ધન થી લગતી તકલીફથી છુટકારો મેળવવા માટે લોટના ડબ્બામા મૂકી દો માત્ર આ એક જ વસ્તુ અને પછી જુઓ ચમત્કાર…

આજના સમયમાં લોકો પૈસા કમાવવા ખુબ મહેનત કરતા જ હોય છે. તે લોકોને મહેનત કરવા છતાં પણ તેને તેમાં સફળતા મળતી નથી. જેના લીધે તે તેના ભાગ્યને દોષ આપે છે. પરંતુ જ્યોતિષમાં તેમના કેટલાક ઉપાયો બતાવ્યા છે જે કરવાથી તે માલામાલ થઈ શકે છે. એવો જ ઉપાય આજે અમે તમને બતાવીશું જેનાથી તમે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકશો અને ધન સંપતીના માલિક બનશો. પૈસાદાર થવું બધાનું સપનું હોય જ છે. એ પછી ગરીબ હોય કે મધ્યવર્ગ. પરંતુ ઘણી વખત આપણને આપણું ભાગ્ય સાથ આપતું નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ભાગ્યને બદલવાના ઘણા ઉપાયો છે. એક ઉપાય લોટના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવાથી, તમે ખુબ ધનવાન થઈ શકો છો.

તુલસીના પાન છે ચમત્કારિક

તુસીના પાનને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસીના પાન ખુબ પસંદ હતા. એવું કહેવાય છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. બધાના ઘરે તુલસીજી હોય જ છે. તુલસીને આર્યુવેદ તરીકે પણ વાપરવામાં આવે છે. તુલસીને ઘરમાં રાખવાથી સકારાત્મ ઉર્જા આવે છે. તુલસીના છોડને ઘરના આંગણામાં વાવવાથી ક્યારે પણ પૈસાની કમી રહેતી નથી.

આ રીતથી કરવો લોટનો ઉપાય

શનિવારના દિવસે સો ગ્રામ ઘઉંની અંદર થોડી ચણાની દાળ નાખી તેને દળી લેવું. આ લોટને ડબ્બામાં ભરો તે પહેલા તેની અંદર અગિયાર તુલસીના પાન નાખવા અને થોડુ કેસર પણ મિક્સ કરવું.

આ વાતનું ખાસ ધ્યાન રાખવું

આ ઉપાય કોઈને કીધા વગર ચુપચાપ કરવો. આ ઉપાય શનિવારના દિવસે જ કરવો. લોટને તમારા ઘરની અંદર જ દળવો. આ ઉપાય કરવાથી થોડા જ સમયમાં તમારી આર્થિક મુશ્કેલી દુર થશે. માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર હમેશા રહેશે.

આ ઉપાય કરવાથી તમે ધનવાન બની શકશો

જો તમે તમારા ઘરમાં સોનું અને તેની સાથે શુદ્ધ કેસરને રાખશો, તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હમેશા રહે છે. તે સિવાય જયારે તમે પૂજા કરો ત્યારે ધરના દરવાજા અને ઉબરાનું પણ પૂજન કરવું. ઉબરામાં સ્વસ્તિક દીવો કરવાથી પણ માતા લક્ષ્મીજી નો વાસ હમેશા તમારા ઘર પર રહે છે.

સોપારીનો આ ઉપાય કરવાથી પણ તમને લાભ મળશે

પૈસાની કમી દુર કરવા માટે સોપારીનો ઉપયોગ પણ લાભકારી છે. તે માટે એક સોપારી લઈ તેની ઉપર નાડાછડી બાંધવી. ત્યાર પછી તેને પૂજામાં રાખી યોગ્ય રીતે તેની પૂજા કરવી. ત્યારબાદ એક સ્વસ્થ કપડામાં તે સોપારીને રાખીને તેને તિજોરીમાં મૂકી દેવી. તે કરવાથી ઘરમાં ધનની કમી પૂરી થશે. કેમ કે સોપારીને ગણેશ ભગવાનનું પ્રતિક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *