૧૯૬૫મા ભારત-પાક ની લડાઈ સમયે ટ્રક લઈને પાકિસ્તાનમા ઘુસી ને તરખાટ મચાવનાર આ દેશભક્ત ટ્રક ડ્રાઇવર ની સાહસિક કથા વિશે જાણીને તમે પણ ચોકી ઉઠશો…

વર્ષ ૧૯૬૫ ચાલી રહ્યું હતું, તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું હતું. એવું માનવામાં આવે છે કે ભારતીય સેનાએ પશ્ચિમી દિશા તરફથી સરહદ પાર કરતી વખતે આ યુદ્ધની શરૂઆત થઇ હતી. પરંતુ આ યુધને તે દરજ્જો ના આપવામાં જે ૧૯૭૧ અને ૧૯૬૨ નાં ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધને આપવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે આ યુદ્ધમાં કોઈ દેશની હાર જીત થઇ ન હતી. કારણ કે બંને દેશ એવું માને છે કે ત્યારે આપની જીત થઇ હતી.

આની સાથે એક કથા જોડાયેલી છે. જેને વાંચીને બધા ભારતીયને ગૌરવ થશે. તેનું કારણ હતું કે આપણા દેશની સેનાએ બધા યુદ્ધની જેમ આમાં તેની સૌર્યતા બતાવી હતી. આ સમયે એક એવી ઘટના ઘટી હતે જેના વિશે દેશના નાગરિકે જાણવી જોઈએ. તે સમયે ભારતીય સેના આક્રમણ કરવા માટે રવાના થઇ ગયું હતું. ત્યારે સેનાએ પંજાબથી દિલ્લી જતી એક ટ્રકને રોકી. તેમાં ઘઉંની ગુણો ભરેલી હતી. તે ટ્રેકના ડ્રાઈવરને કહ્યું કે આમારે આ યુદ્ધમાં તમારે મદદ જોઈએ છે.

આ સાંભળતાની સાથે જ તે ડ્રાઈવરે તે ઘઉંની બોરીને રસ્તા પર નાખી દીધી અને તે સેના સાથે પાકિસ્તાન જવા માટે રવાના થયો. તે ટ્રકે સરહદ પાર કરી અને પાકિસ્તાનની અંદર પ્રવેશ કર્યો. ત્યાર બાદ તે ટ્રકે પાકિસ્તાનની સેના પર જે કહેર કર્યો તે જાણીને તમે ચકિત થઇ જશો. આ કોઈ સાંભળેલી કે મન થી બનાવેલી વાત નથી. આ સાચી ઘટના છે. તે ડ્રાઈવરનું નામ કમલ નયન છે. તે ટ્રકનો નંબર PNR 5317 છે તે ટ્રકમાં ઘઉંની ૯૦ જેટલી બોરી હતી અને તે દિલ્હી જઈ રહ્યો હતો. ત્યારે સેનાએ આને રોકીને તેની મદદ માંગી.

સેનાએ મદદ માંગતા જ તેને રસ્તા વચ્ચે ઘઉંની બોરી ઠાલવીને તે ટ્રકમાં સેના માટેનો દારૂ ગોળો ભરીને તેની મદદ કરવા માટે ચાલ્યો ગયો. પછી તે પાકિસ્તાનની સિયાલકોટ સેક્ટરમાં પ્રવેશ કર્યો. ત્યાં દુશ્મન દેશની સેના હતી. ત્યારે તે ડ્રાઈવરે દુશ્મન દેશની સેના પર તે દારૂગોળો ભરેલી ટ્રક ચડાવી દીધી. તે જ્યાં પણ સેના હતી ત્યાં જઈને ટ્રક નીચે તે સેનાને કચરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાર પછી ટ્રક ઉભો રહ્યા પછી પણ તેને હથિયાર વળે સેનાને વીંધવા લાગ્યા. તે પછી તેને પાકિસ્તાની સેના પર દારૂગોળો ફેંક્યો હતો.

જ્યારે આ યુદ્ધ પૂરું થયું અને તે ડ્રાઈવર કમલ નયન પાછો આપણા દેશમાં આવ્યો ત્યારે તે ટ્રક ડ્રાઈવર માંથી દેશનો સાહશિક નાયક બની ગયો હતો. તેને ભારત માટે સેનાની સાથે મળીને દેશ માટે સાહસ અને બહાદુરી બતાવી હતી. તે કહે છે કે ઘણી વાર વ્યક્તિ બહાર રહેલા માણસ સામે જીત મેળવે છે અને પોતાનાઓ થી હારી જાય છે. આવા સમયમાં તેને સેનાની સહાયતા કરી હતી. તેની બહાદુરી અને હિમત જોઇને તેને ભારત સરકાર દ્રારા અશોક ચક્રથી નવાજવામાં આવ્યા હતા. તે સેનાનું સૌથી શ્રેષ્ઠ સન્માનમાનું એક છે.

ત્યારે સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમને ૧૫ લાખ રૂપિયા અને રોકડા અને ૭૦ લાખ રૂપિયા આપવામાં આવશે. પરંતુ તેને જાહેર કરેલા આ વચનને તેને નિભાવ્યું નહિ. કમલ કહે છે કે ત્યારે મારી સામે આખી પાકિસ્તાની સેના ઉભી હતી અને અમે યુદ્ધ ભૂમિ પર ઉભા હતા. મને કોઇથી દર ન હતો. પરંતુ અત્યારે તેનાં ઘણા વર્ષો વીતી ગયા છે. સરકારે તેને આપેલું આ વચન પર તે કાયમ ન રહી અને મને એવું લાગે છે કે હું હવે હારી ગયો છું.

તેમને એમની જેન્દાગી વિશે જણાવ્યું હતું કે એક સમયે મેં મારા પરિવાર અને ઘરને છોડીને દેશને પસંદ કર્યો હતો ત્યારે હું તેમનાથી ત્રણ મહિના દૂર રહ્યો હતો. તેના કારણે સરકારે મારું આશિક ચક્ર થી સન્માન કર્યું. પરંતુ ત્યારે મને આપેલ વચન કે જેમાં ઘણી સુવિધાઓ અને પૈસા હતા તે આપવાનું ભૂલી ગઈ. તે કારણથી હું સરકારી વિભાગોના અને કચેરીના ધક્કા ખાઈ ને હવે હું થાકી ગયો છું. તેથી હું કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીજી ને મળવા પણ ગયો હતો. પરંતુ ત્યાના કર્મચારીઓનું તિરસ્કાર ભરેલું વર્તન જોઈએ ને હું તેમને મળ્યા વગર જ પાછો ફર્યો.

કદાચ સરકાર આ બહાદુર સૈનિક ને ભૂલી ગઈ હશે પરંતુ આપણે તેમને ક્યારેય ભૂલી શકીએ નહિ. તેથી તેમને આપણે ભારત પાકિસ્તાન યુદ્ધ ના હીરો તરીકે તેમને ઓળખીએ છીએ. તેની હીમત અને સાહસ આજે બધા ભારતીય માટે ઉદાહરણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *