આ ગુજરાતીએ કોઇપણ જાહેરાત વગર મલ્ટીનેશનલ કંપનીઓ ને આપી માત, આજે છે દસ હજાર કરોડ નુ મોટું સામ્રાજ્ય…

આપણે કોઈ વેફરનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા બાલાજીનું નામ યાદ આવે છે. નમકીનની સ્વાદની દુનિયામાં બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને ખૂબ પસંદ આવે છે. આને ઘણી વિદેશી કંપનીને પાછળ રાખી દીધી છે. આ કંપનીના માલીકનું નામ ચંદુભાઈ વિરાણી છે તેના થકી અત્યારે ૧૦૦૦૦ કરોડ જેટલી કંપની બની છે. અબજો પતિ હોવા છતાં ચંદુભાઈની ઓયે અભિમાન નથી. આજે પણ તે તેના જૂના મિત્રો સાથે સમય વિતાવે છે. તે બધા પ્રસંગોમાં હાજરી પણ આપે છે. તે તેના પરિવાર સાથે પણ સમય પસાર કરે છે.

આજે આપણે ચંદુ ભાઈ વિરાણી વિશે થોડું જાણીએ. અત્યારના સમયમાં દેશ અને દુનિયામાં ઘણી દેશી અને વિદેશી કંપનીઑ હરીફાઈમાં છે. તેમાં આ ગુજરાતની કંપની બાલાજી વેફર્સ તેનું એક ખાસ સ્થાન મેળવ્યું હતું. આ કંપનીને બીજી ઘણી મોટી કંપનીઓ ખરીદવા માંગે છે. આ કંપનીની શરૂઆત ખૂબ નાના પાયે કરવામાં આવી હતી. અત્યારે તેનું વાર્ષિક ટર્નઓવર ૧૮૦૦ કરોડ રૂપિયાથી વધારે છે.

તે એક મોટા ઉદ્યાગકાર હોવા છતાં આ કંપનીના માલિક ચંદુભાઈ વિરાણીને કોઈ પણ જાતનો અભિમાન નથી. તેમણે જણાવ્યુ હતું કે નાનપણમાં તે મિત્રો સાથે નદીએ નાહવા માટે જતાં હતા તે ઝાડ પર ચડતા અને અનેક રમતો રમતા હતા. તેની સાથે તેમણે આજે પણ સંપર્ક બનાવીને રાખ્યો છે. તેમના નાના મોટા પ્રસંગમાં ચંદુભાઈ હાજર રહે છે.

તે પરિવારના સભ્યોના પ્રસંગમાં પણ ભાગ લે છે. તેમણે જુનવાણી રસ ગરબાનો ખૂબ શોખ છે. તેના શિવાય તેમણે કોઈ શોખ નથી. તે ખૂબ સરળ રીતે રહેવાનુ પસંદ કરે છે. તે કહે છે કે જ્યારે આપની પાસે પૈસા થાય ત્યારે આપણે આપના જૂના મિત્રોને અથવા સબંધીઓને ક્યારેય ભૂલવા ન જોઈએ. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ચંદુભાઈ રાજકોટની એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં કામ કરતાં હતા. તે તેમનો વિતાવેલ સમય ક્યારેય નહીં ભૂલે તેવું તે કહે છે. તે બીજા વ્યક્તિ સાથે સામાન્ય વ્યક્તિની જેમ કામ કરે છે.

તે કહે છે કે તે આ જગ્યાએ જ્યારે નોકરી કરતાં ત્યારે તેની સાથે વિજય શાહ પણ કામ કરતાં હતા. ચંદુભાઈ ઠક્કરની રેકડી હતી. અત્યારે પણ તેની સાથે સબંધ છે. અત્યારે વિજય ભાઈને રેડિમેટ ગારમેંટની દુકાનો છે. અને ચંદુભાઇયાને સેન્ડવિચની દુકાન છે. તે નોકરી કરતાં તે સેમી ૧૯૭૪-૧૯૮૨ હતો. ૧૯૮૨થી તે ઘરે વેફર બનાવીને તેમણે શરૂઆત કરતાં હતા. ત્યારે તે લોકો આવી રીતે બજારની વેફર ખાતા ન હતા. ત્યારે રાજકોટમાં ગોરધન ભાઈ તાવડો રાખીને વેફર વેચતા હતા. તેમનુ વેચાણ ધીમે ધીમે વધ્યું હતું. તેમનું વેચાણ એટલું થતું હતું કે ઘરેથી તે કરી શકાતું નથી.

તે આજુબાજુની દુકાનોમાં પણ તેની વેફર આપવા લાગ્યા હતા. તેમણે ૧૯૮૯માં GIDCમાં જ્ગ્યા રાખીને બેન્ક લોન લઈને પ્રોડક્શન ચાલુ કર્યું હતું. તેમના ભાઈ કનુ ભાઈને ટેક્નિકલ ની જાણકારી હતી. તેથી તેમને ૧૯૯૨માં આ પ્લાંટની શરૂઆત કરી હતી. તેમનં અને તેમના ભાઈના સંતાનોએ નવી રીતે અપનાવીને તેમણે તેમના ધંધાને આગળ વધાર્યો હતો.

બાલાજી કંપનીમાં અત્યારે ૫૦૦૦ જેટલા કર્મચારી કામ કરે છે. તે ચંદુભાઇ માટે ખાલી કર્મચારી નથી તેના પરિવારના સભ્યો છે. તેમના સ્ટાફમાં કામ કરેલા વ્યક્તિને ક્યારેય પણ તેમની પાસે કઈ માંગે તે પહેલા તેમણે મળી જાય છે. તે સમજે છે કે તેમના કર્મચારી તેમનો કમાઉ દીકરા સમાન છે. આ કંપનીમાં સ્ત્રી સશક્તિકરણ આ કંપનીમાં ૭૦ ટકા જેટલી મહિલા કામ કરે છે. આપની સંસ્કૃતિમાં સ્ત્રી રસોઈની રાણી તરીકે ઓળખાય છે. તેથી આ કંપનીમાં મહિલા મોટી સંખ્યામાં કામ કરે છે.

એક સમય હતો જ્યારે આ કંપનીને ખરીદવા માટે પેપ્સિકોએ ખૂબ સારી ઓફર આપી હતી. જ્યારે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા. તેમણે ચંદુભાઈને મળવા માટે બોલાવ્યા હતા. પરંતુ તે તેમના સ્વમાનને ઠેસ પહોંચાડીને ન ગયા. તે અત્યારે હરિફાઇના જમાનામાં કોઈ જાતનું માર્કેટિંગ કરતાં નથી. તેની વેફર્સની માંગ એટલી છે કે તેમણે માર્કેટિંગ કરવાની જરૂર નથી.

ચંદુભાઈને મળીએ ત્યારે એવું થાય છે કે આ નિખાલસ માણસ હરિફાઇના જમાનમાં કેવી રીતે સફળ થાય તેના વિષે વિચાર આવે છે. તે તેમના કર્મચારીને તેમના મશીન વિષે જાતે જ સમજાવે છે. તેમણે તેમની પ્રોડક્ટ પર પૂરો વિશ્વાસ છે. અત્યારે હુનર ઈન્ડિયા રીચ લીસ્ટમાં ધનિકોની યાદીમાં આ ત્રણેય ભાઇનું નામ પણ હાજર છે, અત્યારે ચંદુભાઈ ૨૮૦૦ કરોડ, કાનજીભાઇ ૨૮૦૦ કરોડ અને ભિખાભાઈ ૩૩૦૦ કરોડના માલિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *