ભાગ્યશાળી લોકોને જ મળે છે આ ચાર ગુણો ધરાવતી પત્ની, પુરુષો ખાસ વાંચજો આ લેખ…

પ્રાચીન કાલથી જ સ્ત્રીઓ ને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રીમાં આ ગુણ હોય તે સ્ત્રી ઘરને પણ સ્વર્ગ બનાવી દે છે. સ્ત્રી ઘરની લક્ષ્મી સ્વરૂપ હોય છે તેથી જો લક્ષ્મી જેની પત્ની કોઈ પુરુષ ને મળી જાય તો તે ધન્ય થઈ જાય છે. શ્રી કૃષ્ણએ જણાવ્યું કે જે પણ સ્ત્રીમાં આ ૪ ગુણ હસે તેને સાચું લક્ષ્મી નું સ્વરૂપ મળવામાં આવશે.

આજના જમાના માં નારી શક્તિ વધવા મંડી છે. સ્ત્રી પણ પુરુષો ની સાથે ચાલે છે, કામ કરે છે. આજે બધા ક્ષેત્ર પછી તે મિલેટ્રી હોય કે પાયલોટ બધે સ્ત્રી પોતાનું યોગદાન આપવા મંડી છે. ઘણી વાર તે નારી હોવાથી તેની અવગણના પણ કરવામાં આવી છતાં તેને હાર ન માની. અને આજે તે બધા ક્ષેત્ર માં અવલ નંબર પર આવી ગઈ છે. તેથી નારીનું સન્માન કરવું જરૂરી છે. જે ઘરમાં સ્ત્રી ખુશ હશે ભગવાન પણ તેના ઘરમાં વાસ કરશે.

જે ઘરમાં નારીનું માન-સન્માન કરવામાં આવે છે તે ઘરમાં ભગવાનનો વાસ થાય છે. જે સ્ત્રી ઘરકામ માં નીપૂર્ણ હોય છે એટલે કે ઘરની સાફ-સફાઈ, ભોજન બનાવવાનું, પૂજા પાઠ, બધા ની સેવ કરતી હોય તેવી પત્ની પતીના ભાગ્યના દ્વાર ખોલે છે. ઘરે મહેમાનો નું સ્વાગત કરવું તેમની દેખરેખ રાખવી તેમજ ઓછા ખર્ચ માં ઘર ચલાવવું આવા ગુણો વાળી સ્ત્રી લક્ષ્મી સમાન ગણવામાં આવે છે. તે ભલે બહાર થી લક્ષ્મી ન લઇ આવે પરંતુ ઘરમાં આવેલી લક્ષ્મીને તે સદ ઉપયોગ અને કરકસર કરી ને સાચવે છે.

જે નારી સવાર માં વહેલા ઉઠીને સ્નાન કરી ઘરનું કામ કરી ને પૂજા પાઠ કરે છે, તેમજ મોટા નું સન્માન કરે છે, બાળકોનું ધ્યાન રાખે છે અને પતિ ને પ્રેમ કરે છે તે એક ઉત્તમ સ્ત્રી ગણાય છે. જે આવક મુજબ ઘર ખર્ચ ચલાવે છે અને બચત કરે છે તેને તેના પતિ ની નજર માં ખૂબ સન્માન મળે છે.

આ ઉપરાંત જે સ્ત્રી બીજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી થાય છે. ભૂખ્યાને ભોજન આપે છે તે જ સાચી અન્નપૂર્ણા દેવી છે. જો તમારી પત્નીમાં પણ આ બધા ગુણ હોય તો તે લક્ષ્મીજી નું જ બીજું સ્વરૂપ છે તેમ માની તેનું માન-સન્માન કરો અને ક્યારેય ભૂલથી પણ તેનું અપમાન ના થાય તે અંગે વિશેષ કાળજી રાખો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *