માટલા સાથે કરી લો આ એક કામ, ફ્રીઝ જેવું ઠંડુ પાણી થશે

આજ કાલ ગર્મી ના દિવસો ચાલે છે અને બધાજ લોકો ગર્મી થી ખુબજ પરેશાન છે. ગર્મી ના દિવસો માં બધાજ લોકો ને ખુબજ પાણી તરસ લાગતી હોય છે. ગર્મી ના કારણે લોકો ને ઠંડુ પીવાનું મન થાય છે એટલા માટે લોકો બહાર થી આવી ને ફ્રીજ નું પાણી પિતા હોય છે. પણ ફ્રીજ નું ઠંડુ પાણી એ આપણી સેહત માટે જરા પણ સારું નથી. એટલા માટે આજે અમે તમને માટલા નું પાણી ફ્રીજ ના પાણી જેટલું ઠંડુ કેવી રીતે કરવું એ તમને આ લેખ દ્વારા જણાવીસુ.

માટલા નું પાણી આપણી સેહત માટે ખુબજ સારું હોય છે. કારણકે ગોરા નું પાણી એકધમ નેચરલ હોય છે આ પાણી સેહત માટે ખુબજ સારું હોય છે. આ પાણી માંથી માટી ની સુગંધ પણ આવતી હોય છે. તો ચાલો જાણીએ કે માટલા નું પાણી ફ્રીજ ના પાણી જેટલું ઠંડુ કેવી રીતે કરવું. સૌથી પેહલા બુટ ની દોરી લો અને તે દોરી ને માટલા ની ચારે બાજુ લગાડી દો, ખાલી માટલા નો કાઠો બહાર રાખો જેના કારણે તમે માટલાનું પાણી પી શકો અને માટલા ની અંદર નું  પાણી સેહલાઈ  થી બહાર કાઢી શકો.

માટલાનું પાણી ફ્રીજ ના પાણી જેટલું ઠંડુ રાખવા માટે એક કોટન નું કપડું લો અને તેને માટલા ની ચારેય બાજુ સરખી રીતે લગાડી લો અને તેને પીન થી સરખી રીતે બાંધી લો. માટલુ કોટન ના કપડા થી સરખી રીતે બંધાય જાય પછી તે કપડા ઉપર થોડું પાણી છાટી દો. પાણી છાંટવા થી પાણી ઠંડુ રેહશે. જો તમારી પાસે કોટન નું કપડું ન હોય તો તમે જુના ટુવાલ નો પણ ઉપયોગ કરી શકો છે. ટુવાલ ને ગોરાની ચારેય બાજુ લગાડી દો અને તેને પીન થી સરખી રીતે બાંધી દો. અને એ ટુવાલ પર પાણી છાંટી  દો.

માટલા ને બારી ની બાજુમાં રાખી દો જેના કારણે માટલા ને કુદરતી હવા મળશે અને  તે પાણી ઠંડુ થશે. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તો માટલાનું પાણી પીવું જોઈએ કારણકે ફ્રીજ નું પાણી સેહત માટે હાનીકારક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *