આ છે અંબાણી પરિવારનો રિલાયન્સ ટાઉનશીપ નો બંગલો, આજે તમે પણ માણો અહીના સુંદર નજારાની એક નાનકડી એવી ઝાંખી…

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી છેલ્લા એક મહિનાથી પરિવાર સાથે મુંબઈ છોડી જામનગર નજીક આવેલી તેમની રિલાયન્સ ટાઉનશીપ માં રહે છે એવું જાણવા મળ્યું છે. આ ટાઉનશીપમાં તેમની કંમ્પનીમાં કામ કરતા લોકો માટે રહેવા જમવાની તેમજ તેમના બાળકો માટે સ્કૂલ અને પાર્ક વગેરે જેવી બધી સુવિધા અંદાર જ ઉપલબ્ધ છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણી પણ હમણાં આજ ટાઉનશીપમાં રહે છે. તો ચાલો જોઈએ આ જામનગર નજીક આવેલી આ રિલાયન્સ રિફાઇનરી ની અમુક વિશેષ તસવીરો. જામનગર-દ્વારકા રોડ પર રિલાયન્સ ટાઉનશીપ આવેલ છે જેમાં તેમના નિવાસ સ્થાન આવેલું છે. હમણાં મુકેશ અંબાણી સહ પરિવાર સાથે ત્યાં રહે છે એમ કહેવામાં આવે છે, પરંતુ રિલાયન્સ તરફથી આવું કોઈ ચોખવટ નથી થઈ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ ત્યાં કામ કરતા લોકોને પણ હાઈટેક સુવિધાઓ આપવામાં આવે છે. તેમને રહેવા માટે ઘર અને બીજી બધી ભૌતિક સુવિધાઓ અંદરજ પૂરી પાડવામાં આવે છે. મુકેશ અંબાણી પરિવાર સાથે ત્યાં રહેવા આવ્યા હોવાથી ત્યાંની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. આવો જોઈએ ત્યાંની કેટલીક તસવીરો જેનાથી તમારું દિલ ખુશ થઈ જશે.

અંબાણી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસ ૧૯૭૭ માં જાહેર કરી હતી. તેની શરૂઆત ધીરુભાઈ અંબાણી એ કરી હતી. તેમનો જન્મ ૨૮ ડીસેમ્બર ૧૯૩૨ માં ગુજરાતનાં એક ચોરવાડ ગામ માં થયો હતો. તેમનું અવસાન ૬ જુલાઈ ૨૦૦૨ માં થયું હતું. ત્યારબાદ તેના દીકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંભાળી રહ્યા છે. એ સમયે તેમની ૬૨ હજાર કરોડ ની સંપત્તિ હતી.

જામનગર ખાતે આવેલી આ રિલાયન્સ ટાઉનશીપ માં સ્કૂલ, ગેસ્ટ હાઉસ, નર્સરી સ્કૂલ, ઓવલ પાર્ક, ઓલ્ડ સિવિક સેન્ટર, સેન્ટ્રલ પાર્ક, સિનેમા, મંદિર સહિત અનેક વસ્તુઓ છે. તેનો નજારો અનેરો હોય છે. ત્યા કામ કરતા લોકોને આ બધી સુવિધા અંદારજ મળી રહે છે. આ ઉપરાંત તેમણે સરકારી નોકરીની જેમ પેન્સન પર આપવામાં આવે છે. ત્યાં કામ કરતાં લોકોનું જીવન પણ અધતન ટેકનોલોજી થી ભરપૂર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *