આ ઘરેલું દેસી દવા કરશે તમારા શરીરમાં આ વિટામીનની ઉણપને સંતુલિત, આજે જ જાણો ઉપયોગની રીત અને અજમાવો આજીવન નહિ થાય કોઈ તકલીફ…

મિત્રો, આજે આપણે શરીરમા વિટામીનના અસંતુલનના કારણે શરીરમાં ઉદ્ભવતી સમસ્યાઓ વિશે ચર્ચા કરીશું. પ્રવર્તમાન સમયની જીવનશૈલીના કારણે શરીરમા વિટામિનનુ પ્રમાણ અસંતુલિત થવાનો ભય વધી રહ્યો છે અને આ અસંતુલન આપણા શરીર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેના કારણે શરીર મા નબળાઈ, થાક, કબજિયાત જેવી મુશ્કેલીઓ ઉભી થાય છે તો ચાલો જાણીએ આ વિટામિનની ઉણપ નુ કારણ,લક્ષણ અને બચવાના ઉપાય.

એક સંશોધનમા જાણવા મળ્યું કે, માંસાહારી લોકો કરતા શાકાહારી લોકોમા આ વિટામિનનું સંતુલન વધારે પડતુ જોવા મળે છે. આ ઉપરાંત નિયમિત દારૂ પીનારા લોકોમા પણ આ ખામી વધુ જોવા મળે છે કેમકે, આ વિટામીનનો સંગ્રહ લીવર મા થાય છે અને દારૂ લીવર ને ખરાબ કરે છેતેને તેમજ જે લોકો ને એસીડીટી કે વાયુ ની તકલીફ હોય અને તે રોજ તેની દવા લેતા હોય તો તેના શરીરમાં પણ આ વિટામીનની માત્ર અસંતુલિત રહે છે.

વિટામિનની ઉણપ એક એવી સમસ્યા છે કે જેના વિશે આપણને ઘણા સમય સુધી જાણ પણ થતી નથી. જો ઘણા સમય સુધી આ ઉણપ વિશે જાણ ન થાય તો તે મોટા શારીરિક નુકશાન ને નોતરે છે. તેના થી શરીર મા નબળાઈ, થાક,કબજિયાત જેવી તકલીફો વધે છે. આ સાથે હાથ તેમજ પગ મા ઝણઝણાટ તેમજ યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. આ અછત ને લીધે પેટ સંબંધિત બીમારીઓ અને મૂત્રાશય થી લગતા રોગ પણ થઇ શકે છે

આવી સમસ્યાઓને દૂર કરવા માટે તમારે વિટામિનયુક્ત ભોજન લેવુ જોઈએ જેથી, કરીને આવી સમસ્યાથી આપણે બચી શકીએ. આ વિટામીનની કમીથી બચવા માટે શક્ય હોય તેટલું ડેરીના વસ્તુઓનો પ્રયોગ કરવો. આ સિવાય તેનો સૌથી સારો સ્ત્રોત છે માંસ, મુરઘી અને મચ્છી. મોટાભાગ ની લીલી શાકભાજીઓ મા આ વિટામિન નથી હોતું જેના લીધે જ શાકાહારીઓ મા આ ઉણપ વધુ જોવા મળે છે.

આ વિટામિનની કમીના કારણે આપણાં શરીરની અંદર અનેક સમસ્યાઓ ઊભી થાય છેઆપણાં શરીરના અંગોમા એક વાઇબ્રેસન આવે છે. જો શરીરમાં વિટામિનનું પ્રમાણ અસંતુલિત હોય તો હાથ-પગમાં ખાલી ચડવી, ધ્રૂજવા વગેરે થવા લાગે છે અને યાદશક્તિ ઓછી થઈ જાય છે. આ સિવાય જીભમાં સોજો અને ચાંદા પડવા. ચામડીનો રંગ પીળો પડવો, ચાલવામાં થાક લાગવો, ડ્રીપ્રેશન, થાક, નબળાઈ મહેસુસ થવી વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે.

જો શરીરમાં વિટામિનની વધુ પડતી કમી હોય તો વ્યક્તિની નસ પણ બંધ થઈ શકે છે અથવા તો જામ થઇ જાય છે. આ સિવાય તમને પેરેલેસિસનો એટેક પણ આવી શકે છે. આવી સમસ્યાના નિરાકરણ માટે લોકો પોતાના ખોરાકમાં દૂધ, ચીઝ, જેવા દૂધયુક્ત આહાર અને એવો ખોરાક કે જેમાં વિટામિનનો સમાવેશ થતો હોય તે લઇ શકે છે. આ ઉપરાંત માંસાહારી વ્યક્તિ પોતાના ખોરાકમાં ઈંડા, ચિકન, લૈમ્બ અને સી ફ્રૂડ લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *