આ છે સમગ્ર વિશ્વનું એક એવું મંદિર કે જ્યા સાંજના સમયે જતા વ્યક્તિ બની જાય છે પથ્થર, જાણો ક્યાં આવેલું છે આ રહસ્યમયી મંદિર…

વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે કે ત્યાના રહસ્ય જાણીને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. તેમાથી ઘણા રહસ્ય એવા છે જે મનુષ્ય દ્વારા બનાવાયેલા છે. પરંતુ તે છતા પણ મનુષ્ય માટે તે રહસ્ય જ રહે છે. તેવા માથી એક સ્થળ એવું છે જેને જાણીને વૈજ્ઞાનિક પણ પણ હેરાન થઈ ગયા. આ જગ્યા રાજસ્થાનમા આવેલી છે.

તેના પર ઘણા વૈજ્ઞાનિકે શોધ કરી કે આ સ્થાન પર આવી રહસ્યમય ઘટનાઓ કેવી રીતે ઘટે છે પરંતુ તે રહસ્ય બહાર આવ્યું નહીં. તે સ્થાન એક મંદિર છે જ્યાં આવી રહસ્યમય ઘટનાઓ બને છે. આ મંદિરમાં જે વ્યક્તિ સંધ્યા પછી રહે છે તે પથ્થર બની જાય છે. તેથી આ મંદિરમાં ક્યારેય રોકાવાની ભૂલા કરી તો તમે મૃત્યુના મોમાં જવા બરાબર રહેશે.

તે મંદિરમાં સંધ્યા પછી જે વ્યક્તિ રહે છે તે હંમેશા માટે પથ્થર બની જાય છે તેની પાછળનું રહસ્ય અત્યાર સુધી કોઈને સમજમાં આવ્યું નથી. આ મંદિર રાજસ્થાનના બાડમેર જીલ્લામાં આવેલું છે. આ મંદિરનુ નામ કિરાડુ મંદિર છે. આ મંદિરના દર્શન કરવા માટે ઘણા લોકો આવે છે અને જાય છે. પરંતુ કોઈ વ્યક્તિ સંધ્યાના સમય પછી ત્યાં રહેતો નથી. સંધ્યા થાય તે પહેલા બધા આ મંદિરની બહાર જતાં રહે છે.

આ પાછળનું કારણ એ છે કે ત્યાં રોકાયેલા લોકો પથ્થર બની જાય છે આ ખૂબ ભયાનક કારણ છે. ત્યાના સ્થાનિકો કહે છે કે જે વ્યક્તિ આ મંદિરમાં સૂર્યાસ્ત પછી પણ આ મંદિરમાં રહે છે તે હમેશા માટે પથ્થર બની જાય છે. આવું થવાનું કારણ છે કે આ મંદિરને એક સાધુએ શ્રાપ આપ્યો હતો. આ મંદિર એટલું સુંદર છે કે ત્યાની સુંદરતા લોકોને ખૂબ પસંદ આવે છે. આ મંદિરને ખૂબ સુંદર રીતે બાંધવામાં આવેલું છે. તે મંદિરમાં દિવસમાં લોકોનો મેળો ભરાયો હોય એવું લાગે છે અને રાતે તે પૂરો થાય છે.

ઘણા લોકો આ મંદિરને રાતે જોવા માટે અહી આવે છે પરંતુ તે ડરને કારણે તે પાછા જતાં રહે છે. આ મંદિરની નજીક આવવાની હીમત કોઈ વ્યક્તિ રાત્રે કરતું નથી. પરંતુ ત્યાં દિવસ દરમિયાન એટલા વ્યક્તિ જાય છે દર્શન કરવા માટે કે તે જાણીને તમને આશ્ચર્ય થશે. આજે પણ આ મંદિરમાં ઘણા લોકોની ભીડ જોવા મળે છે પરંતુ રાતે અહી કોઈ જોવા મળતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *