આ છે સમગ્ર વિશ્વ નુ સૌથી ખતરનાક વૃક્ષ, જેની નજીક જવા મા પણ ડરે છે માણસો, જાણો એવુ તો શું હશે આ વૃક્ષમા…

મિત્રો, હાલ આજે આ લેખમા અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે સાંભળીને તમે આશ્ચર્યમા મુકાઈ જશો કે શુ આવુ પણ હોય શકે? હાલ, અમે તમને આ લેખમા “મૃત્યુ ના ફળ” વિશે ચર્ચા જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. આ વૃક્ષ એટલી હદ સુધી ઝેરીલુ છે કે તેનો દરેક ભાગ આપણા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ફક્ત વાત અહી સુધી જ મર્યાદિત નથી, જો તમે આ વૃક્ષ ની નીચે પણ ઉભા રહો તો પણ તમે તમારા મૃત્યુ ને આમંત્રણ આપો છો. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ સાયન્સ નુ માનવુ એવુ છે કે, માંચનીલ વૃક્ષ નો દરેક ભાગ અત્યંત જીવલેણ છે.

આ વૃક્ષ માંથી એક પ્રકાર નો દૂધ જેવો રસ ઝરીને બહાર વહે છે. આ રસ અત્યંત જાડો હોય છે. આ રસ વૃક્ષના દરેક ભાગ જેવા કે, વૃક્ષ ની છાલ, પાંદડા અને ફળો માંથી પણ ઝરી આવે છે અને આ દરેક ભાગ ઝેરી હોવાથી ત્વરિત સમયમા આપણુ જીવન સમાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

આ વૃક્ષ નુ નામ તો માંચનીલ વૃક્ષ છે પરંતુ, આ વૃક્ષ ને ઝેરી જામફળ અથવા તો મોત ના સફરજન તરીકે પણ ઓળખવામા આવે છે. સ્પેનિશ ભાષામા આ વૃક્ષ ને “આર્બોલ દે લા મ્યુર્ટે” પણ કહેવામા આવે છે આ  વાક્ય નો અર્થ થાય છે “મૃત્યુ નુ વૃક્ષ”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *