ડાયાબીટીસ, દમ અને ફેક્સાની તમામ બીમારીઓને કરે છે આ ઔષધ છુમંતર, આજે જ જાણો આ ઔષધ અને તેના ઉપયોગની રીત વિશે…

મિત્રો, તમે પેઠા નું શાક તો ખાતાજ હસો. પણ શાક કરતાં તેનો રસ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેથી નિયમિત રીતે તેના રસનુ સેવન કરવાથી જીવલેણ બીમારીથી પણ બચી શકાય છે. આયુર્વેદમા પેઠાના ઘણા ગુણ દર્શાવ્યા છે. તે બળ વધારનાર, લોહીનો વિકાર દૂર કરનાર, અને પેટ સાફ રાખનાર છે. તેમાં પ્રોટીન, ખનીજ તત્વો, વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાના અસંખ્ય ફાયદા છે. તો ચાલો જોઈએ તેના ઉપયોગ વિશે.

ડાયાબિટીસ ના રોગી માટે પેઠું ઉત્તમ દવા છે. શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા હોય પેટમાં, છાતીમાં, પેશાબમાં, માથામાં, હાથ-પગમાં આ બધાની બળતરામાં રાહત આપે છે. આ સિવાય ચામડીના રોગમાં પણ પેઠાનો રસ ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત દમ ના દર્દી માટે પેઠું ખુબજ મહત્વનું છે. તેને ખાવાથી ફેફસા ખૂલે છે અને દમના રોગીઓને રાહત મળે છે.

આજના સમયમાં લોકોને પેટમાં સોજો આવવાની તકલીફ ખૂબ જોવા મળે છે. તેથી ખોરાક ઘટી જાય છે. સવારમાં ખાલી પેટે ૨ ટુકડા પેઠું ખાઈ લો. આ ઉપરાંત તે કબજિયાતમાં પણ ખૂબ ફાયદો કરે છે. તેમજ બાવાસીર માં આવતા લોહી ઘટાડે છે.તેના સેવન થી સાયનસમાં પણ રાહત મળે છે. તેમજ મગજની નબળાઈ, ઓછી યાદશક્તિ, અને માનસિક વિકાર દૂર કરે છે. પેઠા માં બીટા-કેરોટિન, વિટામિન સી, વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને મુલાયમ અને ચમકીલી બનાવે છે. આ ઉપરાંત ત્વચા પર ફોલ્લીઓ ને પણ દૂર કરે છે.

નાકમાંથી નકસીર, લોહીવાળા હરસ, દાંત માં લોહી, અલ્સર માંથી લોહી, લોહીની ઉલટી, વગેરે માં પેઠા નું જ્યુસ રામબાણ ઈલાજ છે. પેશાબના રોગો જેવાકે, પથરી, કિડની ની પથરી, મૂત્રાશયની પથરી આ બધામાં પેથા નું જ્યુસ ખૂબ લાભદાયી છે. આ ઉપરાંત વાળ ખારવા, સુકા વાળ, ઓછા વાળ આ બધામાં પેઠા નો રસ ફાયદો કરે છે. તેમ વિટામિન એ અને પોટેશિયમ હોય છે, જે વાળ વધારવામાં મદદ કરે છે. તે હ્રદય ને પણ મજબૂત કરે છે અને તેને લગતી બીમારીઓ જેવી કે હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક વગેરેમાં કોળા નો રસ ખુબ જ ફાયદાકારક હોય છે.

પેઠા ને બાફી તેનો રસ, ધી, સાકર, અને અરડૂસીનો રસ આ બધાને મિક્સ કરી ઉકાળી, મિશ્રણ ઘાટું થાય પછી તેમ હરડે, આંબળા, તજ, એલચી, સૂંઠ, મરી અને મધ આ બધુ મિક્સ કરિ લો અને આ પાકને રોજ સવારે ખાવાથી કોઢ, હેડકી, તાવ, હ્રદયરોગ, એસિડિટી અને શરદી માં રાહત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *