ફેક્સાની નબળાઈ હોય કે શરીરમા અશક્તિ, એકપણ પ્રકારની દવા પીધા વિના ઘરેબેઠા જ થશે અસરકારક ઈલાજ, એકવાર તમે પણ જાણો આ ઉપાય વિશે…

આજે ભારત દેશમાં બધા જોવા મળતી એક વનસ્પતિ ના ગુણો વિશે જાણીશું. તેના ફૂલો પીળા સોનેરી કલર ના હોય છે, તેથી તેને ઓળખવી સરળ છે. તે સ્વાદે કડવી, શીતળ અને આંખો માટે ખૂબ હિતકારી હોય છે. આવો તેના ફાયદા વિષે થોડું જાણીએ. એક ચમચી આવળના પુષ્પની પાંખડીમા એક ચમચી સાકર નાખી ગાયના દૂધમાં વાટીને પીવાથી ગર્ભવતી સ્ત્રીઓ ને ઊલટી અને ઉબકા બંધ થાય છે. આ ફૂલનો ગુલકંદ પેટના, પેશાબના, અને ચામડી ના રોગોમાં ખૂબ ફાયદાકારક છે.

પગ મચકોડાઈ ગયો હોય તેમ પણ આવળના પાન રાહત આપે છે, તેના પાન વાટીને પગ પર લગાવવાથી દુખાવો મટી જાય છે. આવળના ફૂલ નો ઉકાળો પીવાથી ડાયાબિટીસ માં રાહત મળે છે. તેના ફૂલને સૂકવી તેની ચરણ બનાવી અડધી ચમચી ગરમ પાણી સાથે લેવાથી બધી પ્રકારના પ્રમેહ માટે છે.

મીંઢી આવળ જુદાં જુદાં વિસ્તારમાં જુદા જુદા નામે ઓળખાય છે. હિંદીમાં સેના, મરાઠીમાં સોનામુખી, તામિલમાં નીલા વિરાઈ, બંગાળીમાં સન્નામખી,તેલુગુમાં નીલા ટેન્ગડુ અને મલયાલમમાં નીલા વાકા તરીકે ઓળખવામાં આવે છે. રાત્રે સાકર અને સોનામુખી અને આવળ નું ચૂર્ણ સરખે ભાગે લઈ ખાવાથી અશક્તિ દૂર થાય છે.

આ ઔષધિના  ફૂલ ને ઉકાળીને તેનો ઉકાળો તૈયાર કરીને તેને પીવામા આવે તો તમને  શરીરની નબળાઈ, લોહતત્વની ઉણપ, ફેફસાની નબળાઈ, આંખોની નબળાઈ વગેરે સમસ્યાઓથી મુક્તિ મળે  છે. આ સિવાય આવળના પાનને રાત્રે પાણીમાં પલાળી રાખી વહેલી સવારે મસળીને ગાળીને ગોળ નાખી પીવામા આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

તેના પાંદડાનો કાઢો કરીને પીવાથી શરીરમા રાહત  મળે છે. પાન અને શીંગોમાં સેનોસાઈડ નામનું તત્વ રહેલું હોય છે, જેના રેચક ગુણને લીધે તે ખ્યાતિ પામેલ છે અને દુનિયાના ફાર્મા કોપીયાઝમાં માન્યતા પામેલ છે.  દક્ષિણ ભારતમાં તામિલનાડુ તેમજ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં સોનામુખીનુ મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે. હાલમા લગભગ ૭૦૦૦ હેકટર જમીનમાં તેનું વાવેતર થાય છે. આપણા દેશમાંથી નિકાસ થતા ઔષધિય પાકોમાં ઈસબગુલ પછી સોનામુખી બીજા નંબરે આવે છે. તો એકવાર તમે આ ઔષધીનો ઉપયોગ કરો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *