ નો ઉપયોગ યુવાનો અને યુવતીઓ ખૂબ મોટા પ્રમાણમાં કરે છે. આ કેમિકલ યુક્ત ફેસ વોશ ની આડઅસર પણ ઘણી વાર થતી હોય છે. આજે અમે તમને ઘરે જ એક કુદરતી ફેસ વોશ બનાવવા નું શીખવાડો તેની કોઈ આડઅસર થતી નથી. આજના જમાનામાં લોકો ચહેરાને સુંદર રાખવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે.

ચહેરાનો રંગ અને સુંદરતાને એક ખુબજ જરૂરી વસ્તુ માનવામાં આવે છે. તેથી અવનવા નુસખાઓ થી તે પોતાનો ચહેરો સુંવાળો અને સુંદર થાય તેમજ વાન નિખારે તે માટે ઘણા પ્રયત્નો કરે છે. બજારમા જે કોસ્મેટિક વસ્તુઓ મળે છે, તેના ભાવ ખૂબ જ વધુ હોય છે. તેમજ તેના લીધે ક્યારેક ચહેરાને નુકશાન પણ થતું હોય છે. આજે અમે આવા કુદરતી ફેસવોશ વિશે જણાવીશુ જેના ઉપયોગથી તમે આ બજારુ ફેસવોશ ને પણ ભૂલી જશો અને તેનાથી કોઈ આડઅસર પણ નહીં થાય.

ચહેરાની સુંદરતા માટે તમારી આજુબાજુનુ વાતાવરણ અને ખોરાક ખૂબ જ વધારે પડતા અસર કરતાં પરિબળો છે. બજારનું તીખું અને તળેલો ખોરાક તમારા ચહેરાની સુંદરતા બગાડી શકે છે. તમે ઘરે સારો ખોરાક ખાવાનું ચાલુ કરી દેશો તો પણ તમને તમારી ત્વચામાં ફેર દેખાવા લાગશે.

તો ચાલો આજે આપણે કુદરતી ફેસવોશ બનાવવા માટેની રીત વિશે જાણીએ. સૌપ્રથમ તેના માટે મસૂરની દાળ જોશે. ત્યારબાદ ચોખાનો લોટ લેવો. મસૂરની દાળ અને ચોખા પાંચ ચમચી લેવા અને તેનો બારીક ભુક્કો કરી લેવો. ત્યારબાદ તેમા ત્રણ ચમચી દળેલી ખાંડ ઉમેરવી. આ સિવાય ચણાનો લોટ પાંચ ચમચી અને હળદર એક ચમચી મિક્સ કરી મિશ્રણ બનાવી લો.

આ મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામા ભરી લો. તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. દરરોજ એક ચમચી આ પાઉડર લઈ તેમ ૨ ચમચી દૂધ ભેળવી મીક્ષ કરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ થી ફેસવોશથી મોઢું ધોવા એ જ મોઢું ધોવુ. આ કુદરતી ફેસવોશ માત્ર એક અઠવાડિયા સુધી પ્રયોગ કરવાથી જ તમને તમારા ચહેરામાં બદલાવ જોવા મળશે. તેમજ આ ની કોઈ આડઅસર પણ નહીં થાય. તમારો ચહેરો એકદમ નીખરી જશે અને સુંદરતામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *