કોરોનામા ગુમાવ્યા માતા-પિતા તો પણ અન્ય લોકોના પરિવારજનોને બચાવવા હોંશભેર મેદાને ઉતરી આ છાત્રા…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા રાજકોટમા કર્તવ્યનિષ્ઠાનુ એક શ્રેશ્તમ ઉદાહરણ જોવા મળ્યુ છે. આજે અમે જે વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેણે તેના માતા-પિતા ગુમાવ્યાના પાંચથી છ દિવસની અંદર જ પોતાની ફરજ પર ફરી જોડાઈ અને અન્ય લોકોના માતા-પિતાને બચાવવાના કામમા ઝૂંટી ગઈ. પી.ડી.યુ. મેડિકલ કોલેજની બીજા વર્ષમા અભ્યાસ કરતી અપેક્ષા મારડિયાનુ કાર્ય પ્રત્યેનુ આ જુનુન ખરેખર સરાહનીય છે.

જ્યારે આ અંગે તેમની સાથે વાત કરી તો જાણવા મળ્યુ કે, મારા માતા-પિતા હવે રહ્યા નથી. આ વાતનુ મને ખુબ જ દુઃખ છે પરંતુ, અત્યારે આ દુ:ખને ભૂલાવીને હુ માનવજાત ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં હુ અન્ય લોકોને મદદરૂપ થવા ઈચ્છુ છુ. આ કોરોનાના સંક્રમણથી અન્ય લોકોના માતા–પિતાને બચાવીને હુ મારા માતા–પિતાને એક સાચી શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છુ છુ. હાલ તેણીએ કોવિડ સેન્ટર પર ફરી પોતાની ફરજ બજાવવાની શરુ કરી.

તેણીએ પોતાનો પ્રથમ અનુભવ જણાવતા કહ્યુ કે, હાલ થોડા સમય પહેલા જ એક ગંભીર દર્દીને પી.ડી.યુ ખાતે શિફ્ટ કરતા સમયે દર્દીની સાથે એમ્બ્યુલન્સમા જઈને તેમની દેખભાળ કરી અને ફક્ત એટલુ જ નહિ દર્દીને વેન્ટિલેર પર મુકાય ત્યા સુધી મદદરૂપ બની. હાલ એ દર્દીની સ્થિતિ ખુબ જ સારી છે.

જ્યારે તેણે આ દર્દીની રીકવરીના સમાચાર સાંભળ્યા તે ક્ષણ તેના માટે આનંદની ક્ષણ હતી. તેણીના માતા-પિતા કોરોનાની સમસ્યાના કારણે અવસાન પામતા તેણી પર અપાર દુઃખ આવી પડ્યુ અને આ સાથે જ તેના પર ધોરણ-૧૦મા અભ્યાસ કરતા નાના ભાઈના ઘડતરની મોટી જવાબદારી પણ આવી ગઈ.

 

આ વિકટ પરિસ્થિતિમા જો તે ઇચ્છત તો આ ફરજનો અસ્વીકાર પણ કરી શકત પરંતુ, તેણે પોતાની ફરજને પ્રાથમિકતા આપી. તેણે પોતાના દુઃખને હ્રદયમા દબાવીને દર્દીઓની સારવાર પાછળ પોતાનો સંપૂર્ણ જીવ રેડી દીધો. આશી હોસ્પીટલના અધ્યક્ષશ્રી ચરણસિંહ ગોહિલ અને સિનિયર ડોક્ટર્સની ટીમ પણ તેના કામના ખુબ જ વખાણ કરે છે.

હાલ તેણી અનેકવિધ દર્દીઓની વચ્ચે વિશ્વાસ અને હિંમતનુ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. હાલ, તેણી તેના કામમા સંપૂર્ણ નિપુણતા મેળવી રહી છે. તેણીની માફક જ હાલ ઘણા બધા તબીબી વિદ્યાર્થીઓ જરૂરિયાતના સમયે દર્દીઓને બચાવવાની તેમની ફરજ અદા કરી રહ્યા છે અને સાચા અર્થમા કોરોના વોરિયર્સ સાબિત થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *