આ માસ દરમિયાન જન્મેલી સ્ત્રીઓ હોય છે સાક્ષાત દેવી માતા લક્ષ્મીનું સ્વરૂપ, જાણો શું છે તેની ખાસિયત…

મિત્રો, આજે ઘરની મહિલા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે જેના વિશેની ચર્ચા કરીશું.માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે, જો તમે જીવનમાં આર્થિક રીતે સમૃદ્ધ રહેવા માગો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ હોવા જરૂરી છે. આમ તો માતા લક્ષ્મી માત્ર તે લોકોની જ મનોકામનાઓ પૂરી કરે છે. જેની અંદર કાંઈક વિશેષ મહિમા હોય છે, ખાસ કરીને મહિલાઓને આ ટેવો કે એમ કહીએ કે નિયમનું પાલન જરૂર કરવું જોઈએ. જે મહિલાઓ તેને અપનાવે છે તેની ઉપર માતાની કૃપાદ્રષ્ટિ હંમેશા જળવાયેલી રહે છે.

આપણે ઘણીવાર વડીલોના મોઢે સાંભળ્યુ હોય છે કે, જે નસીબદાર હોય તે બાપના ઘરે જ દીકરી જન્મે. દીકરી એટલે એક બાપ માટે વ્હાલનો દરિયો. દીકરીને મોટી થતી જોવી અને તેને હસતી-રમતી જોવી તે પણ લ્હાવો કહેવાય પરંતુ, દીકરી તો આખરે સાસરીએ જ શોભે.

પુત્રીના વિવાહ થાય ત્યારે ઘરમાં સૌથી વધારે કોઈ દુઃખી હોય તો તેના પિતા હોય છે. કન્યાના વિદાય સમયે પણ ગમે તેવા કઠણ કાળજાનો બાપ કેમ ના હોય પરંતુ, આખરે તો પુત્રી પારકી થઈ ગઈ તેવા વિચારથી જ મા-બાપ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડે છે. કોઈપણ ઘરની અંદર તે ઘરની દીકરી જેટલા જ ત્યાગ આપે છે તેટલો ત્યાગ ઘરની અંદર બીજું કોઈપણ પાત્ર આપી શકતુ નથી. પોતાના ભાઈ-બહેન માટે હોય કે પોતાના માતા-પિતા માટે હોય.

આ બધુ હોવા છતા એક દિવસ તુ હવે મોટી થઈ ગઈ છે અને તારા શુભ વિવાહ કોઈ જગ્યાએ નક્કી થઇ જશે. આવા શબ્દો બોલીને ઘરના આ ખૂબ જ મહત્વના સદસ્યને એક અજાણ્યા વ્યક્તિના હાથમા સોંપી દેવામા આવ્યો છે અને પુત્રી પણ ચાલી નીકળે છે એ ઘરનો સ્નેહ છોડીને. પ્રેમ અને સંસ્કારોથી સીંચીને બીજાના ઘરમાં પ્રેમ અને સેવાનુ અજવાળુ પાથરવા આવી જાય છે.

કોઈપણ ઘરની અંદર જ્યારે પણ કોઈના ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે લોકો કહેતા હોય છે કે લક્ષ્મીનો જન્મ થયો છે. તેને મહાલક્ષ્મીનુ સ્વરૂપ માનવમાં આવે છે. દીકરી ના જન્મ પછી ઘણા લોકો ના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઘરની અંદર એક અલગ જ વાતાવરણ સર્જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *