દરેક મહિલા હવે ઘરે બેઠા જ ફક્ત એક દિવાસળીની મદદથી જાણો કે મધ અસલી છે કે નકલી

મિત્રો આવી ઘણી વસ્તુ છે જે આપણે માર્કેટ માથી લાવીએ તો છીએ પણ તે શુંદ્ધ છે કે નકલી એ ખબર નથી પડતી. મધ લગભગ દરેક લોકોના ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આમ તો મધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હિતાવહ છે. મધ લગભગ દરેક બીમારીનો ઈલાજ છે. તેથી તે એક ઔષધી તરીકે માની શકાય છે. તેથી ભેળસેળ કરવા વાળા વેપારીઓ બજારમાં મધને પૂરું પાડવા માટે મધમાં ભેળસેળ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. પરંતુ આ શુદ્ધ મધનો ઉપયોગ કરવો ખુબ જ મહત્વપૂર્ણ છે તેથી શુદ્ધ મધ અને અશુદ્ધ મધને ઓળખવું જરૂરી છે. જો શુદ્ધ મધ વાપરવામાં ન આવે તો ફાયદો થવો તો દૂરની વાત છે પરંતુ નુકશાન વધારે થાય છે. તો ચાલો જાણીએ કે વાસ્તવિક અને નકલી મધને કેવી રીતે ઓળખી શકાય.

મિત્રો તેની શુદ્ધતા ચેક કરવા માટે તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે. આ ગ્લાસમાં પાણી ભરો અને તેમાં ૧ ચમચી મધ લો. આ મધને પાતળા વાયરની જેમ પાણીમાં વહેવા દો. જો શુદ્ધ મધ હશે તો ગ્લાસ તળિયાની સપાટીએ જઈને બેસે છે. જ્યારે ભેળસેળ યુક્ત મધ પાણીમાં ભળી જાય છે.

બીજા ઉપાઈ માટે કાચની એક ડિશ લઈ તેમાં મધને હળવે હળવે ટપકાવો, જો તેનો આકાર કાચની પ્લેટમાં મધ આપણા પીડલા જેવું બને તો તે મધ શુદ્ધ છે. જો ભેળસેળ યુક્ત મધ હોય તો પ્લેટમાં ફેલાશે અને છૂટું પડી જશે.

જો તમે માર્કેટ માથી લાવેલું મધ શુદ્ધ હશે તો તેમાથી સુગંધ આવશે. જો તમારું મધ ઠંડીમાં જામી જાય અને ગરમીમાં ઓગળી જાય તો, તમારું મધ શુદ્ધ છે. જો ભેળસેળ યુક્ત મધ હશે તો તમારું મધ દરેક મોસમમાં જેમ હોય તેમ જ રહે છે. મહત્વનું એ છે કે ઠંડીમાં મધ જામી ન જાય તો ભેળસેળ યુક્ત છે.

બીજા એક ઉપાઈ માં તમારે એક દીવાસળી લેવાની છે અને તેના પર મધનું એક ટીપું મૂકો. ત્યારબાદ તેને સળગાવો જો આ ટીપુ સળગવા માંડે તો આ મધ શુદ્ધ છે. જો તમાારું મધ સળગશે નહીં, તો સમજશો કે તમારા મધમાં કોઈ પ્રકારનો પદાર્થ મિક્સ કરવામાં આવ્યો છે.

આ ઉપાઈ માં તમારે એક સફેદ રંગનું કાપડ લઈ તેમાં થોડું મધ મૂકવાનું છે અને થોડા સમય બાદ પાણીથી સાફ કરો. જો શુદ્ધ મધ હશે તો મધનો ડાઘ કાપડ ઉપર દેખાતો નથી. અશુદ્ધ મધનો ડાઘ કાપડા પર રહી જાય તો સમજો કે મધ ભેળસેળ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *